કરમસદમાં લિફ્ટની રાહ જોઈ રહેલા વૃદ્ધાની ચેન ખેંચી અજાણ્યો શખ્સ મોપેડ પર પલાયન

copy image
કરમસદમાં ફ્લેટની નીચે લિફ્ટની રાહ જોતા વૃદ્ધાની 80 હજારની ચેન ખેંચી અજાણ્યો ઈસમ મોપેડ પર પલાયન થઈ ગયો હતો. કરમસદ ગામમાં મિલેનિયમ હાઈટસ મધ્યે 65 વર્ષીય અમૃતભાઈ ખીમજીભાઇ પટેલ સાંજે દંપતિ પોતાનું મોપેડ લઈ જનતા ચોકડીએ શાકભાજી ખરીદવા ગયું હતું.
તેઓ સાડા પાંચ વાગ્યે પાછા આવ્યા આ દરમિયાન ચોથા માળે જવા માટે તેઓ લિફ્ટની રાહ જોઈ નીચે ઉભા હતા ત્યારે અચાનક એક ઈસમ પાછળથી આવ્યો પતિ-પત્ની કંઈ વિચારે તે પૂર્વે જ નર્મદાબેને પહેરેલાં ગળામાંથી બે તોલા વજનનો રૂપિયા 80 હજારનો સોનાનો દોરો તોડી લઈ બહાર રોડ ઉપર ઊભેલા તેના સાગરીતના મોપેડ પર બેસી બંને કરમસદ બાજુ પલાયન થઈ ગયા હતા.પોલીસે ફૂટેજ આધારે તપાસ શરૂ કરી છે.