ઉકાઈ- સોનગઢ રોડ પર પડેલા ખાડાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવાની સાથે વાહનોમાં પણ નુકસાન


સોનગઢ ઉકાઇ થી માંડવી ને જોડતો હાઇવે ગત દિવસોમાં પડેલ ભારે વરસાદના લીધે બિસ્માર થઇ ગયો છે. હાઇવે રોડ પર પડેલ ઊંડા ખાડા વાહન ચાલકો માટે ઘણી પરશાની ઉભી કરી રહ્યા છે ત્યારે આ રોડ પરના ખાડા તાકીદે પૂરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
સોનગઢ જુના ચેકપોસ્ટ થી ઉકાઈ અને વાયા માંડવી થઇ આગળ રાજપીપળા અને વડોદરા તરફ જવા માટે ઉપયોગી હાઇવે સોનગઢ માંથી પસાર થાય છે.આ રસ્તો અમદાવાદ અને વડોદરા તેમજ રાજસ્થાન તરફ જતા વાહનો માટે શોર્ટ કટ હોવાથી અને આ રોડે થી પસાર થવામાં ટોલ ફી ની પણ ન હોવાથી મોટા પ્રમાણમાં હાઈવે નો ટ્રાફિક સોનગઢ અને ઉકાઈ વચ્ચે જોવા મળે છે.
આ રસ્તો હાલમાં પડેલ ભારે વરસાદ ના લીધે સાવ ધોવાઈ પણ ગયો હોય એવાં હાલ છે.આ રસ્તા પર મોટા પ્રમાણ માં ખાડા પડી ગયા હોવાથી વાહનચાલકો એ ખાડા માંથી રસ્તો શોધવો પડે એવી સ્થિતિ સર્જાઈ છે.આ જ રસ્તે આગળ ઉકાઈ લીંબી થઈ માંડવી સુધી નો સ્ટેટ હાઇવે પણ ખાડા ને કારણે ખરાબ થઈ ગયો છે.સ્થાનિક ગ્રામજનો અને વાહન ચાલકો એ આ વિશે રોષ સાથે રજૂઆત કરી રસ્તા ના ખાડા તાકીદે પૂરવામાં આવે એવી માંગણી કરી છે.હાલમાં વરસાદી સિઝન પુરી થઈ ગઈ છે તો હાઇવે વિભાગ રસ્તા ના ખાડા યોગ્ય મટિરિયલ વડે પુરાવે એ અનિવાર્ય બન્યું છે.