મોરબીના લીલાપર ગામના ગોડાઉનમાંથી 40.51 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપાયો

copy image

મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં ગોડાઉનની ઓરડીમાં દરોડો પાડીને LCB ની ટીમે 8988 બોટલ, ઈંગ્લીશ દારૂની કિંમત રૂ 40.51 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અને એક આરોપીને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે

મોરબી LCB ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન લીલાપર ગામની સીમમાં ગૌશાળા પાસે મિત વિજય ચૌહાણ નામનો ઇસમ ગોડાઉન ભાડે રાખીને વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની માહિતી મળતા LCB ની ટીમ સ્થળ પર ત્રાટકી હતી. જેમાં લીલાપર ગામની સીમમાં આવેલા ગોડાઉન માંથી ઈંગ્લીશ દારૂનો મસમોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. જેમાં પોલીસે કુલ 8988 બોટલ નંગ જેની કિંમત રૂ.40,51,80 નો દારૂનો જથ્થો ઝડપી લીધો છે. જે રેડ દરમીયાન આરોપી મિત વિજય ચૌહાણને ઝડપી લીધો છે. જયારે અન્ય આરોપી દીપકસિંહ ખોડુભા વાઘેલા, ચંદ્રસિંહ સરદારસિંહ ઝાલા અને ચેતનસિંહ રવીન્દ્રસિંહ ચૌહાણના નામો ખુલતા મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે