Crime

વાયોરના સેવાગ્રામનાં સાત મકાનનાં તાળાં તૂટયાં : ત્રણ લાખના  મુદ્દામાલની ચોરી

copy image  ભુજની પોલીસ લાઈનને તસ્કરોએ નિશાન બનાવ્યાના બનાવના લખાણની હજુ શાહી સૂકાઈ નથી, ત્યાં ફરી એક વખત રાત થી  સવાર સુધી અબડાસાના વાયોરના સેવાગ્રામમાં તસ્કરોએ તરખાટ મચાવી સાત મકાનનાં તાળાં તોડયાં  હતાં,  જેમાં એક મકાનમાં કુલે રૂા. 2,97,000ની મતા ચોરાયાની ફકરિયાદ નોંધાઈ હતી , જ્યારે અન્ય છ મકાનના રહેવાસીઓ  રજા પર હોવાથી તેઓનાં મકાનમાંથી કેટલા મુદ્દામાલની ચોરી થઈ છે તેની વિગતો જાહેર થઈ નથી. આમ આ સામૂહિક  ચોરીનો આંક વધવાની પૂરી સંભાવના છે. અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના માઈન્સ મિકેનિકએ વાયોર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓ કંપનીની ટાઉનશિપ સેવાગ્રામમાં રહે છે.  રાતના  12 વાગ્યે રૂમના દરવાજાને તાળું મારી તેઓ  રાબેતા મુજબ પરિવાર સાથે બિલ્ડિંગની છત પર સૂવા ગયા હતા. સવારના  છ વાગ્યે પુત્ર ચાવી લઈ નીચે આવતાં  દરવાજાનું તાળું તૂટેલું હોઈ રાડારાડી કરી હતી, જેથી આખા પરિવારે નીચે આવીને જોતાં સામાન વેરવિખેર પડયું  હોવાથી ચોરી થયાનું સામે આવ્યું હતું. ફરિયાદીનાં મકાનમાં લોખંડના કબાટમાંથી સોનાંનું મંગળસૂત્ર આશરે દશ  ગ્રામ ખરીદ કિં. રૂા....

અંજાર નજીક યુવાન પાસેથી બે મોબાઈલની ચીલઝડપ

copy image અંજાર - ખેડોઈ ધોરીમાર્ગ રાયમલધામ નજીક માર્ગ બતાવવાનું કહી બે શખ્સે એક યુવાન પાસેથી રૂા. 15,000ના બે મોબાઈલની ચીલઝડપ કરી હતી. આદિપુરના 4-બી વિસ્તારમાં રહેનાર  યુવાન ગત તા. 2/6ના બપોરે જમીને અંજાર-ખેડોઈ માર્ગ પાસે આવેલા રાયમલધામ જવા નીકળ્યો હતો.  રાયમલધામ  બાજુ જવાના માર્ગે પહોંચતા આ યુવાન ઊભો રહ્યો હતો, તેવામાં સફેદ અને લાલ રંગનું મોપેડ ત્યાં આવ્યું  હતું, જેના પર બેઠેલા બે શખ્સે અમે નવા છીએ, રાયમલધામ કઈ બાજુ છે. યુવાન આંગળી ચીંધીને માર્ગ  બતાવવા જતાં તેના  બીજા હાથમાં રહેલા રૂા. 15,000ના બે મોબાઈલ  ઝૂંટવીને  આ શખ્સો નાસી ગયા  હતા. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી . 

 ખારીરોહર નજીકથી 130 કરોડનું માદક પદાર્થ જપ્ત

copy image ગાંધીધામ તાલુકાના ખારીરોહર નજીક કંડલાથી ખારીરોહર બાજુ આવતાં માર્ગની ડાબી બાજુએ  આવેલી  બાવળની  ઝાડીમાંથી રાજ્યની આતંકવાદ વિરોધી ટુકડી (એ.ટી.એસ.)એ કોકેઈનના 13 પેકેટ પકડી  પાડયા હતા. આ માદક  પદાર્થની આંતર  રાષ્ટ્રીય બજારમાં 130 કરોડની કિંમત હોવાનું જાણવા મળ્યું હતું. અગાઉ મીઠીરોહર પછવાડે  દરિયાની  ખાડીમાંથી મળી આવેલા અને  આ મળી આવેલા પેકેટમાં સમાનતા જોવા મળી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજ્યની એટીએસની ટીમ  રાતના આરસમાં  કચ્છમાં આવી ગઈ હતી. આ ટીમએ રાતથી  અહીં ધામા...

કનૈયાબે પાસે 18 હજારનાં શંકાસ્પદ ડીઝલ સાથે બે શખ્સોની ધરપકડ

copy image ભુજ તાલુકાના નવા કનૈયાબે પાસેથી ચોરાઉ કે છળકપટથી મેળવેલા શંકાસ્પદ રૂા. 18 હજારના ડીઝલના જથ્થા  સાથે શખ્સોને પદ્ધર પોલીસે પકડી પાડ્યા હતા. જ્યારે આ કામના અન્ય બે આરોપીને ઝડપવા ચક્રોગતિમાન  કર્યા  છે. પદ્ધર પોલીસને પેટ્રોલિંગ  દરમ્યાન મળેલી ખાનગી બાતમીના આધારે નવા કનૈયાબે રોડ પાસે સ્વીફટ ગાડી  સાથે  ઊભેલા બે શખ્સ  ને ચોરાઉ કે છળકપટથી મેળવેલા ડીઝલ 200 લીટર   કિ. રૂા. 18,000, સ્વીફટ...

ચંદ્રનગર ખોખરામાં ઝઘડાનું બે જૂથ વચ્ચે મનદુઃખ રાખી ધિંગાણું, ચાર ઘાયલ

copy image અંજાર તાલુકાના ચંદ્રનગર ખોખરામાં બે પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. મારામારીના આ બનાવમાં બંને પક્ષના ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી હતી. ચંદ્રનગર ખોખરાના રબારીવાસમાં રહેનાર શખ્સએ આરોપીઓ  વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી ગામમાં વડવાળા નામની પાન-મસાલાની દુકાન ચલાવે છે . ગત તા. 1/6ના સાંજના ફરિયાદી તથા તેમના મિત્ર  દુકાને હતા ત્યારે બાજુની દુકાનવાળા આરોપી  અગાઉના ઝઘડાનું  મનદુ:ખ રાખી ત્યાં આવી ફરિયાદીને લાકડી મારવા જતાં તેના મિત્રએ  હાથ આડો કરતાં તેને લાકડી લાગી હતી.  બાદમાં  આ બંનેને માર મારવામાં આવ્યો હતો. થોડીવારમાં બે શખ્સો  પણ ત્યાં આવી ધોકા વડે હુમલો કર્યો હતો. બાદમાં આરોપી   કાર લઇ આવી ફરિયાદી તથા તેના મિત્ર  પર જીવ લેવાના ઇરાદે ચડાવવા જતાં ફરિયાદી હટી ગયા હતા જ્યારે તેના મિત્રને તેમાં અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. બનાવને પગલે રાડારાડ થતાં અરોપી નાસી ગયા હતા. ઘવાયેલા આ બંનેને સારવાર અર્થે લઇ જવાયા હતા. બીજીબાજુ...

ભુજના હરિપર  પોલીસ કવાટેર્સના પાંચ ઘરનાં તાળાં તોડી 4.88 લાખના મુદ્દામાલની  ચોરી

copy image ભુજના હરિપર રોડ પોલીસ લાઇનમાં એકસાથે પાંચ ઘરનાં તાળાં તોડી ત્રણ ઘરમાંથી રૂા. 4.88 લાખના  દાગીના અને રોકડની ચોરી કરી પોલીસને રીતસરનો પડકાર ફેંક્યાનો બનાવ સામે આવ્યો છે. આ ચોરીના  પડકારરૂપ બનાવ અંગે બી-ડિવિઝન પોલીસ મથકના પી.આઇ. આર.જે. ઠુમ્મરનો સંપર્ક સાધતાં  તેમણે  જણાવ્યું  હતું  કે,  રાતથી  સવાર દરમ્યાન હરિપર રોડ સિટી પોલીસ લાઇનમાં પાંચ મકાનનાં તાળાં તૂટયાં હતાં, જેમાં ત્રણ મકાનમાં ચોરી થયાનું સામે આવ્યું હતું  અને એક ઘર માલિક બહારગામ હોવાથી તેના મકાનમાંથી કેટલી મતા ચોરાઇ છે તેની વિગતો હવે પછી મળશે. જ્યારે ત્રણેક ઘરમાંથી 4.88 લાખની મતા ચોરાઇ છે અને એક ઘરમાંથી  કંઇ ન ગયાનું  બહાર આવ્યું છે. ચોર ઇસમના સગડ મેળવવા પોલીસે પ્રયાસો આદરી દીધાનું તેમણે જણાવ્યું હતું. દરમ્યાન, શખ્સનાં  મકાનમાં થયેલી આ ચોરી અંગે તેના બનેવીએ નોંધાવેલ ફરિયાદ અનુસાર  તેમના સાળાના મકાનનો નકૂચો તોડી...

ગળપાદરમાં કારના શો રૂમના કર્મચારીઓ 37 લાખ ચાંઉ કરી ગયા

ગાંધીધામના ગળપાદરમાં આવેલા કારના શો રૂમમાં કામ કરતા ચાર કર્મચારીઓએ ગ્રાહકોના  રૂપિયા પોતાનાં  ખાતાંઓમાં જમા કરાવી બારોબાર ચાંઉ કરતાં બનાવ અંગે રૂા. 37,16,474ની ફરિયાદ પોલીસ મથકે નોંધાઇ હતી.  ગળપાદરમાં આવેલ બી. એમ. ઓટોલિન્કમાં મેનેજર તરીકે કામ કરનાર મહિલા તથા  શો રૂમમાં એકાઉન્ટન્ટ તરીકે કામ  કરતા બે શખ્સો , ગાડીઓમાં ડ્રાઇવર તરીકે કામ કરતા શખ્સ  તથા જૂની ગાડીઓનું લે-વેચનું કામ કરનાર શખ્સ  વિરુદ્ધ  પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદી તા. 27/5ના શો રૂમના બેંક ખાતાંની તપાસ કરતાં એકાઉન્ટન્ટનું કામ કરતાં શખ્સ  શો રૂમમાં આવતા ગ્રાહકોના પૈસા પોતાના સંબંધી તથા મિત્રના ખાતાંમાં જમા કરાવી દીધા હોવાનું બહાર  આવ્યું હતું. ...

કુણાઠિયા-તેરાની વીજ લાઇન પરની વાયર ચોરીનો નાસતો-ફરતો આરોપી ઝડપાયો    

copy image ત્રણેક માસ પૂર્વે ફેબ્રુઆરીના અંતમાં અબડાસા-ભાચુંડા સબ સ્ટેશનના  નલિયા-નેત્રા જતા કુણાઠિયા-તેરા રોડની વીજ લાઇન પરથી 90 હજારના  વાયરની  ચોરી થઇ હતી.  નાસતા ફરતા આરોપી મૂળ ઉત્તરપ્રદેશ હાલે ભુજ  રહેતા આરોપી  ને પેરોલ ર્ફ્લો સ્ક્વોર્ડે ભુજના જ્યુબિલી સર્કલ પાસેથી  બાતમીના આધારે ઝડપી નલિયા પોલીસને સોંપ્યો છે. 

ગાંધીધામમાં પૈસાની લેતીદેતી મુદ્દે યુવાનની હત્યા

copy image ગાંધીધામના ખોડિયાર નગર વિસ્તારમાં ખોડિયાર મંદિર પાસે પૈસાની લેતીદેતી મુદ્દે શખ્સે છરી વડે હુમલો કરી  યુવાનની  હત્યા કરી હતી. બનાવને પગલે ભારે અરેરાટી પ્રસરી હતી. ગાંધીધામના  ગોપાલપુરીમાં  રહેનાર ફરિયાદી   દીકરો   તેના  મિત્રો  રેલવે કોલોનીમાં મેદાન પાસે બેઠા હતા ત્યારે યુવાનને ફોન પર શખ્સ સાથે વાત કરી રહ્યો હતો જેમાં પૈસાની  લેતી દેતીની વાત કરી રહ્યા હતા. યુવાને તેના મિત્રોને  જણાવ્યુ કે બે શખ્સો  પાસેથી...