Crime

બાલાપરમાં 1.16 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

copy image લખપત તાલુકાના બાલાપરમાં અંગ્રેજી પ્રકારના દારૂની 360 બોટલ કિં. રૂા. 1,04,400 તથા 120 બિયરના ટીન કિ. રૂા. 12,000 મળી કુલ રૂા. 1,16,400નો મુદ્દામાલ નારાયણ સરોવર પોલીસે જપ્ત  કર્યો હતો. જો કે, આરોપી  ભગીરથસિંહ  ચનુભા સોઢા હાજર મળી આવ્યો નહોતો. પ્રાપ્ત  માહિતી મુજબ, પૂર્વ બાતમીના આધારે  હાથ ધરાયેલી કાર્યવાહીમાં  બાલાપરમાં આરોપી ભગીરથસિંહના કબજાના મકાનમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જો કે, અગાઉથી જ  ગુનાહિત ઈતિહાસ ધરાવતો આરોપી હાજર મળ્યો નહોતો. પોલીસે તેને પકડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

નાગોર ફાટક પાસે ભંગારના વાડામાં કામ કરતા યુવાનનું કમકમાટી ભર્યું મોત

copy image ભુજની ભાગોળે આવેલા નાગોર રોડ પરના ભંગારના વાડામાં ગ્રાઈન્ડર મશીનનું કામ કરતી વેળાએ અકસ્માતે  મશીનમાં આવી જવાથી યુવાનનું કમકમાટીભર્યું મોત થવાનો કરુણ કિસ્સો સપાટી પર  આવ્યો હતો.  મળતી  માહિતી મુજબ,  સુરલભિટ્ટ ફાટકની બાજુમાં રહેતો ફૈઝાન રમજુ સમેજા (ઉ.વ. 20)  નાગોર ફાટક પાસે આવેલા  કાસમ  ઈશાક કુંભારના ભંગારના વાડામાં ગ્રાઈન્ડર મશીનનું કામ કરતો હતો ત્યારે તે મશીનમાં આવી ગયો હતો.  ફસાયેલા હતભાગીના શરીરના કટકા થઈ ગયા હોવાથી તેને મહામહેનતે બહાર કઢાયો હતો. ટૂકડા થયેલા અંગો  બહાર કઢાયા બાદ ભુજની સેવાકીય સંસ્થા માનવ જ્યોતને જાણ કરાઈ હતી અને સંસ્થાની એમ્બ્યુલન્સમાં તેને  ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે લવાયો હતો, જ્યાં પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

આડેસર નજીકથી પોલીસે ફિલ્મી ઢબે કારમાંથી દારૂ પકડી પાડયો

રાપરના આડેસર નજીક ચેકપોસ્ટ પાસેથી પોલીસે ફિલ્મી ઢબે ચાર શખ્સને પકડી પાડી રૂા. 27,550નો  અંગ્રેજી  શરાબનો જથ્થો  જપ્ત કર્યો હતો. આડેસરની સ્થાનિક પોલીસ ગત  મોડી રાત્રે ચેકપોસ્ટ ઉપર વાહનોની  ચેકિંગ  કરી રહી હતી. તે દરમ્યાન એક 500 એક્સ.યુ.વી. કારમાં દારૂ હોવાની તથા અન્ય એક કાર  તેનું પાઈલટિંગ  કરતી  હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે ચાંપતી વોચ ગોઠવી સાંતલપુર બાજુથી આવતી કારને રોકી હતી.  કારમાંથી કલ્યાણપુરા દેવભૂમિ દ્વારકાના રાહુલ કરશન ચાવડા (આહીર) તથા જામનગરના ભરત દેવાયત કરમોર  (આહીર) નામના શખ્સોને પોલીસે પકડી પાડયા હતા. બંનેની પૂછપરછ કરાતાં એક્સ.યુ.વી. 500 કાર માં દારૂ હોવાનું  તથા પોતે તે કારની પાઈલટિંગ કરતા હોવાની  કેફિયત પોલીસ સમક્ષ આપી હતી. પાછળ આવતી 500 કાર માટે પોલીસે ચેકપોસ્ટ પર બેરીકેડ આડા રાખી દીધા હતા, પરંતુ કારના ચાલકે બેરીકેડને ટક્કર મારી ડિવાઇડરમાં કાર ભટકાવી નાસી ગયો હતો. પોલીસે તેનો પીછો કર્યો હતો અને પોલીસ મથકે ફોન કરી કે.ડી.એમ. પેટ્રોલપંપ પાસે ધોરીમાર્ગ બ્લોક કરાવવા સૂચના આપતાં આ માર્ગને બ્લોક કરાતાં ટ્રાફિકજામ થતાં કારચાલક થંભી ગયો હતો, જેમાં પાછળથી આવેલી પોલીસે આ કારમાંથી કલ્યાણપુર દેવભૂમિ દ્વારકાના કાર્તિક દેવાનંદ ચાવડા (આહીર) તથા કરણ વીરા સોલંકી (ડફેર)ને પકડી પાડયા હતા. આ ગાડીમાંથી ઓફિસ ચોઇસની 750 મિ.લી.ની 3 બોટલ તથા જુદી જુદી બ્રાન્ડના 180 મિ.લી.ના ક્વાર્ટરિયા 265 એમ કુલ રૂા. 27,550નો દારૂ જપ્ત કરાયો હતો. ફોર સેલ ઇન  રાજસ્થાન ઓન્લી લખેલ આ દારૂ રાધનપુરના જયંતી ઠાકોર પાસેથી  લઇ આવ્યા હતા, જે પૈકી અડધો માલ જામનગરના રિયાઝ મુસ્લિમ વાળાને આપવાનો હતો. હાથમાં ન આવેલા બે શખ્સોને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.

રાપરના યુવાનની સગીરાનાં અપહરણના કેસમાં ધરપકડ

copy image પદ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રાપરના તિરુપતિ નગરમાં રહેતો એક યુવાન સગીરાનું અપહરણ કરીને નાશી ગયો હતો. જે મામલે...

દુષ્કર્મના કેસમાં માનકૂવાના આરોપીને 20 વર્ષની સખત કેદ

copy image માનકૂવાથી સાડા ત્રણેક વર્ષ પૂર્વે  સગીરાને લગ્નની લાલચ આપી ભગાડીને પોતાના ઘર બાજુ  વાડીમાં  લઇ  જઇ  ત્રણ  દિવસ સુધી રાખી દુષ્કર્મ ગુજાર્યાના આ બનાવમાં સ્પે. પોકસો કોર્ટે ધાક બેસાડતો ચુકાદો આપી આરોપી અરવિંદ ઉર્ફે લાલજી બટુક કોલી (રહે. માનકૂવા)ને 20 વર્ષની સખત કેદની સજા તથા રૂા. ત્રણ લાખનો દંડ ફટકાર્યો છે. આ કેસમાં 18 દસ્તાવેજી પુરાવા તથા 13 સાક્ષીને તપાસ્યા હતા. આરોપી અરવિંદ કોલીને કલમ 376 (2) (એન) એટલે દુષ્કર્મના ગુનામાં  તકસીરવાન ઠેરવી 10 વર્ષની સખત કેદ તથા રૂા. એક લાખનો દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ વર્ષની કેદ ઉપરાંત આરોપી પોકસોની કલમ 5 (એલ) તથા 6 મુજબ દોષી માની 20 વર્ષની સખત કેદ અને રૂા. બે લાખ  દંડ અને જો દંડ  ભરવામાં  કસૂર કરે તો વધુ ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારનો હુકમ ભુજની સ્પે. (પોકસો) કોર્ટના જજે આપ્યો હતો.  આ કેસની  ટૂંક વિગતો મુજબ ફરિયાદીની સગીર વયની દીકરીને આરોપી અરવિંદ કોલી (રહે. માનકૂવા) લગ્નની લાલચ આપી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી તા. 25-2-21ના આરોપી સગીરાને માનકૂવાથી મોટર સાઇકલમાં  બેસાડી પોતાના...

મોટા દિનારાનાં બે યુવાનો પર ચાર શખ્સોના હુમલાની ફરિયાદ

copy image  મોટા દિનારામાં 30મીના થયેલા હુમલાના પ્રકરણમાં સામી ફરિયાદ નોંધાવાઇ હતી . આ અંગે ખાવડા પોલીસ મથકે મોટા  દિનારાના ગફુર અદ્રીમ સમાએ નોંધાવેલ ફરિયાદ મુજબ આરોપી અકબર સાલે સમા હાથમાં કુહાડી લઇને નીકળ્યો ત્યારે ફરિયાદીએ કહ્યું કે, અહીંથી ના નીકળવા જણાવ્યું છતાં કેમ નીકળ્યો તેમ કહેતા આરોપી અકબર ગાળો બોલવા લાગ્યો અને અન્ય આરોપીઓ તેના ભાઇ અનસ, મુસ્તાક અને જુણસ મોડજી સમા (રહે. તમામ મોટા દિનારા)એ ફરિયાદ તથા સાહેદ અજીજ નુરમામદ સમાને માથાના ભાગે લાકડી અને કુહાડી મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે વિવિધ કલમો હેઠળ  બંને પક્ષોની ફરિયાદ નોંધી તપાસ  હાથ ધરી હતી.

મંજલની સીમમાં ધાણીપાસાનો જુગાર રમતા આઠ ઝડપાયા

copy image  નખત્રાણા તાલુકાના મંજલની સીમમાં ધાણીપાસાનો જુગાર રમતા આઠ જુગારીને પોલીસે પકડી પાડ્યા  હતા.  સાંજના અરસામાં  મંજલની આથમણી સીમમાં બાવળોની ઝાડીમાં જુગાર રમાતો હોવાની  બાતમીના પગલે નખત્રાણા પોલીસે  દરોડો પાડતાં ગોળ કુંડાળું વાળી ધાણીપાસા વડે જુગાર રમતા ફિરોજ ઓસમાણ સોઢા, દિનેશ લક્ષ્મણ મહેશ્વરી, નરેશ મેઘજી મહેશ્વરી (રહે. તમામ મંગવાણા), બ્રિજરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, કમલેશ હરેશ ભાવસાર (રહે. બન્ને મંજલ), રજાક ઈસ્માઈલ માંજોઠી, શિવજી વાલજી જોશી (રહે. બન્ને રામપર તા. માંડવી) અને અમિત હરેશ ભટ્ટી (લુડવા તા. માંડવી)ને રોકડા રૂા. 7600ના મુદ્દામાલ સાથે નખત્રાણા પોલીસે ઝડપી જુગારધારા હેઠળ  ગુનો નોંધી આગળની   કાર્યવાહી હાથ ધરી હતી

સિનુગ્રામાં પથ્થરનો ઘા મારી શ્રમિકની હત્યા નિપજાવી

copy image અંજાર તાલુકાના સિનુગ્રા ગામની સીમમાં છેલ્લા છ એક મહિનાથી શ્રમિકો વચ્ચે ચાલતા ઝઘડાનો ચકચારી અંત આવ્યો હતો. બે મજૂરોએ મળીને પોતાના સાથીદાર મજૂર એવા ચરકુનાગ નામના યુવાન ઉપર પથ્થર વડે હુમલો  કરી તેનું ઢીમ ઢાળી નાખ્યું હતું. હત્યાના આ બનાવમાં આરોપીઓને રાઉન્ડઅપ કરી લેવાયા હતા. અંજારની ખારી  વાડી વિસ્તારમાં રહેનાર ફરિયાદી જતીન હીરજી સોરઠિયા અંજાર તાલુકાના સિનુગ્રા ગામની સીમમાં ભાગ્યલક્ષ્મી  ઇન્ફ્રા પ્રોજેક્ટ નામથી પથ્થર ક્રસરનું  કામ કરે છે. આ ભેડિયા ઉપર દસેક શ્રમિકો કામ કરે છે.  શ્રમિકોને રહેવા માટે અહીં ઓરડીઓ બનાવી આપવામાં આવી છે. ફરિયાદી જતીન સોરઠિયા પોતાના આ ભેડિયા ઉપર  સાંજના અરસા  સુધી રહ્યા બાદ પોતાના ઘરે જતા રહ્યા હતા. તે ઘરે હતા ત્યારે અન્ય શ્રમિક લાલ દેવએ ફોન કરી ચરકુનાગને  ભીમસિંગ તથા સાગર ઉર્ફે બહેરાએ માથામાં પથ્થર મારતા તેને લોહી નીકળે છે તેવું જણાવતા ફરિયાદી ત્યાં પહોંચ્યા  હતા. આ પ્રોજેક્ટની સામેના ભાગે ખુલ્લી જગ્યામાં ચરકુનાગ જમીન ઉપર બેભાન પડયો હતો અને માથામાંથી લોહી નીકળતું હતું. ત્યાં હાજર અન્ય શ્રમિકોએ જણાવ્યું હતું કે, ચરકુનાગ સાથે ભીમસિંગ અને સાગર ઉર્ફે બહેરા સાથે બનતું ન હતું. છેલ્લા છએક મહિનાથી ત્રણેય વચ્ચે જુદી જુદી બાબતે ઝગડા  થતા હતા. દરમ્યાન  સાંજના  સાતેક વાગ્યાના અરસામાં  ચરકુનાગ પ્રોજેક્ટ બહાર ગયો હતો. ત્યારે ભીમસિંગ અને બહેરા તેની પાછળ ગયા હતા. બાદમાં ત્રણેય વચ્ચે જોર જોરથી બોલાચાલી થઇ હતી અને ઉશ્કેરાયેલા આરોપીઓએ શ્રમિક યુવાનને નીચે પાડી દીધો હતો. ભીમસીંગે તેને પકડી રાખ્યો હતો અને સાગર ઉર્ફે બહેરાએ નજીકમાં પડેલો મોટો પથ્થર ઉપાડી ચરકુનાગના માથામાં માર્યો હતો, તેવામાં અન્ય શ્રમિકોએ રાડા રાડ કરતાં બંને આરોપી નાસવા લાગ્યા હતા, જેમાં સાગર દોડતા દોડતા પડી ગયો હતો અને પાછો ઊભો થઇને નાસી ગયો હતો. ઘવાયેલા યુવાનને સારવાર અર્થે લઇ જવાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ પ્રકાશમાં આવતા પોલીસે દોડધામ આદરી હતી અને બંને આરોપીઓને રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અંજાર-આદિપુરમાં અંગ્રેજી દારૂ સાથે બે ઝડપયા

copy image અંજાર અને આદિપુર પોલીસે દારૂ અંગે કાર્યવાહી કરી બે શખ્સને પકડી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રૂા. 35,300નો દારૂ જપ્ત  કરવામાં આવ્યો હતો. અંજારના રામકૃષ્ણ મહાવીરનગર વિસ્તારમાં રામેશ્વર મહાદેવનાં મંદિર  નજીક મકાન નંબર 68માં રહેનાર ધ્રુવ ભટ્ટ નામનો શખ્સ પોતાના કબજાના મકાનમાં દારૂ વેચતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી.  મકાનમાંથી ધ્રુવ દિનેશ ભટ્ટની પોલીસે અટક કરી ઘરની તપાસ દરમિયાન  સીડી  ઉપરથી દારૂ શોધી કાઢ્યો હતો. અહીંથી સિગ્નેચર 750 મિ.લિ.ની 20, એન્ટીકયુટીની 750 મિ.લિ.ની આઠ, મેજિક મોમેન્ટની 750 મિ.લિ.ની 10 એમ કુલ 38 બોટલ કિંમત રૂા. 29,900નો શરાબ કબ્જે  કરવામાં આવ્યો હતો. તેને  આ માલ અંજારનો  જ સુનીલ બારોટ નામનો શખ્સ આપી ગયો હતો. હાથમાં ન આવેલા સુનીલને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી. બીજી તરફ  આદિપુરના પ્રભુદર્શન હોલ નજીક પોલીસે કાર્યવાહી કરી હતી. અહીંથી  પસાર થનાર  એક્ટિવાને રોકાવી તેની ડેકીની તપાસ  લેવામાં આવી હતી....

ફતેહગઢ કે.ડી.સી.સી બેન્કના મેનેજરે 67 લાખની ઉચાપત કરી

copy image ભચાઉ તાલુકાના ફતેહગઢ ગામની કે.ડી.સી.સી. બેન્કના મેનેજર પૈસા ઉપાડી ફરાર થઈ જવાના મામલે  રાપર પોલીસ  મથકે ફરિયાદ નોંધાઈ હતી . જો કે, આરોપી મેનેજરે કરેલી ઠગાઈનો આંકડો વધુ હોવાનું બહાર આવ્યું હતું . પ્રાપ્ત માહિતી  મુજબ આ મામલે રાપર કે.ડી.સી.સી. બેન્કના મેનેજર નરેશ પચાણભાઈ માલીએ આરોપી પ્રવીણ ભાણાભાઈ સોઢા સામે  છેતરપિંડી સહિતની કલમો હેઠળ  ફરિયાદ નોંધાવી હતી . આરોપી શાખા મેનેજર તાજેતરમાં 28 લાખની રકમ  ઉપાડીને  ફરાર  થઈ ગયો હોવાનો બનાવ બન્યો હતો. મેનેજરે લખેલી ચીઠ્ઠીના આધારે સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો. જે-તે સમયે મેનેજર દ્વારા 28 લાખની ઉચાપત કરાઈ હોવાનું બહાર આવ્યું હતું, પરંતુ મેનેજરે કુલ 67 લાખની ઉચાપત કરી  હોવાનું તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું. આરોપીએ લખેલી ચીઠ્ઠીમાં જ આ કબૂલાત કરી હતી અને તેમાં સ્ટાફનો કોઈ વાંક ન હોવાનું લખ્યું હતું. આરોપીએ સરપ્રાઈઝ ચેકિંગના બહાને મહિલા કર્મચારી પાસેથી તિજોરીની ચાવી માગી હતી. કાગળમાં જણાવ્યા પ્રમાણે આરોપીએ 26 જૂન-2024ના બચત ખાતામાંથી 39 લાખની ઉચાપત કરી હતી, જે સિન્ડી ક્રેડિટર્સ ખાતે બેચ બનાવીને જમા આપ્યા હતા અને 28 લાખ કેસ ઓછી હોવાનું જણાવ્યું હતું. કુલ 67 લાખ સટ્ટા બજારમાં ઓનલાઈન હારી ગયો હોવાનું આરોપીએ પત્રમાં જણાવ્યું હતું. આરોપીએ બન્ને બહેનના યુઝર આઈ.ડી.નો તેમની જાણ બહાર ઉપયોગ કર્યો હોવાનું લખ્યું હતું. બેન્કમાં રોકડ રકમની તપાસ કરતાં 28 લાખ ઓછા જણાયા હતા. બેન્કના સત્તાધીશોએ આરોપીની શોધખોળ કરી હતી, પરંતુ તેના કોઈ સગડ મળ્યા નથી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી .