ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા અયોધ્યા ખાતે ભંડારા ભોજન પ્રસાદનું આયોજન
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા અયોધ્યા ખાતે મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત ભગવતજીવન દાસજી, પાર્ષદ જાદવજી ભગત, પુરાણી બાલકૃષ્ણ દાસજી, કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી વિગેરે સંતોની પ્રેરણા અને માર્ગદર્શન અંતર્ગત ભંડારા ભોજન પ્રસાદ શરૂ કરવામાં આવેલ છે. જેમાં સાધુ સંતો અને ભકતોએ હજારોની સંખ્યામાં આ ભોજન પ્રસાદનો લાભ પ્રાપ્ત...