મોરબીમાં ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરવાનો ખાર રાખી યુવાન સહીત 2 પર હુમલો


આજની યુવા પેઢીમાં સોશિયલ મીડિયાનું વળણ જોવા મળતું હોય છે. જેમાં સોશિયલ મીડિયા પોસ્ટ કરવા મામલે અનેક વખત ઝઘડાઓ પણ થતા હોય છે. આવો જ કિસ્સો મોરબીના પંચાસર રોડ પર જોવા મળ્યો. જેમાં એક યુવકે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી હતી જે સારું નહીં લાગતા 3 ઇસમોએ યુવાન સહિતના 2 ને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ.
જે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વિસીપરા મેઈન રોડ પર રહેતા નવાબ બાદશા ફતેમાંમદ કટિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી નવાબ અને તેનો કાકાનો દીકરો હનીફ અવેશ શનાળા બાયપાસ પાસે ગણેશ શો રૂમમાંથી સાંજે ઘરે આવતા હતા. ત્યારે સાતેક વાગ્યાના અરસામાં પંચાસર રોડ પર ગીતા મિલ પાસે પહોંચતા એક કારે રસ્તામાં રોકી કારમાંથી મકબુલ મેહબૂબ દલવાણી, વિપુલ ગઢવી અને એજાજ ઉર્ફે બાબુલાલ પઢીયાર એમ 3 શકસો નીચે ઉતરી લોખંડની પાઈપ સાથે આવી અગાઉ ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી હોવાની બાબતે ગાળો આપવા લાગ્યા હતા અને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈને મકબુલ સંધીના હાથમાં રહેલા પાઈપ વડે માર માર્યો હતો. તેમજ અન્ય આરોપીઓ પણ પાઈપ વડે ઘા મારવા લાગ્યા હતા. જેથી ફરિયાદી નવાબ નીચે પડી જતા કાકાના દીકરા હનીફને છોડાવવા જતા ત્રણેય ઇસમોએ તેને પણ ઢીકાપાટુંનો માર માર્યો હતો. ત્યારે લોકો ભેગા થઇ જતા આજે તમે બચી ગયા છો બીજી વખત આ બાજુ દેખાશો તો જાનથી મારી નાખશું કહીને ગાડી લઈને જતા રહ્યાં હતાં.