મોરબીના કિશનગઢ ગામની સીમમાંથી 20 લાખથી વધુની કિમતના મુદ્દામાલ સાથે ઈંગ્લીશ દારૂ ભરેલી આખી ટ્રક ઝડપાઈ

copy image

મોરબી જીલ્લામાં દેશી અને વિદેશી દારૂની રેલમછેલ કરવામાં આવી રહી છે. બુટલેગરો તહેવારની મોસમમાં કમાઈ લેવાના હેતુથી દારૂના મોટા જથ્થા ઉતારવાની પેરવી કરી રહ્યા છે. ત્યારે LCB ની ટીમે સતર્કતા દાખવીને કિશનગઢ ગામેથી ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી લઈને 13.23 લાખનો દારૂ અને ટ્રક સહીત 20.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક ઈસમને દબોચી લેવામાં આવ્યો.
મોરબી LCB ટીમની પેટ્રોલિંગ દરમીયાન સોખડા ગામનો નયન રાયકા ગઢવી ટ્રકમાં સોખડા ગામ તરફ જવાના રસ્તે કિશનગઢ ગામની સીમમાં ઈંગ્લીશ દારૂ અને બીયરના જથ્થાની હેરાફેરી કરવાની પેરવી કરે છે જે બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો. જેમાં ટ્રકમાં ચેક કરતા ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેમાં ઈંગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ 9663 અને બીયર નંગ 1416 મળીને કુલ રૂ 13,23,600નો દારૂ બીયરનો જથ્થો તેમજ ટ્રકની કીમત રૂ.7 લાખ મળીને કુલ રૂ 20,36,600 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ આરોપી મદન અજુદી કન્છેદી, MP વાળાને ઝડપી લીધો છે. મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ ચલાવી છે.