Kutch

દીવના દરિયામાં ડૂબેલા માંડવીના યુવાનનો મૃતદેહ મળી આવ્યો

copy image માંડવીના સેવાભાવી અગ્રણી દિનેશભાઇ મણિલાલ શાહનો એકનો એક પુત્ર દીપ (ઉ.વ. 28) દીવના દરિયામાં  ડૂબ્યા  બાદ  મૃતદેહ મળતાં તેઓ ભાંગી પડયા હતા.પ્રાપ્ત માહિતી મુજબ  માંડવીનો દીપ તથા તેનો  મિત્ર હર્ષ ત્રિવેદી  બંને  સોમનાથનાં દર્શન કરી દીવ ગયા હતા. જ્યારે દરિયાકિનારે બંને ખડક પર બેઠા હતા ત્યારે એક મોટું મોજું બંનેને દરિયામાં ખેંચી લઇ ગયું હતું. હર્ષે ખડક પકડી લીધો હતો. તેણે દીપને બચાવવા પ્રયત્નો કર્યા હતા. હર્ષને તરવૈયાઓએ બહાર કાઢી તેનો  જીવ બચાવ્યો હતો. તેને માથાંમાં ટાંકા તથા પીઠમાં ઇજાઓ પહોંચી હતી જ્યારે દીપ દરિયામાં ગરક થતાં પિતા દિનેશભાઇ અને પરિજનો દીવ પહોંચ્યા હતા.  સવારના અરસામાં  નાકવા ખડક પર દીપનો  મૃતદેહ મળતાં  દિનેશભાઇએ  તેની ઓળખ કરી હતી અને મદદરૂપ થનાર સમગ્ર જાયન્ટ્સ ગ્રુપ તથા હનીફભાઇ અને તેના પરિજનો તેમજ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રનો આભાર માન્યો હતો. 

ભુજ શહેરમાં 377 ગ્રામ ગાંજા સાથે શખ્સ ઝડપાયો

copy image ભુજમાંથી 377 ગ્રામ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એસઓજીએ બાતમીના આધારે  એક શખ્સને પકડી પાડ્યો  હતો . એસ.ઓ.જી.ના હે.કો. રઘુવીરસિંહ જાડેજા તથા નરેન્દ્રસિંહ ઝાલાને સંયુક્ત ખાનગી મળેલી બાતમીના આધારે ભુજના ભીડગેટ બાજુ પીરવાળી મસ્જિદ પાસેની શેરીમાં રહેતા સિકંદર અલીમામદ ચાવડાને તેનાં મકાનમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો જેનો વજન 377 ગ્રામ કિં. રૂા. 3770 અને એક મોબાઇલ કિં. રૂા. 5000ના મુદ્દામાલ સાથે ઝડપી એ-ડિવિઝન પોલીસને  સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી . 

મુંદરામાં ઘરના નકૂચા તોડી 1.32 લાખના મુદ્દામાલની ચોરી

copy image મુંદરામાં ઘરના તાળાં તોડી અજાણ્યા ત્રણ ઇસમોએ  કબાટમાંથી રોકડ તથા દાગીના સહિત કુલ્લ 1,32,500ની ચોરી  કર્યાની ફરિયાદ નોંધાઇ હતી. મુંદરાના રિદ્ધિ-સિદ્ધિ નગરમાં રહેતા કાંતિલાલ ખીમજી ગરવાએ નોંધાવેલ  ફરિયાદ  મુજબ તેઓ તથા તેમના પત્ની અને પુત્ર કામકાજ અર્થે ગાંધીધામ ગયા હતા. ગત તા. 19/6ના રાતના ત્રણેક વાગ્યે  અન્ય પરિજનો છત પર સૂતા હતા, ત્યારે સામેવાળા પડોશી હરેશભાઇ સીજુએ ચોર-ચોરની રાડો પાડતાં પરિજનો  જાગી નીચે આવ્યા હતા. હરેશભાઇ કહ્યું કે, રૂમાલ બાંધેલા ત્રણ ચોર તમારા આંગણામાં આંટાફેરા કરતા હતા અને  રાડો પાડતા નાસી  ગયા છે. ઘરનો દરવાજો જોતાં નકૂચો તૂટેલો હતો અને કબાટનો લોક તોડી તેમાંથી રોકડા રૂા. 15,000 તથા સોનાના ત્રણ લોકેટ, આઠ વીંટી, એક બુટિયાની જોડી આમ રૂા. 1,17,500ના દાગીના એમ કુલ્લ રૂા. 1,32,500ના મુદ્દામાલની ચોરી થઇ હતી . પોલીસે ફરિયાદ નોંધી હતી અને રૂમાલ બાંધેલા ચોરો યોગેશ્વર  બાજુથી...

ખનીજ ચોરી બાબતે ખાણ ખનીજ ક્યારે થશે સતર્ક

કચ્છમાં ખનીજ ચોરીના બનાવો વધી રહ્યા છે. ખનીજ ચોરી બાબતે ખાણ ખનીજ ક્યારે થશે સતર્ક? મોટા પાયે થતી ખનીજ ચોરી...

ટાગોર રોડ પર ઓવરબ્રિજ બન્યા પછી પણ લોકો ત્રસ્ત

copy image ગાંધીધામ, આદિપુરને જોડતાં ટાગોર રોડ પર ઓસ્લો સર્કલ પર બ્રિજ બાંધવામાં આવ્યા પછી ટ્રાફિકની સમસ્યાનો હલ આવશે તેવી...

કોટડા ચેક પોસ્ટ પાસેથી પોલીસે બે આરોપીને રૂ.૪.૭૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા

copy image ખાવડા આર.ઈ. પાર્કના સોલાર પ્લાન્ટની અંદરથી ગત સોમવારની રાતના અરસામાં  આરીખાણાના બે તસ્કરો રૂ.૮.૫૦ લાખની કિંમતની એક હજાર...

અંજારના સોની વેપારી યુવાનનો રેલવે સ્ટેશને ઝેરી દવા ગટગટાવી આપઘાત

copy image અંજારની મચ્છીપીઠ વિસ્તારમાં થોડા મહિનાઓ પહેલાં બંગાળી કારીગરે કરોડોનું ફુલેકું ફેરવ્યાની ઘટનામાં અંજારના યુવા સોની વેપારીએ અંદાજે એક...

ગાંધીધામમાં સુંદરપુરી ત્રણ રસ્તે કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

copy image ગાંધીધામ પોલીસે સુંદરપુરી ત્રણ રસ્તેથી દારૂનો જથ્થો તથા ત્રણ આરોપી પકડી પાડ્યા હતા. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ પેટ્રોલીંગમાં...

મેઘપર બોરીચીની યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું

copy image અંજાર તાલુકાના મેઘપર બોરીચીની એક સોસાયટીમાં રહેનારી યુવતીને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજારાતાં અંજારના શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. મેઘપર બોરીચીની લીલાશાહ કુટિયા નજીક આવેલી એક સોસાયટીમાં રહેનારી યુવતી છેલ્લા છ મહિનાથી  આ બનાવનો ભોગ બની હતી.  અંજારની યમુના  પાર્ક સોસાયટીમાં  રહેનારા   શખ્સે યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે બળજબરી કરી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું અને બાદમાં લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. 

કોડકી નજીક થયેલા અકસ્માતમાં ઘાયલ મહિલાનું મૃત્યુ

copy image કોડકી નજીક થોડા  દિવસ પેલા શુક્રવારના રાતના કોડકીની મહિલાઓ ધાર્મિક પ્રસંગ પતાવી પગે જતી મહિલાઓને  ઇકો  ગાડીએ હડફેટે લઇ તેઓને ફંગોળી દેતાં તેમાં ગંભીર રીતે ઘવાયેલા મહિલાનુંનું  સારવાર હેઠળ  મોત નીપજ્યું  હતું . આ  કરુણ  બનાવની વિગતો મુજબ 14મીના રાતે ધાર્મિક પ્રસંગ બાદ પાંચ મહિલાઓ  પરત ઘરે જતી વેળાએ કોડકી  બાજુથી  પૂરપાટ આવતી ઇકો ...