Crime

ખારાઈની સીમમાં મંદિરની દાન પેટીમાં અજાણ્યા ઈશમ દ્વારા તાળા તોડી ચોરી કરાઈ

copy image અબડાસા તાલુકાના ખારાઈની સીમમાં સિદ્ધેશ્વર મહાદેવ મંદિરની અજાણ્યા  ઇસમએ દાનપેટી  તોડી રોકડા રૂા. 3850ની ચોરી કર્યાનો બનાવ સામે આવ્યો હતો . ખારાઈ સીમના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પૂજારીએ  વાયોર પોલીસ મથકે   નોંધાવેલ  ફરિયાદ અનુસાર પૂજારી સાંજના આરસામાં મંદિરેથી વાયોર રાશન       લેવા ગયા હતા  રાતના   આઠેક વાગે મંદિરના ગેટ પાસે પહોંચતાં  એક ઈસમ  બાઈકથી નીકળતો જોયો હતો,  અગાઉ ક્યારેય તે ઇસમન ફરિયાદીએ જોયો નહોતો. મંદિરમાં જતાં ત્યાં લાકડાંની દાનપેટીનું તાળું  તૂટેલું હતું.  આ દાનપેટીમાં અંદાજે રૂા....

આદિપુરમાં એ ટુ ઝેડ લોજિસ્ટિક પ્રા.લિ.ની ડિસ્પેચની ઓફિસમાંથી રૂ.૯.૫૪ લાખના 13  આઈફોન  ઓની ચોરી

copy image આદિપુરમાં એમેઝોન કંપનીમાંથી ગ્રાહકના ઓર્ડર અનુસારના પાર્સલની ડિલિવરીનું કામ કરતી એ ટુ ઝેડ લોજિસ્ટિક પ્રા.લિ.ની ડિસ્પેચની ઓફિસમાંથી રૂ.૯,૫૪,૦૧૫ની...

મેઘપર બોરીચીમાં પ્લોટ બારોબાર વેચી કાઢ્યાના મુદ્દે વકીલ સહિત આઠ શખ્સો વિરુદ્ધ ફરિયાદ

અંજારના મેઘપર બોરીચીમાં ખોટું નામ અને બનાવટી દસ્તાવેજો વડે બે પ્લોટ બારોબાર વેચાણ કરવા મુદ્દે વકીલ સહિત આઠ લોકો સામે...

સામખિયાળી અને કુંભારડીમાં શરાબનો જથ્થો ઝડપાયો

copy image ભચાઉ તાલુકાના સામખિયાળીમાં રહેણાક મકાનમાંથી પોલીસે 50 હજારના કિંમતના શરાબ સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. ભચાઉ તાલુકાના...

મથડાના યુવાનને   વડોદરાની યુવતી સાથે   લગ્ન કરવા ભારે પડ્યા

copy image અંજારના મથડા ગામમાં રહેતા એક યુવાનને વડોદરાની યુવતી સાથે લગ્ન કરતાં થઈ છેતરપિંડી આ યુવતી સાથે લગ્ન કરાવી દલાલોએ   રૂા. 1,63,000 હડપ કરી જતાં ચાર મહિલા અને  સાત લોકો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી મથડા ગામે રહી ફરસાણની દુકાન ચલાવતા શખ્સે   આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. તેમના એકના એક દીકરાની સગાઈ થઈ ન હોવાથી તેમણે ગામમાં રહેતા વ્યક્તિને  અને તેના પત્નીને કોઈ છોકરી ધ્યાનમાં હોય તો જાણ કરવા કહ્યું હતું. બાદમાં દલાલ મહિલાએ કહ્યું વડોદરામાં એક શખ્સ છે જે સગાઈ-લગ્ન કરાવી આપશે, પણ બે લાખ રૂપિયા લેશે તેવું જણાવ્યુ હતું. થોડા દિવસ પછી ફરિયાદી અને...

રાપરમાં વધુ એક શખ્સ દેશી બંદૂક સાથે ઝડપાયો

copy image રાપરના ત્રંબૌ સરવાવાંઢમાં એક ખેતરમાંથી રૂા. 5000ની દેશી બંદૂક સાથે એક શખ્સને  પોલીસે પકડી પડ્યો હતો. ત્રંબૌ સરવાવાંઢમાં નર્મદા કેનાલ પાસે ખેતર ધરાવનાર એક શખ્સે   પોતાના ખેતરમાં દેશી બંદૂક સંતાડી હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. ખેતરમાં લીમડાના ઝાડ નીચે આ  શખ્સને પકડીતેને સાથે રાખી ખેતરમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન કેનાલ બાજુ આવેલી કાંટાની  વાડમાંથી દેશી બંદૂક મળી આવી હતી. રૂા. 5000ની આ દેશી બંદૂક હસ્તગત કરી શખ્સની પોલીસે અટક કરી હતી. .  આરોપીએ હથિયાર કયાંથી ખરીદયું હતું  તે બહાર આવ્યું ન હતું

ભચાઉના છાડવારા નજીક સીમમાં 4.51 લાખના વાયરની ચોરી

copy image ભચાઉના છાડવારા નજીક સીમમાં કંપની દ્વારા કેબલ નાખવાની કામગીરી ચાલી રહી હતી તે દરમ્યાન  ખુલ્લી જગ્યામાંથી તસ્કરોએ રૂા. 4,51,000ના વાયરની ચોરી  કરી હતી. આ બનાવ અંગે કંપનીના સુપરવાઈઝરએ ભચાઉ પોલીસ મથકે નોધાવેલ ફરિયાદ અનુસાર . છાડવારા ગામની સીમમાં કોશલ એનર્જી પ્રા. લિમિટેડ નામની કંપની દ્વારા પાવર પ્રોજેક્ટનું કામ ચાલી  રહ્યું છે જેથી આ  સીમમાં કેબલ નાખવાની કામગીરી ચાલી રહી હતી . આ કામગીરી માટે અહીં ડ્રમ  મૂકવામાં આવ્યા હતા  જે જુદા-જુદા ડ્રમમાં વાયર મૂકવામાં આવ્યા હતા.  ખુલ્લી જગ્યાએ મૂકવામાં  આવેલા ડ્રમમાંથી  તસ્કરોએ રૂા. 4,51,000ના 464.5 મીટર વાયરની ચોરીકરી હતી. આ બનાવ અંગે ...

મુન્દ્રામાં  જુગારના અડા પરથી પોલીસે  પાંચ ખેલીઓને પકડી પડ્યા

copy image મુન્દ્રામાં દીઆ પાર્કની બાજુમાં મકાનમાં ધમધમતા જુગારના અડા પર પોલીસે છાપો મારી પાંચ  જુગારીઓને ઝડપી લીધા હતા. મુન્દ્રા પોલીસને બાતમી મળી હતી કે, દીઆ પાર્કની બાજુમાં એક શખ્સ  મકાનમાં બહારથી ખેલીઓ બોલાવી પોતાના  ફાયદા માટે નાલ ઉઘરાવી જુગાર રમાડી રહ્યા હતા .  આ બાતમીના આધારે  સાંજે મુન્દ્રા પોલીસે દરોડો પાડતાં ગંજીપાના વડે જુગાર રમતા શખ્સોની   ધરપકડ કરી હતી.  દરોડા દરમ્યાન જુગારીઓ પાસેથી રોકડા રૂા. 34,400 તથા ત્રણ મોબાઇલ ફોન કિં. રૂા. 15,000 એમ કુલ્લે રૂા....

 મોટી ચીરઇ ગામમાં કારમાંથી 33 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો

copy image ભચાઉના મોટી ચીરઇ ગામમાં એક ઓરડી આગળ ઉભેલી ગાડીમાંથી પોલીસે રૂા. 33,750નો  શરાબનો જથ્થો હસ્તગત કર્યો હતો, પરંતુ બે શખ્સો પોલીસની  પકડથી દૂર રહ્યા હતા.  નવી મોટી ચીરઇનો શખ્સ તથા  શખ્સોએ દારૂ મંગાવી   ઓરડી બહાર ગાડીમાં રાખી તેને સગેવગે  કરવાની પેરવીમાં  હોવાની સચોટ બાતમી પોલીસને મળી હતી. જેના આધારે  પોલીસ ત્યાં પોહોચતા  બે શખ્સો હાજર મળ્યા નહોતા. ઉભેલી કારમાંથી દારૂની બોટલો તથા બિયરના ટીન  એમ કુલ 155  નંગ કિંમત  રૂા. 33,750નો શરાબ જપ્ત  કરાયો હતો. હાથમાં...

મોડવદર પુલ પર ઊભેલાં ડમ્પરમાં ટેન્કર ભટકાતાં અકસ્માત સર્જાયો : એકનું મોત બે સારવાર હેઠળ

copy image મોડવદર પુલ ઉપર બંધ પડેલા ડમ્પરમાં પાછળથી ટેન્કર ભટકાતાં ટેન્કરના ચાલકનું મોત થયું હતું જ્યારે  અન્ય બેને ઇજાઓ પહોંચી હતી. શહેરનાં જીનામ લોજિસ્ટિકનું ડમ્પર મોડવદર પુલ ઉપર બંધ પડી જતાં  ચાલકએ સુપરવાઇઝરને ફોન કર્યો હતો. બનાવના ફરિયાદી અને સુપરવાઇઝર પોતાના મિકેનિકને  લઇને ત્યાં ગયા હતા. ડમ્પરની આગળ બે શખ્સો  ઊભા હતા  ત્યારે પાછળથી આવતાં ટેન્કરના ચાલકનું વાહન આ ડમ્પરમાં ભટકાતાં ટેન્કરના ચાલકને ગંભીર  ઇજાઓ પહોંચી હતી. જેથી તેનું મુત્યુ થયું હતું. જ્યારે ટક્કરનાં કારણે ડમ્પર  આગળ વધતાં  આગળ ઊભેલા બે શખ્સોને પણ ગંભીર ઇજાઓ થતાં આ બંનેને સારવાર અર્થે લઇ જવાયા હતા.  બનાવ અંગે  પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.