ભરુચના ધમધમતા વિસ્તારમાં ચાલુ કારમાં આગ લાગી,ચાલક બહાર ઉતરી જતાં જાનહાનિ ટળી

copy image

ભરૂચ શહેરના લોકોથી ધમધમતા પાંચબત્તી વિસ્તારમાં સીએનજી કારમાં આગ ભભૂકી ઉઠી  હતી. જેથી દોડધામ મચી હતી. જોકે, આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ ન થતાં સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો.

આજે વહેલી સવારે ભરૂચ શહેરના ભરચક એવા પાંચબત્તી સર્કલ પાસેથી એક કાર ચાલક પસાર થતો હતો તે દરમિયાન સીએનજી કારમાં ધુમાડા નીકળતા ચાલકે કાર માર્ગની બાજુમાં રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે કંઈ સમજે તે પહેલા આગ લાગી ગઈ હતી. આગને પગલે સમયસુચકતા વાપરી ચાલક નીચે ઉતારી ગયો તે દરમિયાન ધક્કો લગાવે તે પહેલા જ કાર લૉક થઇ ગઈ. જોકે, આગની ઘટનાને પગલે દોડધામ મચી હતી. આગ વિશે વાહન ચાલકોએ ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા અને પાણીનો મારો ચલાવી ગણતરીની મિનીટોમાં આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. આ આગની ઘટનામાં કોઈને પણ જાનહાની ન થતા સૌ કોઈએ રાહત અનુભવી હતી.