Crime

લાકડિયા ઓવરબ્રિજ પાસે ટ્રકની હડફેટે આવતા બાઇકચાલકનું સારવાર હેઠળ મોત

copy image રાધનપુર ધોરીમાર્ગ ઉપર લાકડિયા  ઓવરબ્રિજ નજીક ટ્રકે હડફેટે લેતાં ગંભીર ઈજાગ્રસ્ત બાઈક  ચાલકએ ચાલુ સારવારે  આંખો મીંચી લીધી હતી. ગાંધીધામ તાલુકાના અંતરજાળ પાસે અજાણ્યાં  વાહનની  ટક્કરે  શખ્સ નું મૃત્યુ થયું હતું. સૂત્રો દ્વ્રારા મળતી માહિતી મુજબ  , લાકડિયા નેશનલ હાઈવે ઓવરબ્રિજ પાસે ગત તા. 16/5ના સવારે 7.30થી 8 વાગ્યાના   અરસામાં આ બનાવ બન્યો હતો. શખ્સ  મોટરસાઈકલ  લઈને માધાપરથી વડોદરા  જવા નીકળ્યા હતા, તે દરમ્યાન ટ્રકના  ચાલકે તેમને ટક્કર મારી હતી, જેમાં શખ્સને ગંભીર પ્રકારની ઈજાઓ થતાં ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા. અહીં ચાલુ સારવારે ગત તા.18/5ના સાંજે ચાર વાગ્યાના અરસામાં તેમણે દમ  તોડયો હતો.  મૃતકના  માતા એ  અકસ્માત કરનારા ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. 

ભુજના વકીલે મથડાના વૃદ્ધની 2.50 લાખની લોન ચાંઉ કરી

copy image ભુજના વકીલે અંજાર તાલુકાના મથડાના વૃદ્ધ  સાથે 2.50 લાખની લોન સંબંધિત છેતરપિંડી  કરતાં તેની સામે  ફોજદારી ફરિયાદ નોંધાવાઈ હતી . મથડાના  વૃદ્ધએ  એ-ડિવિઝન પોલીસ  મથકે નોંધાવેલ  ફરિયાદ અનિસાર તેઓ વર્ષ 2019માં ફેબ્રુઆરીના  અંતમાં ભુજમાં આશાપુરા  રિંગરોડ  પર આવેલી વકીલની ઓફિસે  ઘરના  રિપેરિંગની લોન લેવાની કાર્યવાહી માટે ગયા  હતા અને અરજી આપી હતી, ત્યારે વકીલે  કહ્યું કે, હાલ  લોન...

ભુજના ખત્રી પરિવારનો ગમખ્વાર અક્સ્માત: માતા-પુત્રનું મોત

ભુજના ખત્રી પરિવારની કાર  બપોરના આરસામાં  પાલી પાસે પલટી ખાઈ જતાં આ ગમખ્વાર અકસ્માતમાં માતા  અને તેના પુત્રનું મોત થયું હતું, જ્યારે  શખ્સ  અને તેના ત્રણ પુત્ર ઘાયલ થયા હતા શખ્સના પરિજનો પાસે મેળવેલી  વિગતો મુજબ  સાંજના આરસામાં  મગરીબ નમાજ પઢીને શખ્સ પોતાની નવી કાર મહિન્દ્રા કંપનીની   કાર લઈને  પરિવાર સાથે અજમેર શરીફ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના દરબારમાં સલામી અર્થે નીકળ્યા હતા. ભુજના હિના પાર્ક  ખાતે રહેતા અને શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલા તથા મુંદરાથી પરણેલા શખ્સના પત્ની, પુત્રો ,સાથે ભુજથી કારમાં  નીકળ્યા બાદ ડીસા પાસે ગાડીમાં પંક્ચર થતાં પરિવાર સાથે રાત્રિ રોકાણ ડીસામાં કરી બીજા દિવસે  સવારે અજમેર  તરફ પ્રયાણ કર્યું હતું.  બપોરના...

લખુરાઈ પાસે જાહેરમાં આંકડાનો જુગાર રમતો શખ્સ ઝડપી પડાયો

copy image ભુજ તાલુકાના લખુરાઈ ચાર રસ્તા પર આવેલી ચાની લારી પાસે જાહેરમાં  જુગાર  શખ્સને પોલીસે  તેની ધરપકડ કરી તેની પાસેથી  આંકડાનું સાહિત્ય કબજે કરાયું હતું  પોલીસે આપેલી માહિતી મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ  ધરાયેલી કાર્યવાહીમાં લખુરાઈ ચાર રસ્તા પર આવેલી રોયલ ટી હાઉસ નામની ચાની લારી પાસે આંક ફરકનો  જુગાર  રમતા શખ્સને પોલીસે પકડી પાડયો હતો. તેની પાસેથી રોકડા રૂા. 320 તથા આંકડાનું સાહિત્ય કબજે કરી જુગારધારાની  કલમો તળે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ગોલ્ડલોનના નામે ફાઈનાન્સ કંપની સાથે રૂા. 33 લાખની છેતરપિંડી

copy image માધાપરમાં રહેતી અને ભુજની એક્સિસ બેંકમાં નોકરી કરતી મહિલાએ ગિરવે મૂકેલા સોનાના દાગીના છોડાવી અન્ય બેન્કમાં ગિરવે મૂકવાના...

ગાંધીધામના એસટી બસ સ્ટેશનમાંથી બાઈક ચોરાઈ

copy image ગાંધીધામના એસટી બસ સ્ટેશનમાં પાર્ક કરેલી બાઈક કોઇ ચોર ઈસમ ચોરી કરી ગયો હતો.ગાંધીધામના બી ડિવિઝન પોલીસ મથકે...

ખારીરોહરમાં વીજલોડ વિભાજનની કામગીરી કરવા ગયેલી વીજતંત્રની ટીમ ઉપર હુમલો 

copy image ગાંધીધામ તાલુકાના ખારીરોહર ગામમાં વીજલોડ વિભાજનનું કામ કરવા ગયેલી  વીજતંત્રની ટીમના બે લોકો ઉપર ચાર શખ્સોએ  હુમલો કર્યો હતો. બનાવ અંગે પોલીસ મથકે  ફરિયાદ  નોંધાઇ હતી. આદિપુર રામબાગ સબ ડિવિઝન પી.જી.વી.સી.એલ.ની ટીમ  સવારના આરસામાં  ખારીરોહર  ગામે વીજલોડ વિભાજનની કામગીરી કરવા માટે ગઇ હતી, જેમાં  ફરિયાદી  ડેપ્યુટી ઇજનેર   તથા જુનિયર ઇજનેર  કુંભારવાસમાં હતા, જ્યારે બે શખ્સ  અને ડ્રાઇવર મહાદેવ મંદિર ફળિયામાં વીજલોડ વિભાજન તથા મેન્ટેનન્સ  (રખરખાવ)ની  કામગીરી કરી રહ્યા હતા, ત્યારે ડ્રાઇવરએ ફરિયાદીને ફોન કરી એક શખ્સનાં...

આદિપુરમાં મકાનમાંથી એક લાખના શરાબના જથ્થા સાથે  શખ્સ ઝડપાયો

copy image આદિપુરમાં વોર્ડ 6-એ વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી પોલીસે રૂા. 1,02,980ના અંગ્રેજી શરાબ સાથે એક શખ્સને  પકડી પડ્યો હતો ,પરંતુ આ જથ્થો  ક્યાંથી  આવ્યો હતો  તે બહાર આવ્યું ન હોતું . આદિપુરમાં વોર્ડ 6-એ વિસ્તારમાં મેઘપર બોરીચી બાગેશ્રી સોસાયટીના શખ્સે એક મકાનમાં દારૂ સંતાડયો હોવાની પૂર્વ  બાતમીના આધારે પોલીસે 6-એના પ્લોટ નં. 69માં કાર્યવાહી કરી હતી. આ મકાનનો  દરવાજો અડધો  ખુલ્લો હતો ત્યારે પોલીસ ત્યાં પહોંચી હતી અને...

કનૈયાબે પાસે ટ્રકના  હડફેટે આવતા આધેડનું મોત

copy image ભુજ તાલુકાના કનૈયાબે ગામ નજીક માર્ગ ઓળંગતી વખતે  પૂરપાટ જતી ટ્રક હડફેટે  શખ્સ નું ગંભીર ઈજાના પગલે મોત થયું હતું. સૂત્રો દ્વારા મળતી  માહિતી મુજબ, ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર દુધઈ  તરફથી આવતા   ટ્રક  ચાલકે પૂરપાટ વાહન ચલાવી કનૈયાબે  ગામના  બસ સ્ટેશન  પાસેથી માર્ગ  ઓળંગતા શખ્સને ટક્કર મારી હતી, જેમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત  થયા હતા.  તેમને  108 ...

વરસામેડી સીમમાં ખનિજનું ઉત્ખનન કરતાં શખ્સોને રોકવા જતાં ખાણ ખનિજ વિભાગની ટીમ ઊપર પથ્થરો વડે  હુમલો : ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોધાઈ

copy image અજારનાં વરસામેડી, વીડી તથા  ગાંધીધામના મીઠી રોહર, શિણાય વગેરે અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ખનિજોનું ઉત્ખનન થઇ  રહ્યું હોવાની ફરિયાદો ઊઠી હતી .તેવામાં ગત તા. 6-5ના અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાં ગેરકાયદેસર  રીતે માટીનું ઉત્ખનન  કરતા  તત્ત્વોને રોકવા જતાં ખાણ ખનિજ વિભાગની ટીમ ઊપર છુટ્ટા  પથ્થરો વડે હુમલો કરી  કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવામાં આવી હતી. આ પ્રકરણમાં  ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ  મથકે ફરિયાદ નોંધાઇ હતી. ખાણ ખનિજ વિભાગની મદદનીશ નિયામક ફલાઇંગ  સ્કવોડની ટીમ   રાતના  આરસામાં  તપાસમાં  નીકળી હતી. આ વિભાગના માઇન્સ સુપરવાઇઝર એવા ફરિયાદી ...