બોરસદના સીસ્વા ગામમાં બારીના સળીયા કાપી ચોરે ઘરમાંથી 1 લાખના મુદ્દામાલની કરી તસ્કરી


બોરસદ તાલુકાના સીસ્વા ગામમાં રહેતા વૃદ્ધના ઘરે ત્રાટકેલા ચોરે રૂ.1.03 લાખની મત્તા ચોરી કરી પલાયન થઈ ગયાં હતાં. આ બાબતે ભાદરણ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
સીસ્વા ગામમાં આવેલી રાજ રેસીડન્સી સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા અશોકભાઈ પરસોત્તમભાઈ પટેલના ઘરે મોડી રાત્રે ચોર ત્રાટક્યાં હતાં. આ ચોરે બારીના સળીયા કાપી ઘરમાં પ્રવેશ કરી ઘરના કબાટમાં રહેલા સોના – ચાંદીના દાગીના કિંમત રૂ.1.03 લાખ તથા રોકડ રૂપિયા પાંચ હજાર મળી કુલ રૂ.1.08 લાખની મત્તાની તસ્કરી કરી પલાયન થઈ ગયાં હતાં.
આ બાબતે ભાદરણ પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.કે. મલેકને સોપાઇ છે.