Crime

ભુજની ટ્રાન્સપોર્ટ ઓફિસમાં બે કર્મચારી દ્વારા બે લાખની ઠગાઇ

copy image માધાપર ધોરીમાર્ગ પરની ટ્રાન્સપોર્ટ પેઢી પર કામ કરતા બે કર્મચારીએ ઓફિસના હિસાબમાં ગોલમાલ કરી પ્રાથમિક રીતે રૂા. 2,05,000ની ઠગાઇ  કર્યાની ફરિયાદ નોંધાઈ હતી . ત્રણ-ચાર માસ પૂર્વે આ ગોલમાલ સામે આવ્યા પશ્ચાત ભારે ઉતાર-ચઢાવ અને ફરિયાદ અરજી બાદ અંતે આ ઠગાઈને કાયદાનું સ્વરૂપ અપાયું છે.  બી-ડિવિઝન પોલીસ મથકે ટ્રાન્સપોર્ટના  વ્યવસાયીએ નોંધાવેલ ફરિયાદ મુજબ માધાપર ધોરીમાર્ગ પર શક્તિ કોમ્પ્લેક્સમાં તેમની ડી.જે.કોલ કોર્પોરેશન, જે.ડી.બલ્ક કેરીયર તથા એન.એસ. લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટની ઓફિસ આવેલી છે. ફરિયાદીની ઓફિસમાં આરોપીઓ  છેલ્લા પાંચ  વર્ષથી નોકરી કરી ફરિયાદીનો વિશ્વાસ કેળવી ફેબ્રુઆરી માસ પહેલાં અલગ-અલગ તારીખે-સમયે ઓફિસના હિસાબમાં  ગોલમાલ કરી ફરિયાદીની ટ્રકો માટે મગાવેલી બેટરીઓ, ટાયરો, ડ્રાઈવરોના પગારબિલ ઓફિસના વાઉચરથી બનાવી ડ્રાઈવરોને પગાર ન આપી પ્રાથમિક રીતે રૂા. 2,05,000ની છેતરપિંડી -ઉચાપત કરી વિશ્વાસઘાત કર્યાની  ફરિયાદ નોંધાવી  હતી . ઓફિસનાં નામે મગાવી અને વાઉચર બિલ બનાવી બેટરીઓ તથા ટાયરો આરોપીઓએ પોતાની ત્રણ ટ્રકોમાં  નાખી  દીધા હતા જેની  તપાસ  કરતાં ભોપાળું બહાર આવ્યું હતું. ફરિયાદીએ ફરિયાદમાં લખાવ્યું છે કે, હજુ પણ હિસાબોની  તપાસ ચાલુ છે જેમાં અન્ય છેતરપિંડી થયાનું સામે આવશે તો બિલબુક અને વાઉચરના આધાર રજૂ કરાશે.

મીઠી રોહર નજીક છરી બતાવી રૂ.9300ના મુદ્દામાલની ચોરી  

copy image મીઠી રોહર નજીક ઓવરબ્રિજ પાસે ટ્રેઇલરના ચાલક અને ક્લીનરને છરી બતાવી ત્રણ શખ્સે રૂા. 9300ની  મતાની  લૂંટ  ચલાવી હતી. મીઠી રોહર પુલિયાથી આગળ એ. વી.  જોશી પુલિયા પાસે છમાર્ગીય  ધોરીમાર્ગ ઉપર ગત તા. 4/6ના  રાતના આરસમાં બનાવ બન્યો હતો. હરિયાણાની ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરનાર ફરિયાદી  અને ક્લીનર  ટ્રેઇલર  લઇને દિલ્હીથી મુંદરા આવવા નીકળ્યા હતા. બનાવની રાતના આરસામાં  મીઠી રોહર નજીક ધોરીમાર્ગની  બાજુએ ઊભા  રહી આ બંને લાકડાના સ્લીપર કાઢતા હતા તેવામાં બાઇક ઉપર ત્રણ શખ્સે આવી તું ટ્રેઇલર ઠોકીને આવ્યો છે. ફરિયાદીએ ના પાડતાં એક શખ્સે છરી કાઢી ફરિયાદી પાસેથી મોબાઇલ છીનવી લીધો હતો. અન્ય બે શખ્સે ક્લીનર  પાસેથી રોકડ રૂા. 3800 તથા મોબાઇલની લૂંટ ચલાવી હતી. રૂા. 9300ની ચોરી  કારવનારા આ શખ્સો 20થી 25 વર્ષની ...

ગાંધીધામમાં જાહેરમાં પત્તા ટીંચતા છ ખેલી ઝડપાયા

copy image ગાંધીધામમાં નવી સુંદરપુરી વિસ્તારમાં જાહેરમાં પત્તા ટીંચતા છ ખેલીની પોલીસે ધરપકડ કરી રોકડ રૂા.18,580 જપ્ત કર્યા હતા.  નવી સુંદરપુરીના નવરાત્રિ ચોક નજીક ગત મોડી રાતના આરસમાં  અમુક શખ્સો ગોળ કુંડાળું  વાળી  પત્તા  ટીંચી રહ્યા હતા તેવામાં અચાનક પોલીસ ત્રાટકી હતી અને જુગાર ખેલતા  શખ્સોને ઝડપી પાડયા હતા.  પકડાયેલા  આ શખ્સો પાસેથી પોલીસે રોકડ રૂા. 18,580 જપ્ત કર્યા હતા.

પૂર્વ કચ્છના અંજારમાં આવેલ મહાવીર ડેવેલોપર્સમાં લૂંટનો બનાવ સામે આવ્યો

પૂર્વ કચ્છમાં લૂંટનો બનાવ સામે આવ્યો..પૂર્વ કચ્છના અંજારમાં આવેલ મહાવીર ડેવેલોપર્સમાં લૂંટનો બનાવ સામે આવ્યો...અજાણ્યા વ્યક્તિઓ દ્વારા 40 લાખ રૂપિયાની...

ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે વિસ્તારમાંથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પુર્વ -કચ્છ, ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં...

ગળપાદર જેલમાં મુલાકાતીએ હવાલદાર પર હુમલો કર્યો  

copy image પૂર્વ કચ્છની જિલ્લા જેલ ગળપાદરમાં કેદીને મળવા આવેલા મુલાકાતી ને મોબાઇલ બહાર રાખવાનું કહેતાં  ઉશ્કેરાયેલા  શખ્સે કોન્સ્ટેબલ ઉપર હુમલો કરી કાનના પડદા ફાડી નાખ્યા હતા.  સરકારી કર્મચારીને હાથમાં અસ્થિભંગ સહિતની ઇજાઓ પણ પહોંચી હતી. પૂર્વ કચ્છની જિલ્લા જેલ ગળપાદરમાંથી મોબાઇલ મળવા સહિતના મુદ્દે સમયાંતરે ચર્ચામાં રહેતી હોય છે તેવામાં  સાંજના આરસામાં   જેલમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા ફરિયાદી પોતાની  ફરજ ઉપર મુલાકાત  રૂમમાં  હતા ત્યારે જેલમાં રહેલા શખ્સ નો ભાઇ  તેને મળવા આવ્યો હતો, જેથી ફરિયાદીએ આ આરોપીને મોબાઇલ  બહાર જમા  કરાવી બાદમાં મુલાકાત માટે આવવાનું કહેતાં આ શખ્સ ઉશ્કેરાઇ ગયો હતો અને બે દિવસ પહેલાં મારી મા પણ મારા ભાઇને મળવા આવી હતી ત્યારે મારા ભાઈ  સાથે મુલાકાત કેમ ન કરવા આપી તેમ કહી ફરિયાદી સાથે ઝઘડો  કર્યો હતો  અને  બાદમાં ફરિયાદી ઉપર હુમલો કરી ડાબા કાનમાં લાફા ઝીંકી દીધા હતા. રાડારાડ થતાં મારા ભાઇને મળવા નહીં આપો તો જાનથી મારી નાખવાની ધમકી આપી આ ...

ગાંધીધામમાં ચેક પરતના કેસમાં આરોપીને એક વર્ષની કેદ

copy image ચેક પરતના કેસમાં  ગાંધીધામની અદાલતે એક આરોપીને તકસીરવાન ઠરાવીને એક વર્ષની સજા તથા  રૂા. 10 લાખ   ચૂકવવા હૂકુમ કર્યો હતો.   કેસની હકીકત એવી હતી કે, ફરિયાદીએ આરોપી  એ  મિત્રતામાં વર્ષ 2022માં રૂા. 5  લાખ  ઉછીના આપ્યા હતા. જેની અવેજમાં આરોપીએ આ રકમનો ચેક આપ્યો હતો.  આ  ચેક  બેંકમાંથી  પરત  થયો હતો.  જેને લઈને આરોપી સામે કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ હતી.  રજૂ થયેલા પુરવા અને દલીલોના આધારે આરોપીને  તકસીરવાન ઠરાવી આરોપીને એક વર્ષની સાદી તથા રૂા. 10 લાખ વળતર પેટે  60 દિવસમાં ચૂકવી  આપવા  આદેશ  કર્યો હતો.  

ગાંધીધામમાં 47 હજાર દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

copy image ગાંધીધામ શહેરની ખોડિયારનગર પ્રાથમિક શાળાની બાજુમાં ઊભેલી કારમાંથી પોલીસે રૂા. 47,100ના અંગ્રેજી  શરાબ  સાથે શખ્સની ધરપકડ કરાઈ હતી. બનાવમાં દારૂ આપનારા ભચાઉના શખ્સનું નામ જાહેર થયું હતું. શહેરની  ખોડિયારનગર પ્રાથમિક શાળાની બાજુમાં ઊભેલી કારમાં  શખ્સ દારૂ લઇ આવ્યો હોવાની પૂર્વ  બાતમી પોલીસને  મળી હતી. આ શખ્સ દારૂનો જથ્થો સંતાડવાની ફિરાકમાં હતો, તેવામાં અચાનક  બપોરના આરસામાં  પોલીસ  ત્રાટકી હતી અને આ શખ્સને ઝડપી પાડયો હતો. ગાડીની તપાસ લેવાતાં તેમાંથી વાઇટ લેસ વોડકા  750  એમ.એલ.ની 96 તથા 180 એમ.એલ.ના 135 ક્વાર્ટરિયાં એમ કુલ રૂા. 47,100નો શરાબ પોલીસે હસ્તગત...

મુન્દ્રા અને નખત્રાણામાં અલગ અલગ અકસ્માતોમાં બે યુવાનોનાં મોત

copy image મુન્દ્રાના રાશાપીર સર્કલની બાજુમાં સદગુરુ કોમ્પ્લેક્સ પાછળ રહેતા શખ્સે મુન્દ્રા પોલીસમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર તેમના ભાઈ રાશાપીર સર્કલથી...

ધ્રબ સર્વિસ સ્ટેશનમાં રિવર્સમાં આવતાં ટ્રેઇલર તળે અજાણ્યો શખ્સ કચડાયો

copy image મુંદરા તાલુકાનાં ધ્રબમાં સર્વિસ સ્ટેશનમાં ટ્રેઇલરની ધોલાઇ બાદ રિવર્સ લેતા  અજાણ્યો શખ્સ કચડાઇ જતા  તેનું  કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મુંદરા પોલીસ મથકે, અષ્ટ વિનાયક એન્ટરપ્રાઇઝ (એમ.યાર્ડ)ના ઇન્ચાર્જ તથા સિદ્ધિ વિનાયક લોજિસ્ટીકનું કામકાજ સંભાળતા જનાર્દનભાઇ મજેઠિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 2-6ના સાંજના આરસામાં   ટ્રેઇલરની ધોલાઇ થઇ ગયા બાદ ચાલકે ટ્રેઇલરને આગળ-પાછળ જોયા વગર રિવર્સમાં લેતા  ખાલી સાઇડમાં  ઊભેલા  અજાણ્યા  વ્યક્તિને અડફેટે લઇ ટ્રેઇલરના ટાયર તેની છાતી અને મોઢાના ભાગે ફરી વળ્યા હતા. લાલ શર્ટ  અને ભુખરા  રંગની ટ્રેક પેન્ટ પહેરેલા આ ઘાયલ શખ્સને હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. મુંદરા પોલીસે ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આ અજાણ્યા શખ્સની ઓળખ શોધવા તપાસ આદરી હતી .