લીમડા ગામમાં શાકભાજી લેવા ગયેલ બાઇક ચાલકને અન્ય વાહન અડફેટે લેતા મોત

ઉમરાળાના જાળીયા ગામના સખ્શ પોતાના બાઇક પર હનુભાના લીંમડા મધ્યે શાકભાજી લેવા જઇ રહેલા હતા. ત્યારે કોઇ અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટેમાં લેતા તેને ગંભીર ઇજા પહોચતા તેનું મોત થયું હતું. જાળીયા ગામમાં રહેતા ભરતભાઇ હીરાભાઇ ચોહાણ પોતાની બાઇક પર જાળીયા થી લીંમડા ગામ શાકભાજી લેવા જતા હતા તે સમયે હનુભાના લીંમડા મધ્યે રોડ પર કોઇ અજાણ્યા વાહને પોતાનું વાહન પુરઝડપે અને બેદરકારીથી ચલાવી તેને ટક્કરમાં લેતા તેને ગંભીર ઇજા પહોચતા સ્થળ પર જ મોત થયું હતું ઉમરાળા પોલીસે મૃતકના કુટુંબભાઇની ફરીયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.