વડોદરાના અકોટા દાંડિયાબજાર બ્રિજ પર મોડીરાત્રે હિટ એન્ડ રનની ઘટના ઘટી:MBA કરતાં યુવકનું મોત
વડોદરાના અકોટા દાંડિયાબજાર બ્રિજ પર મોડીરાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં નશાની ધૂત હાલતમાં નબીરાએ 2 એક્ટિવાને...
વડોદરાના અકોટા દાંડિયાબજાર બ્રિજ પર મોડીરાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં નશાની ધૂત હાલતમાં નબીરાએ 2 એક્ટિવાને...
copy image નખત્રાણામાં વ્યક્તિએ પાકમાં છાંટવાની દવા પી લેતાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. તે વ્યક્તિ એ બપોરે ના આરસા મા પોતાની વાડીમાં પાકમાં છાંટવાની દવા પી જતાં તેમને સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ બાદ અન્ય ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર અપાઈ પરંતુ અંતે સારવાર કારગત ન નીવડતાં ગઈકાલે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો.
copy image મુન્દ્રા તાલુકાના નાના કપાયામાં લકવાની બીમારીથી પીડિત એક વૃદ્ધ ઝાડમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.મુન્દ્રા તાલુકાના નાના કપાયામાં વ્યક્તિ છેલ્લા દસેક મહિનાથી લકવાની બીમારીથી પીડાતા હતા આ વચ્ચે મધ્ય રાતથી સવાર સુધી તેમણે પોતાના ઘરની સામે ઝાડમાં રસ્સી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મુન્દ્રા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
કેરા ગામે અન્ય બાળકો સાથે રમી રહેલા આઠ વર્ષીય બાળક ટ્રેકટરના ટાયર તળે કચડાઈ જતાં કરૂણ મોત નીપજ્યું હતું .કેરાના કરૂણ બનાવ અંગે નલિયા પોલીસ મથકે મૃતક બાળકના પિતાએ નોંધાવેલી ફરીયાદ મુજબ રાતે આઠ વાગ્યાના અરસામાં તેમનો પુત્ર ઘરની બહાર શેરીમાં અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો ત્યારે ટ્રેકટર ચાલકે ટ્રેકટર પુરઝડપે-બેદરકારીથી ચલાવી ફરીયાદીના પુત્ર ઉપર ચડાવી દેતાં ગંભીર ઈજાના પગલે બાળકનું મોત નીપજ્યું હતું. ટ્રેકટર બાળકને અડફેટમાં લીધા બાદ દિવાલ સાથે ટકરાતાં દિવાલમાં બાકોરૂં થઈ ગયું હતું. ટ્રેકટર ચાલક અકસ્માત બાદ ટ્રેકટર મુકી નાસી ગયો હતો. નલીયા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
copy image સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બાતમીના આધારે માનકૂવા પોલીસે ટુ-વ્હીલરથી ભારાપરથી પોતાના ગામ નારાણપર આવી રહેલા શખ્સને માદક પદાર્થ ગાંજો 987 ગ્રામ સાથે પકડી પાડયો હતો. આ માલ તેણે લુણીની મહિલા પાસેથી લીધાનું કહ્યું હતું. આ અંગે માનકૂવાના પી.આઇ. ડી.એન. વસાવા ફરિયાદી બની નોંધેલી ફરિયાદ અનુસાર માનકૂવા પોલીસના સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે પંચોને સાથે રાખી દરોડો પાડતા નારાણપર ગામના બસ સ્ટેશનથી ભારાપર જતા રસ્તે બાતમીવાળી ટુ-વ્હીલર દેખાતાં તેને ઊભી રખાવી ડીકી ખોલાવતાં તેમાંથી 987 ગ્રામ માદક પદાર્થ ગાંજો જેની કિં. રૂા. 9,870 મળી આવ્યો હતો. આ બાદ માનકૂવા પોલીસે આ માદક પદાર્થ ગાંજા સાથે ઝડપાયેલા આરોપી ની તપાસ લેતાં તેની પાસેથી ગાંજા ઉપરાંત એક મોબાઇલ જેની કિં. રૂા. 3000 અને રોકડા રૂા....
ગરડા પંથક વિસ્તારમાં વાયોરથી છ કિલોમીટર ખારોઈ ગામની સીમમાં કોઈ બદમાશે નંદી ઉપર તીક્ષણ હથિયાર વડે હુમલો કરતા લોહીલુહાણ નંદીની ગૌસેવકોએ સારવાર કરાવી હતી. નંદી પર હુમલાની વાયોર ગૌસેવા સમિતિના કાર્યકરોને જાણ થતાં તેઓ બનાવ સ્થળે જઈ વાયોર સરહદ દૂધ ડેરીના ડોક્ટરોને ફોન કરતાં તેઓએ તાત્કાલિક ધોરણે આવીને નંદીને સારવાર આપી હતી. વાયોર ગૌસેવા સમિતિના કાર્યકરો ગાયોને નિત્ય ઘાસચારો, ઘાયલ પશુઓની સારવાર કરતાં હોય છે, તેમને વાયોર સરહદ ડેરી દ્વારા પૂરેપૂરો સહયોગ આપવામાં આવે છે તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો તથા ગ્રામજનો દ્વારા પણ પૂરતો સહયોગ મળતો રહે છે, પરંતુ આ મૂંગા પશુઓ પર અવાર-નવાર અત્યાચાર થતાં રહે છે, જે ન થવા જોઈએ, એવું જણાવી આ બનાવને વાયોર સમસ્ત હિન્દુ સમાજ તેમજ વાયોર ગૌસેવા સમિતિ દ્વારા નિંદા કરવામાં આવી હતી.
copy image ખાવડાથી દિનારા જતા રોડ પર સુપર હોટલની સામે પાર્કિંગમાં ઊભેલા ટેન્કરની ટાંકીમાંથી રૂા. 11,160ના ડીઝલની ચોરી થતાં ત્રણ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ. આ અંગે ખાવડા પોલીસ મથકે સુપર હોટલના માલિકએ નોંધાવેલી ફરિયાદ મુજબ સોમવારની મધ્યરાત્રે તેની હોટલની સામે પાર્કિંગમાં ઊભેલા ટેન્કર ની ટાંકીમાંથી 120 લિટર ડીઝલ જેની કિં.રૂા. 11,160ની ચોરી કરી આરોપીઓ નાસી ગયા હોવાની ગઇકાલે ફરિયાદ નોંધાવી છે.
copy image માંડવી પરિવારનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં મહિલા અને પુત્રીની એફ.ડી. પરથી ત્રણ લોન લઈ રૂા. 12,85,397ની ઓનલાઈન ઠગાઈ થયાનો નવતર કિસ્સો સામે આવ્યો છે. આ નવતર છેતરપિંડી અંગે અગાઉ અરજી આપ્યા બાદ ગઈકાલે બોર્ડર રેન્જ ભુજના સાયબર પોલીસ મથકે માંડવીમાં બાબાવાડીમાં રહેતા શખ્સે એ વિધિવત નોંધાવેલી ફરિયાદ મુજબ પત્નીના મોબાઈલ પર ટેક્સ મેસેજ આવ્યો હતો. પ્રિય ગ્રાહક, તમારી વીજળી રાત્રે ડિસ્કનેક્ટ થઈ જશે, તમારા પાછલા મહિનાનું બિલ અપડેટ થયું ન હતું અને મો.નં. આપી સંપર્ક કરવા જણાવતાં તે નંબર પર સંપર્ક કરતાં સામેવાળાએ વાતોથી વિશ્વાસ કેળવી એક લિંક એનિડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી આંકડાકીય કોડ માગી લીધા હતા. આ બાદ થોડીવારમાં ફરિયાદીના ખાતાંમાંથી નાણાં ઉપડી ગયાના મેસેજ આવતા ફરિયાદીએ ફરી ફોન કરી નાણાં ઉપડી ગયાનું કહેતાં, સામેવાળાએ કહ્યું, રૂપિયા પાછા આવી જશે, તમે ફોન કટ ન કરતા અને જો તમારું બિલ અપડેટ ન થાય તો મારી નોકરી જશે તેવી વાતો કરી અઢી કલાક સુધી ફોન ચાલુ રાખ્યા બાદ ફરિયાદીને ખબર પડી કે સામાવાળો તમેના અલગ-અલગ ખાતાંમાંથી રૂપિયા ઉપાડી રહ્યો છે. આથી ફોન કટ કરી નાખ્યો, પરંતુ એનિડેસ્ક એપ ડિલિટ કરી ન હતી. સામાવાળા આરોપીએ ફરિયાદી અને તેના પત્ની તથા પુત્રના ખાતાંમાંથી ઓનલાઈન નાણાં ઉપાડી લીધાં હતાં. ફરિયાદી તેમના તથા પરિવારના ખાતાંની વિગતો ચકાસતા આરોપીએ ફરિયાદીના ત્રણ એફડી ઉપરથી લોન રૂા. 10,20,000 ઉપાડી આરોપીએ ટુકડે-ટુકડે અન્ય ખાતાંમાં ઉસેડી લીધા હતા. આ ઉપરાંત ફરિયાદી તથા પત્ની અને પુત્રના ખાતાંમાંથી નાણાં ઉપાડી લીધાં હતાં. આમ કુલે રૂા. 12,85,397ની ઓનલાઈન છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી હતી .પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
copy image નખત્રાણા પોલીસે દેશલપર ની પૂર્વ બાજુ ધાણીપાસા અને ગંજીપાના વડે બે પડ જમાવી જુગાર રમતા બે દરોડામાં 11 જુગારીને પકડી પાડયા હતા, જ્યારે ત્રણ ખેલી ભાગી ગયા હતા, નખત્રાણા પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન મળેલી માહિતીના આધારે દેશલપર ની પૂર્વ બાજુ બાવળની ઝાડીમાં ગંજીપાના વડે જુગાર રમતા વ્યક્તિઓને રોકડા રૂા. 16,150ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી જ્યારે ભચાઉ તાલુકાના નાની ચીરઇમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ખેલીને રોકડા રૂા. 11,800 સાથે પકડી પાડયા હતા. આ જ વિસ્તારમાં બીજીતરફ નદીપટમાં ધાણીપાસા વડે જુગાર રમતા વ્યક્તિઓ નાસી છૂટયા હતા. આ દરોડા દરમ્યાન પોલીસે રોકડા રૂા. 13,110નો મુદ્દામાલ જપ્ત કરી નવ જુગારી વિરુદ્ધ ફરિયાદ કરી આગળ...
આદિપુરમાં બાઇકના શોરૂમમાં એક ગ્રાહકને બાઇક વેચી તેની રકમ પોતે રાખી તથા અન્ય એક ગ્રાહક પાસેથી એડવાન્સ લઇ શોરૂમમાં જમા ન કરાવી પોતે રકમ રાખી લેતાં એક શખ્સ વિરુદ્ધ રૂા.3,25,000ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. આદિપુરમાં આવેલ કાર્ગો મોટર સાઈકલ એલએલપી જનરલ મેનેજરએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી જાવા યેઝડીના આ શોરૂમમાં હતા, ત્યારે રાપરના એક શખ્સ અને અન્ય વ્યક્તિ ત્યાં આવ્યા હતા અને સેલ્સ મેનેજર કયાં છે અમારી બાઇકની લોન તમે શા માટે અટકાવો છો ? તેવા પ્રશ્નો કર્યા હતા. આ વ્યકિતએ રૂપિયા આપી દીધા હોવા છતાં આવું થતાં ફરિયાદીએ તપાસ કરી હતી. આ વ્યક્તિએ સેલ્સ મેનેજર ને રૂા.2.85 લાખ આપ્યા હતા. ફરિયાદીએ તે દિવસના સીસીટીવી ફૂટેજ તપાસતાં સેલ્સ મેનેજર પૈસા લેતો અને પોતાના ખિસ્સામાં નાખતો નજરે પડયો હતો. આ શખ્સને ફોન કરાતાં તેનો ફોન બંધ આવ્યો હતો. બાદમાં ફરિયાદી તેના ઘરે જતાં તેણે પૈસા લીધેલાનું જણાવી અને અચાનક પૈસાની જરૂરિયાત ઊભી થતાં પોતે વાપરી નાખ્યા હોવાનું કહ્યું હતું. બનાવ બહાર આવતાં ફરિયાદીએ અન્ય ગ્રાહકોનો પણ સંપર્ક કર્યો હતો, જેમાં એક વ્યક્તિને બાઇકની ડિલિવરી જોઇતી હોવાથી તેમણે પણ એડવાન્સમાં પૈસા આપ્યા હતા. જે કુલ રૂા.40,000 આ સેલ્સ મેનેજર પોતાની પાસે રાખી લીધેલાનું સીસીટીવીમાં જોવા મળ્યું આ શખ્સ વિરુદ્ધ કુલ રૂા. 3,25,000 ની છેતરપિંડી ની ફરિયાદ પોલીસે નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.