ભરૂચ સબજેલના કર્મચારીઓએ જેલ પાસે ધરણા યોજી વિરોધ નોંધાવ્યો

copy image

જેલના કર્મચારીઓને જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજના લાભ માટે ચાલી રહેલ આંદોલનમાં ભરૂચ જિલ્લા જેલના કર્મચારીઓ જોડાયા.

ભરૂચ જીલ્લા કલેકટર કચેરી મધ્યે ભરૂચ જીલ્લા જેલકર્મીઓએ એક આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજના લાભ માટે ગુજરાત રાજ્યના જેલ ખાતાના કર્મચારી,અધિકારીઓને સને 1969થી પોલીસ ખાતાના કર્મચારી અને અધિકારીઓના પગાર સ્કેલ અનુસાર કેડર ટુ કેડર,સ્કેલ ટુ સ્કેલ સરખો પગાર કરવામાં આવતો હતો. પરંતુ 1986થી ચોથા પગારપંચ બાદ પોલીસ ખાતાના કર્મચારીઓ દ્વારા સરકારમાં રજુઆતો થતા પોલીસ ખાતાના પોલીસ કોન્સ્ટેબલથી પોલીસ ઇન્સ્પેકટર સુધીના કેડરના પગાર ધોરણોમાં ગુજરાત સરકારના ગુહ વિભાગના ઠરાવથી પોલીસ ખાતાના પોલીસ ઇન્સ્પેકટર સહીતના કર્મચારી,અધિકારીઓને દિલ્હી પોલીસના પગાર ધોરણ અનુસારનો સુધારો કરી અપાયો હતો. જો કે જેલ ખાતાના કર્મચારીઓના પગારમાં તે અનુસાર સુધારો કરવામાં ન આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને તેઓની માંગણીઓ વહેલી તકે સ્વીકારવામાં નહી આવે તો જેલ કર્મીઓ એકસાથે રજા ઉપર ઉતરી બેનરો સાથે આંદોલન કરશે તેવી ચીમકી અપાઈ હતી.