મુન્દ્રામાં IPL ની ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા શખ્સની ધરપકડ
copy image મુંદરામાં મોબાઈલમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા શખ્સને પોલીસે પકડી પાડયો હતો. રાતે મુંદરા પોલીસને બાતમી...
copy image મુંદરામાં મોબાઈલમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા શખ્સને પોલીસે પકડી પાડયો હતો. રાતે મુંદરા પોલીસને બાતમી...
copy image પોલીસ તેમજ ત્યાં હાજર રહેલા લોકો દ્વારા મળતી માહિતી મુજબ ગત તા. 29/4ના રાતે આઠ વાગ્યાના અરસામાં ભુજ...
copy image મુંદરાના સમાઘોઘામાં રહેનાર ફરિયાદી તથા તેના મિત્રો ગત તા.22/4ના બપોરે સાણંદ બાજુ ખેડા ગામે લગ્ન પ્રસંગમાં જવા નીકળ્યા હતા.ત્યારે પોતાના મિત્રની કાર લઈને આ ત્રણેય સૂર્યા કંપનીથી થોડે આગળ અંજાર-મુંદરા ધોરીમાર્ગ ઉપર પહોંચ્યા હતા, ત્યારે આગળ જતાં એક ટ્રેઈલર ચાલકે પોતાનું વાહન અચાનક ડાબી બાજુ દબાવતાં પાછળથી આવતી કાર તેમાં ભટકાઈ હતી, જેમાં ત્રણેય મિત્રોને ગંભીર ઈજાઓ પહોંચતા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે એક શખ્સ ને મૃત જાહેર કર્યો હતો .અને અન્યોને સારવાર આપવામાં આવી હતી. અકસ્માત સર્જીને નાસી જનારા વાહન ચાલક વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ઈન્સ્ટાગ્રામમાં ગ્રુપ બનાવી, માધાપરની અનુસૂચિત જાતિની યુવતીને તેમાં એડ કરીને જાતિવાચક અપશબ્દો બોલવાના ગુનામાં અંજાર વર્ષામેડીની યુવતીએ કરેલી આગોતરા જામીન...
ગાંધીધામના રાજવી ફાટક પાસે યુવાન ગાય, ભેંસ ચરાવવા જઇ રહ્યો હતો. તે દરમાયન એક અબોલ જીવને બચાવવા જતાં આ યુવાન...
copy image વરસામેડી સ્થિત વેલસ્પન કંપનીના પ્લોટ નંબર 109, બેડશિટ પ્લાન્ટમાં અપમૃત્યુનો બનાવ બન્યો હતો. અહીં કામ કરનાર શખ્સને અચાનક ચક્કર આવતાં પડી જતાં આ શખ્સને ઈજાઓ પહોંચી હતી અને બનાવ સ્થળે જ તેનું મોત થયું હતું. આથી કામદાર આ યુવાનને સારવાર માટે લઈ જતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. . આ બે બનાવ અંગે પોલીસે નોંધ કરી બનાવ પાછળ નાં કારણો જાણવા આગળની તપાસ હાથ ધરી છે.
copy image આદિપુરના ડીસી-પાંચ વિસ્તારમાં રહેનાર વૃદ્ધાએ એસિડ પી લેતાં તેમનું મોત નીપજયું હતું . ગત તા.22/4ના તેઓ પોતાના ઘરે હતા,તે દરમ્યાન અગમ્ય કારણોસર એસિડ પી લેતાં તેમને વધુ સારવાર અર્થે ભુજની જિલ્લા સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાં સારવાર દરમિયાન તા.29/4ના ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
copy image સામખિયાળીમાં જાહેરમાં જુગાર ખેલતા સાત ખેલીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી રોકડ રૂા. 56,750 જપ્ત કર્યા હતા. કાર્યવાહી...
ભચાઉ નગરનાં હિંમતપુરાના ખાડી વિસ્તાર, બટિયા વિસ્તારના મદીના નગર, જૂનાવાડા વગેરે વિસ્તારોમાં દેશી દારૂના પોઇન્ટ તથા અમુક જગ્યાએ ભઠ્ઠીઓ ધમધમી રહી છે. રહેણાંક વિસ્તારોમાં આવા દૂષણોનાં કારણે મહિલાઓ, યુવતીઓ ઘરમાંથી બહાર નીકળી શકતી નથી. અમુક જગ્યાએ સાંગુડીઓ પડયા-પાથર્યા રહેતા હોય છે. આવા તત્ત્વોનાં કારણે અહીં મહિલાઓમાં ભયનો માહોલ છવાયો છે. આ અંગે પોલીસને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી અને તંત્રએ ચેતવણી આપતાં એકાદ-બે દિવસ આવા હાટડા બંધ રહ્યા હતા, પરંતુ આ ભઠ્ઠી થોભવાનું નામ નથી લેતી અને પોઇન્ટ તથા ભઠ્ઠીઓ પુન: શરૂ થઇ ગઇ હતી. અમુક જાગૃત યુવાનોએ જો આ ભઠ્ઠીઓ બંધ નહીં કરાય તો જનતા રેડની ધમકી આપી હતી અને રેડ દરમ્યાન સોશિયલ મીડિયા ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. અહીં દેશી દારૂ ઢીંચીને અનેક લોકો બેહાલ થયા છે. અગાઉ ભચાઉમાં જ લઠ્ઠાકાંડ સર્જાયો હતો ત્યારે પુન: આવો કાંડ સર્જાય તે પહેલા આવી તમામ ભઠ્ઠીઓ બંધ કરાવવા લોકો દ્વારા માંગ કરવામાં આવી .
copy image પતિ-પત્નીના ઝઘડાને લઇ પત્ની ચાલી જતાં તેના મનદુ:ખમાં પતિ એવા મિરજાપરના યુવાન એ આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મિરજાપરના અંબાજી મંદિર પાસે રહેતા શખ્સે આજે બપોરે તેના ઘરે પંખામાં બારીમાં બાંધવાના ઓછાડ વડે ગળેફાંસો ખાઇ લેતાં તેને સારવાર માટે તેના કાકા ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલની પોલીસ મથક માં નોંધાવેલી વિગતો મુજબ પતિ-પત્નીના ઝઘડના લીધે પત્ની ચાલી જતાં શખ્સ ને મનમાં લાગી આવતાં આ અંતિમ પગલું ભર્યું હતું. આ અંગે એ-ડિવિઝન પોલીસને જાણ કરાઇ છે.