ગાંધીધામના મચ્છુનગરમાં જુગાર રમતા ૬ શખ્સોની ધરપકડ
copy image ગાંધીધામના મચ્છુ નગરમાં આવેલી પ્રાથમિક શાળાની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં ૬ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની...
copy image ગાંધીધામના મચ્છુ નગરમાં આવેલી પ્રાથમિક શાળાની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં ૬ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની...
copy image અંજાર તાલુકાના વરસામેડી સીમમાં આવેલી એક સોસાયટીના ખુલ્લા પ્લોટમાં ટ્રકમાંથી દારૂનું કટિંગ થાય તે પહેલાં પોલીસ ત્રાટકી હતી અને એક શખ્સને પકડી પાડી રૂા. 2,88,985નો શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો. અંજારની સ્થાનિક પોલીસ એરપોર્ટ રોડ બાજુ હતી, તે દરમ્યાન વરસામેડીના અંબિકા નગર-1 વિસ્તારમાં મકાન નંબર 261 પાસે ખુલ્લા પ્લોટમાં ઊભેલી ટ્રકમાં દારૂ ભરેલો છે, જેને સગેવગે કરવાની હિલચાલ થતી હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ ત્યાં દોડી ગઈ હતી. પોલીસને જોઈ ટ્રકમાંથી કૂદી નાસવા જતાં બકુલ દલસિંઘ વસૈયા નામના શખ્સને પોલીસે દબોચી લીધો હતો. પકડાયેલો આ શખ્સ પોતે દારૂ ઊતારવાની મજૂરી કરવા આવ્યો હોવાનું અને આ દારૂનો જથ્થો ભારતનગર ગાંધીધામના પ્રકાશ ઉર્ફે ટકો મહેશ્વરીનો હોવાનું જણાવ્યું હતું. અહીં ઊભેલી ટ્રક ની તપાસ લેવાતાં ઠાંઠામાંથી દારૂની પેટીઓ નીકળી હતી. ટ્રકને અંજાર પોલીસ મથકે લઈ જઈ તેમાંથી 8 પીએમ 750 એમએલની 36, 8 પીએમની 375 ...
copy image માનકુવા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મના ગુનાનો આરોપી અટકથી બચવા માટે ફરાર હતો. જેને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં...
copy image માધાપરમાં સાંજના અરસામાં પોતાના ઘરે સાફ-સફાઈ દરમ્યાન ઈન્વેટરના સંપર્કમાં આવતાં 37 વર્ષિય યુવાન ચેતન ચંદુલાલ ભાનુશાલીને વીજળીનો જોરદાર શોર્ટ લાગતાં તેનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ માધાપરના નવાવાસના વૃંદાવન પાર્કમાં રહેતા ચેતન ભાનુશાલી સાંજના ઘરની સાફ-સફાઈ દરમ્યાન ઈન્વેટરને અડતાં તેને કરંટ લાગ્યો હતો આથી તેનો કાકાઈભાઈ દિપક ભાનુશાલી તેને સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ચેતનભાઈ મૃત્યુ પામ્યા હતા. પોસ્ટમોર્ટમ અર્થે તેને જી.કે. જનરલ હોસ્પિટલ લઈ જતાં ફરજ પરના તબીબે મૃત જાહેર...
copy image મુન્દ્રાના રહેણાક મકાનમાંથી દોઢ મહિના પહેલાં તસ્કરોએ તાળા તોડી બેડરૂમની તિજોરીમાંથી રૂ.૩.૬૫ લાખના દાગીના સહિતની મુદ્દામાલ ચોરી કરવાના...
copy image ભચાઉની સરસ્વતી સોસાયટીમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરતાં વાહનમાં ગીત વગાડવા મુદ્દે એક શખ્સે ચાલકને મારમારી ફરજમાં રૂકાવટ કરી જાતિ અપમાનિત કરતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ભચાઉના ભટ્ટપાળિયા વિસ્તારમાં રહેતા અને ભચાઉ પાલિકામાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ફરિયાદી નરશી મફાભાઈ સોલંકી સવારના અરસામાં પાલિકાનું ટ્રેક્ટર લઈને નીકળ્યા હતા. સરસ્વતી સોસાયટીમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરાઈ રહ્યો હતો. ત્યારે સરકાર દ્વારા સૂચવેલ થીમનું ગીત વાગતું હતું, ત્યારે આરોપી પરેશ બાલાશંકર મારાજના ઘર પાસે આ વાહન પહોંચતાં આરોપીએ ફરિયાદીને જાતિ અપમાનિત કરી કેમ ગીતો વગાડે છે તેમ કહી માર માર્યો હતો. ફરિયાદીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરનારા આ શખ્સ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
copy image ભુજ-ભચાઉ ધોરીમાર્ગમાં પદ્ધર નજીક બી.કે.ટી. કંપનીની સામેથી બાઇકની ચોરી થતાં ફરિયાદ નોંધાઇ હતી. પદ્ધર પોલીસ મથકે, અટલ નગરમાં રહેતા અને બી.કે.ટી. કંપનીમાં શિવા લોજિસ્ટીક કોન્ટ્રાકટમાં ફોરક્લીપના ઓપરેટર નિહાલ ગોપાલભાઇ વાણિયાએ નોંધાવેલ ફરિયાદ મુજબ રાતના અરસામાં તે પોતાની નોકરી ઉપર આવ્યા ત્યારે પિતાની ડિસ્કવર મોટરસાઇકલ જેની કિ. રૂા. 10,000વાળી બી.કે.ટી.ના ગેટ નં. 3ની સામે પાર્ક કરી હતી અને સવારે જોતાં તે ત્યાં જોવા મળી નહોતી. આમ કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવી હતી.
copy image કિડાણાની એક સોસાયટીમાં જાહેરમાં પત્તા ટીચતા છ મહિલાને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 13,400 જપ્ત કર્યા હતા. કિડાણામાં જયનગર સોસાયટીના આશાપુરા મંદિર પાસે ખુલ્લી જગ્યામાં જુગાર ચાલી રહ્યો હતો, તેવામાં અચાનક પોલીસ ત્રાટકી હતી અને જાહેરમાં પત્તા ટીંચનાર અહીંના જ આસબાઇ રાયશી મહેશ્વરી, રતનબેન રાણા વિંજોડા, નુરજાબાઇ શબ્બિર મામદ લાડક, સોનીબેન માવજી બુચિયા, કરીમાબાઇ કારા નાયક તથા જલાંબાઇ જાકીર લાડક નામની મહિલાઓની અટક કરી હતી. પકડાયેલા આ મહિલાઓ પાસેથી પોલીસે રોકડ રૂા. 13,400 તથા ગંજીપાના કબ્જે કર્યા હતા.
copy image શેર માર્કેટમાં ટ્રેડિંગની ટિપ્સ આપીને ટ્રેડિંગ કરાવતા ડિજિટલ ઠગબાજોની ભરમાર થઇ છે, ત્યારે આવા જ ઠગભગતોનો ભોગ મુંદારની જિંદાલ કંપનીના સિનિયર મેનેજર બન્યા છે. તેની સાથે 96.16 લાખની ઓનલાઇન ઠગાઇ થયાની ફરિયાદ નોંધાવી હતી . મૂળ ઉત્તરપ્રદેશ અને હાલે સમાઘોઘા રહેતા જિંદાલ કંપનીના સિનિયર મેનેજર બ્રિજેશકુમાર વાસુદેવસિંગ પટેલે પશ્ચિમ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ ગત સપ્ટેમ્બર-2023માં તેમણે ફેસબુક પર યસ વર્લ્ડ ફોરેક્સ નામની કંપનીની જાહેરખબર જોઇ લિન્ક મારફત તેમાં જોડાયા હતા, જેમાં નિષ્ણાતો સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા ટિપ્સ આપતા હતા. ફરિયાદી બ્રિજેશકુમારે વેબસાઇટ પર પોતાનું ટ્રેડિંગ ખાતું ખોલાવી તેમાં 40.83 લાખ જમા કરાવ્યા અને તેની સામે તેમને 1.10 કરોડનું રિટર્ન મળ્યું હતું, જે નાણાં ઉપાડવા ફરિયાદીએ એપમાં રિક્વેસ્ટ મોકલતાં તેમને ફોન આવ્યો હતો કે હાલ પૂરી રકમ નહીં ઉપાડી શકો, 60 લાખ ઉપાડી શકશો પરંતુ તેના ઉપર છ લાખ જીએસટી ભરવાનો થશે. ફરિયાદીએ આ જીએસટીની રકમ ભરી, પરંતુ પછી હાલ ચૂંટણી છે, સાહેબ હાજર નથી તેવા બહાના અપાયા હતા. આ બાદ ફેબ્રુઆરી-24માં બારક્લેયસ સિક્યુરિટી ગ્રુપ્સની એડ જોઇ ફરિયાદીએ ટ્રેડિંગ માટેની એપ ડાઉનલોડ કરીને તેમાં રૂા. 37.13 લાખ જમા કરાવ્યા હતા. નફા સાથે રૂપિયા ઉપાડવાની કાર્યવાહી કરતાં સિસ્ટમ એરર, સિસ્ટમ કામ ન કરતી હોવાનું કહી રૂપિયા પરત ન અપાયા. આ બાદ ફરિયાદીએ માર્ચમાં આઇસીઆઇસીઆઇ ડાયરેક્ટની એપમાં 13.18 લાખ અને એક ટ્રેડિંગ એપ ગોલ્ડમેન સચ્સમાં રૂા. 5.10 લાખ જમા કરાવી ટ્રેડિંગ કર્યું, પરંતુ આ રૂપિયા પણ...
copy image અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાંથી પોલીસે મોટાં પ્રમાણમાં દારૂનો જથ્થો પકડી પાડયો હોવાના અહેવાલ સાંપડયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ અંજાર પોલીસે વરસામેડી સીમમાં આવતી શાંતિધામ વિસ્તારમાંથી દારૂ ભરેલી નાની ટ્રક પકડી પાડી હતી. રાતના 1.30 વાગ્યાના અરસામાં પોલીસે દારૂ ભરેલાં વાહનને પોલીસ મથકે લાવી ગણતરીઓ આરંભી છે. સંભવત: 50થી વધુ દારૂની પેટી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. હાલમાં પોલીસ કાર્યવાહીમાં પરોવાયેલી હોવાથી વધુ વિગતો જાણી શકાઈ ન હતી.