Crime

ગાંધીધામમાં જાહેરમાં પત્તા ટીંચતા ચાર શખ્સો ઝડપાયા

copy image ગાંધીધામના જૂની સુંદરપુરી વિસ્તારમાં જાહેરમાં ગંજીપાના વડે નસીબ અજમાવતા ચાર  શખ્સને પકડી પાડી પોલીસે રોકડ રૂા. 5540 હસ્તગત  કર્યા હતા. ગાંધીધામના જૂની સુંદરપુરી વિસ્તારના  ગરબી ચોકમાં  રાતના આરસામા  પોલીસે કાર્યવાહી કરી હતી. અહીં જાહેરમાં પત્તા ટીંચવામાં આવી  રહ્યા હતા.તે  દરમ્યાન અચાનક પોલીસ ત્રાટકી હતી અને શખ્સોને ઝડપી પાડયા હતા. જાહેરમાં જુગાર  રમતા અને  પોલીસના હાથે પકડાયેલા આ શખ્સો  પાસેથી રોકડ રૂા. 5540 હસ્તગત કરવામાં આવ્યા હતા.

ભીમાસરમાં  શંકાસ્પદ પેટ્રોલિયમનો  6.75 લાખનો જથ્થો ઝડપાયો

copy image ભીમાસર નજીક એક પ્લોટમાંથી પોલીસે 6,75,000ના શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થના જથ્થા સાથે શખ્સને ઝડપી  પાડયો હતો. આ બનાવમાં માલ આપનારનું નામ બહાર આવ્યું હતું. .  પૂર્વ કચ્છ એસ.ઓ.જી. ની ટીમે  ભીમાસર નજીક સર્વે નંબર 405 સોમનાથ એન્ટરપ્રાઇઝમાં કાર્યવાહી કરી હતી. આ પ્લોટમાં  ઊભેલા ટેન્કરના ચાર ખાનાંની તપાસ કરાતાં તેમાંથી રૂા. 6,75,000નો શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ મળી આવ્યો હતો. ટેન્કરના વાલ્વ બોક્સમાં હોર્સ પાઇપ, એક છેડે મીટર બોક્સ, નોઝલ, વાયર વગેરે લાગેલા હોવાનું બહાર આવ્યું હતું તેમજ અન્ય વાહનોમાં આ પદાર્થ ઇંધણ તરીકે ભરતી વખતે અહીં તેલ ઢોળાયું હોવાનું પણ જણાયું હતું. આ પ્લોટનો કબજો ધરાવનાર તથા માલનો કબજો ધરાવનારા ભીમાસરના  શખ્સની પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે આ પદાર્થ  શખ્સને  વોટ્સએપ કોલ કરી આ માલ કંડલાના એસ.એસ.સી. ટર્નિનલમાંથી મગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. ભારત સરકારના પેટ્રોલિયમ, પ્રાકૃતિક ગેસ મંત્રાલય, જી.પી.સી.બી.ના નાવાંધા પ્રમાણપત્ર, અગ્નિશમનનાં સાધનો ન રાખી, સ્ટોરેજ પરવાના વગેરે ન રાખી અહીં ગેરકાયદેસરનો ધંધો કરવાના આ પ્રકરણમાં પોલીસે શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થના નમૂના લઇ પૃથક્કરણ અર્થે મોકલાવ્યા હતા..પરંતુ પોલીસે જપ્ત કરેલા શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થના પૃથક્કરણના રિપોર્ટમાં શું બહાર આવ્યું અને જે-તે પ્રકરણમાં શું પગલાં લેવામાં આવ્યા તે હજુ સુધી બહાર આવ્યું નથી. 

ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનારી  એક  યુવતી પર બળાત્કાર આચરતા શખ્સ વિરુદ્ધ પોલીસ  મથકે ફરિયાદ  નોંધાઇ

copy image અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનાર એક યુવતીને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજારતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. મેઘપર કુંભારડીની સીમમાં આવેલી એક ઝૂંપડપટ્ટી વસાહતમાં રહેનાર યુવતીને શનિદેવ મંદિર સામે રહેનાર શખ્સે `તું મને બહુ ગમે છે, તારી સાથે લગ્ન કરીશ' તેવી લાલચ આપતો હતો. છેલ્લા દોઢેક  વર્ષથી અત્યાર સુધી લગ્નના વાયદા કરી આરોપીએ યુવતી ઉપર વારંવાર તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં ભોગ બનનાર યુવતી સાથે લગ્ન ન કરી તેને બદનામ કરી નાખવાની ધમકી આપતો હતો. પોલીસે બનાવ અંગે  ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બિદડામાં લીલી ઝાડીનાં લાકડાંનો મોટો જથ્થો વન વિભાગે ઝડપી પાડ્યો

copy image માંડવી તાલુકાના બિદડા ખાતે વન વિભાગ દ્વારા ગેરકાયદેસર રીતે કપાયેલ લીલી ઝાડીના લાકડાનો જથ્થો જપ્ત કરાયો હતો. લાકડાનો જથ્થો વાહોનોમાં ભરવામાં આવતો હતો.  ચાર વાહન કામગીરી દરમ્યાન જપ્ત કરાયા હતા. કચ્છ જેવા સુકા પ્રદેશમાં મોટી માત્રામાં કોઇ જ મંજૂરી  લીધા વગર કટિંગ કરાયેલ લીલી ઝાડીનો મોટી માત્રામાં જથ્થો જપ્ત કરી વનગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાના  કર્મચારીઓ કામગીરીમાં જોડાયા હતા. વન વિભાગની આવી કાર્યવાહીના લીધે માંડવીમાં લીલી  ઝાડીનું  ગેરકાયદેસર કટિંગ અટકશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો છે. આ કામગીરી મંગળવારે હાથ ધરવામાં આવી હતી.

ભુજમાં 11 માસ પૂર્વે થયેલ ચોરીનો ભેદ ઉકેલતી LCB

copy image 11 માસ પૂર્વે ભુજની ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલ પાસેથી કારમાંથી રોકડ-મોબાઇલ કુલ કિમત રૂા. 24,000ના મુદ્દામાલના પર્સની ચોરી થઇ હતી, જેમાં બળદિયાના આરોપીને    એલસીબીએ ઝડપી આ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો . શાકભાજીના વેપારી  ગત તા. 26/6/23ના ઇન્દ્રાબાઇ ગર્લ્સ સ્કૂલ પાસે પોતાની કાર ઊભી રાખી હતી અને ખાલી સાઇડના દરવાજાનો કાચ થોડો ખુલ્લો રહી ગયો હતો, જેનો અજાણ્યા ચોરે લાભ ઉઠાવી કારમાંથી પર્સની ચોરી કરી હતી, જેમાં રોકડા રૂા. 16,000 તથા મોબાઇલ ફોન કિં. રૂા. 8000 એમ કુલે રૂા. 24,000ની ચોરી ફરિયાદ એ-ડિવિઝનમાં જે તે સમયે નોંધાવી હતી. એલસીબીની ટેકનિકલ સર્વેલન્સના આધારે બાતમી મળી કે આ ચોરીમાં ગયેલો મોબાઇલ બળદિયાનો શખ્સ  વાપરે છે અને હાલ તે મિરજાપર પાસે પરિશ્રમ કોમ્પ્લેક્સ નજીક ઊભો છે. આથી ચોરાઉ મોબાઇલ સાથે આરોપીની અટક કરવામાં આવી હતી.  આગળની કાર્યવાહી અર્થે એ-ડિવિઝન પોલીસને સોંપ્યો હતો

અંજારના ખારા પસવારિયા માર્ગ પર 77.88 લાખનો ચોરાઉ ભંગાર જપ્ત

copy image અંજારના ખારા પસવારિયા માર્ગ  પર  આવેલા એક ખુલ્લા પ્લોટમાંથી પોલીસે ચોરાઉ કે છળકપટથી  મેળવાયેલ રૂા. 77,88,000નો ભંગારનો જથ્થો હસ્તગતકર્યો હતો. . અંજારની સ્થાનિક પોલીસે   કાર્યવાહી કરી હતી. અંજાર  જીઆઈડીસીથી ખારા પસવારિયા રોડ,  ક્રેસા સ્ટીલ પાસે પ્લોટનંબર પાંચ,  નવકાર ફીડર ખુલ્લા પ્લોટમાં પોલીસ ધસી ગઈ હતી. ગાંધીધામનો શખ્સ  કંડલાથી નીકળતી ગાડીઓ સામખિયાળીની સ્ટીલ કંપનીમાં જાય તે પહેલાં ચાલકોનો સંપર્ક કરી આ પ્લોટમાં બોલાવી લોખંડનો ભંગાર ઉતરાવી લેતો હતો અને વાડામાં આ ચોરાઉ કે છળકપટથી મેળવાયેલ માલ રાખવામાં આવતો હતો. પોલીસે અહીં દોરડો પાડી  બે ડમ્પર, એક ટ્રક તથા વાડામાંથી કુલ રૂા.77,88,000નો લોખંડનો  ભંગાર હસ્તગત કર્યો હતો. સાથોસાથ બે ડમ્પર, ટ્રક, ટ્રેકટર લોડર, બાઈક, વજનકાંટો પણ કબજે  લેવામાં  આવ્યા હતા તથા અહીં હાજર મળેલા બે શખ્સોને  પકડી પાડવામાં આવ્યા  હતા . મુખ્ય આરોપી...

ચેક પરતના કેસમાં ભુજના ઓટો એડવાઇઝર એક વર્ષ માટે જેલના હવાલે

copy image ભુજના  ઓટો એડવાઇઝરને  ચેક પરતના કેસમાં  એક વર્ષની જેલની સજાનો આદેશ આપવામાં આવ્યો હતો આ કેસની ટૂંક માહિતી અનુસાર ફરિયાદીએ  મુસ્તાક ઓટો  એડવાઇઝરના માલિક  ને ધંધા માટે રૂા. 70 હજાર ઉછીના આપ્યા હતા અને આ પેટે આરોપીએ આપેલો ચેક અપૂરતાં નાણાં ભંડોળનાં કારણે પરત ફરતાં  ફરિયાદીએ ભુજની કોર્ટમાં ફરિયાદ કરી હતી, જેમાં આરોપીએ  હપ્તાની માગણી કરતાં રૂા. 10 હજાર ચૂકવ્યા બાદ બાકીની રકમ ન ચૂકવતાં ફરિયાદ આગળ ચાલી જતાં આરોપી ને એક વર્ષની સદી કેદની...

વરસામેડીમાં પોલીસે ત્રણ જુગારિઓને ઝડપી પાડ્યા

copy image અંજાર તાલુકાના વરસામેડી ગામમાં જાહેરમાં ધાણીપાસા વડે જુગાર ખેલતા ત્રણ  શખ્સોને  પોલીસે પકડી પાડી રોકડ રૂા. 89,000 હસ્તગત કર્યા   હતા. વરસામેડી ગામમાં આવેલા રામ મંદિરની બાજુમાં ખુલ્લી જગ્યામાં  બપોરના આરસામાં   જાહેરમાં જુગાર ચાલી રહ્યો હતો. તેવામાં પૂર્વ બાતમીના આધારે પોલીસ  આવી પહોંચી હતી. પોલીસને જોઈ ખેલીઓ ભાગવા લાગ્યા હતા પરંતુ પોલીસે  ત્રણ  શખ્સોને પકડી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 89,000 તથા ત્રણ મોબાઈલ એમ કુલ રૂા. 1,04,000નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો

ગાંધીધામમાં ચેક પરતના કેસમાં આરોપીને છ માસની કેદ  

copy image ગાંધીધામની એક કંપની પાસે માલ લીધા બાદ ચેક પરત ફરવાના કેસમાં આરોપીને છ માસની સજા ફટકારવામાં આવી હતી. ગાંધીધામની એસ.પી. ઇમ્પેક્ષમાંથી જે.કે. ટિમ્બર ટ્રેડર્સના માલિકે  રૂા. 25,50,591ના લાકડાં લીધા હતા. જે પૈકી રૂા. 19,93,117 બાકી નીકળતાં આરોપીએ ફરિયાદીને રૂા. 7,18,117નો ચેક આપ્યો હતો, જે બેંકમાં જમા કરવા  જતાં ચેક પરત ફર્યો હતો. દરમ્યાન આરોપી વિરુદ્ધ કોર્ટમાં કેસ કરાયો હતો. બંને પક્ષોને સાંભળ્યા બાદ ન્યાયાધીશએ આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો અને છ માસની સાદી કેદ તથા વળતર પેટે ફરિયાદીને રકમ ચૂકવી આપવા હૂકુમ કરાયો હતો. 

ભચાઉમાં સગીર કાકાએ બે વર્ષીય ભત્રીજાનું ગળું દબાવી હત્યા કરી

copy image ભચાઉના હિંમતપુરા વિસ્તારમાં રહેનાર એક વર્ષ અને 10 માસના  બાળકને દુકાને કુરકુરે અપાવવા લઇ  જઇ એક  કિશોર  કૌટુંબિક કાકાએ  બાળકનું ગળું દબાવી તેની હત્યા કરી પાણીના ખાડામાં ફેંકી દીધો હતો. માસૂમ બાળકની હત્યાના  પગલે અરેરાટી પ્રસરી હતી.  પોલીસના સ આપતાં જણાવ્યું હતું કે, મૂળ મધ્યપ્રદેશના શખ્સ છેલ્લા વીસેક વર્ષથી ભચાઉમાં રહે છે. કુલ્ફી વેચીને પેટિયું રળતા આ શ્રમિકને ત્રણ દીકરી બાદ  પુત્ર થયો હતો. હિંમતપુરા વિસ્તારમાં રહેનાર આ શ્રમિક ઉપર આભ ફાટી પડયું હતું. આ શ્રમિકના મામાનો  દીકરો  17 વર્ષીય આરોપી વારંવાર અહીં કૌટુંબિક ભાઇની મદદ માટે આવતો હતો. આ કિશોરને ફરિયાદીના  પત્ની  બાળકને તારે સંભાળવાનું  છે, તારે આ બાળકને રમાડવાનું  છે તેવું...