Kutch

હમીરપર ખૂન કેસમાં ત્રણ ઇસમના વચગાળાના જામીન અદાલતે નકાર્યા

copy image રાપર તાલુકાના હમીરપર ગામમાં એક સાથે પાંચ લોકોની હત્યા કરવાના કેસમાં આરોપીઓ પૈકીના  ત્રણ શખ્સો  માટે કરવામાં આવેલી વચગાળાના જામીનની માગણી અદાલતે નામંજૂર કરી હતી.  ભચાઉની સેશન્સ  કોર્ટ સમક્ષ  આરોપીઓ પૈકીના ધનરાજભાઈ કરસનભાઈ ખિયાણી, દિનેશ  કરસનભાઈ કોલી અને લાખા  કોલીએ વચગાળાના  જામીન કેળવવા અરજી કરી હતી. બંને પક્ષને સાંભળીને અદાલતે વચ્ચગાળાની માગણી ઠુકરાવી દેતો નિર્ણય આપ્યો  હતો. અત્રે નોંધનીય  છે કે, એક સાથે પાંચ લોકોની હત્યાના આ કેસમાં  22 આરોપી સામે ગુનો નોંધાયા  બાદ ધરપકડ  કરાઈ હતી. આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. વચગાળાના જામીન અંગેના આ કેસની સુનાવણીમાં ફરિયાદી તરફે  વરિષ્ઠ ધારાશાત્રી ડી. વી. ગઢવી, વાય. વી. વોરા, આર. એસ. પંડયા, એ. એન. મહેતા, એચ. કે. ગઢવી તથા એસ. એસ.  ગઢવીએ હાજર રહી દલીલો કરી હતી.

ગાંધીધામમાં પોતાના ઘરમાં આંકડા લેતો ઈસમ ઝડપાયો

copy image ગાંધીધામનાં સુંદરપુરી વિસ્તારમાં ઘરની અંદર વરલી મટકાના આંકડાનો જુગાર લેતા એક શખ્સને પોલીસે  અટક કરી  તેની પાસેથી રોકડા રૂા. 4230 કબ્જે  કર્યા હતા. ગાંધીધામની સ્થાનિક પોલીસ પેટ્રોલિંગ કરતાં-કરતાં સુંદરપુરીમાં  દ્વારકા  ફર્નિચર પાસે આવેલા સુંદરપુરીમાં દશામા મંદિર પાછળ રહેનારો ગોવિંદ ઉર્ફે ટીલો માજી રાણા નામનો શખ્સ પોતાના ઘરમાં આંકડાનો જુગાર લેતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે તેના ઘરે છાપો માર્યો હતો. ઘરમાંથી ગોવિંદ ચોથાજી માજીરાણાને પકડી દરવાજા પાછળ બુટમાંથી આંકડા લખેલી ચીઠ્ઠી તથા તેના ખિસ્સામાંથી ચીઠ્ઠી કબજે કરવામાં આવી હતી. તેની પાસે આવતા ગ્રાહકો પાસેથી આંકડા લઇ પૈસા લઇને લોકોને આંકડાનો જુગાર રમાડતો હતો પકડાયેલા આ શખ્સ પાસેથી રોકડ રૂા. 4230 હસ્તગત કરવામાં આવ્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અગાઉ આવા પન્ટરો જાહેરમાં  આંકડા  લેતા હતા, હવે ઘરે બેઠા-બેઠા આંકડા લેતા થઇ ગયા હતા.

મીઠી રોહર નજીક ટેન્કરમાં આગથી કેબિન બળીને ખાખ

copy image ગાંધીધામ તાલુકાના મીઠી રોહર નજીક પાર્કિંગ પ્લોટમાં ઊભેલા ટેન્કરમાં આગ લાગતાં વાહનની  કેબિન સળગી ગઇ હતી. મીઠી રોહર નજીક પટેલ વૂડવાળી ગલીમાં આવેલા પાર્કિંગ પ્લોટ એલ.એસ.  નં. 191/પી.2, પ્લોટ નં. 278માં ગત તા. 28-6નાં ચાર વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો.  ગામની યોગેશ્વર સોસાયટીમાં રહેનાર શંકર વસ્તા બાબરિયા (આહીર)નું ટેન્કર   પ્લોટમાં પડયું હતું.  દરમ્યાન કોઇ કારણોસર આ વાહનમાં અચાનક આગ લાગી હતી, જેમાં વાહનની કેબિન સંપૂર્ણ સળગી  ગઇ હતી. બનાવમાં રૂા. 2,50,000ની નુકસાનીનો અંદાજ આંકવામાં આવ્યો હતો. પોલીસે નોંધ કરી  બનાવ  કેવી રીતે બન્યો તેની આગળની તપાસ હાથ ધરી હતી.

ભુજ, માકૂવા અને માંડવીની વાહન ચોરી અંગે કિશોર કાયદાના સંઘર્ષમાં

copy image ભુજ, માનકૂવા તથા માંડવી પોલીસ મથકમાં વાહન ચોરી અંગે નોંધાયેલા ગુનામાં સંડોવાયેલો અને કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર ઝડપાતાં વાહન ચોરીના ચાર ગુનાનો ભેદ ઉકેલાયો હતો. બી-ડિવિઝન પોલીસે એક્ટિવા  તથા ત્રણ બાઈક  જપ્ત કર્યા હતા. પ્રાપ્ત માહિતી  મુજબ, ભુજમાં થયેલી એક્ટિવા ચોરીની તપાસમાં પરોવાયેલી પોલીસને  બાતમી મળી  હતી કે, આત્મારામ સર્કલથી ભુજિયા રિંગરોડ તરફ એક ઈસમ વાહન લઈને જઈ રહ્યો હતો. પોલીસે બાતમીના આધારે હાથ ધરેલી કાર્યવાહીમાં કિશોર ઝડપાયો હતો, તેની યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતાં ભુજ,  માનકૂવા અને માંડવીમાં  પણ  તેણે વાહન ચોરી કર્યા હોવાની કબૂલાત આપી હતી. પોલીસે તેની પાસેથી કુલ ચાર  વાહન કબજે કરી કાયદેસરની  કાર્યવાહી હાથ ધરી હતી.

લેન્ડ ગ્રેબિંગના બે કેસમાં બે ઈસમના આગોતરા મંજૂર

copy image લેન્ડ ગ્રેબિંગના જુદા-જુદા બે કેસમાં બે આરોપીએ કરેલી આગોતરા જામીન મળેવવાની અરજી  ખાસ કોર્ટે  મંજૂર કરતો  હુકમ  કર્યો હતો.  ભુજ તાલુકાના  સુખપર ગામમાં  વીરજી શામજી રાબડિયા સામે પ્લોટ પર ગેરકાયદે કબજો કરી  રહેણાકનું  મકાન બનાવ્યા  અંગે રતનબેન  માવજી રાબડિયાએ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવી હતી, જે બાબતે આરોપી  વીરજીભાઈએ  પ્લોટ વડીલોપાર્જિત હોવાના આધાર-પુરાવા રજૂ કરી આગોતરા જામીન મેળવવા અરજી...

નેત્રામાં ધાણીપાસાનો જુગાર રમતા 7 ઝડપાયા

copy image  નેત્રા ગામે ફૂલવાડી વિસ્તારમાં પડ જમાવી બેઠેલા સાત શખ્સોને પકડી પડ્યા  હતા. નખત્રાણા પોલીસ મથકની ટીમ પેટ્રોલીંગમાં હતી.એ...

શિણાય નજીક નર્મદા કેનાલમાં તરતો મૃતદેહ મળી આવ્યો

copy image ગાંધીધામ તાલુકાના શિણાય કિડાણા રોડપર આવેલી નર્મદા કેનાલમાંથી એક મૃતદેહ તરતો મળી આવ્યો હતો. પોલીસે આકસ્મીક નોંધ લઈને...

સિનુગ્રાની સીમમાં શ્રમિકની હત્યા કરનારા બે ઇસમોને પકડી લેવાયા

copy image સિનુગ્રાની સીમમાં આવેલી ભાગ્યલક્ષ્મી ઈન્ફા પ્રોજેકટમાં કામ કરતા મજૂરની જૂના ઝઘડાના મનદુ:ખના કારણે બે મજૂરોએ પથ્થરના ઘા મારી...

અંજારના આશાબા વે બ્રિજ પાસે અકસ્માતમાં કોલેજીયન યુવતીનું મોત

copy image આદિપુરમાં રહેતી એક કોલેજીયન યુવતી  સવારે કોલેજ જઈ રહી હતી ત્યારે ચિત્રકૂટથી આશાબા વે બિજ રોડ પરની ભીડભાડના...

આધાર-પુરાવા વગર ચોરી-છળકપટથી મેળવેલ ગેસના બાટલાઓ સાથે આરોપીને ઝડપી પાડતી લાકડીયા પોલીસ

મે.પોલીસ મહાનિરિક્ષક ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ અને મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર...