Year: 2024
ભુજ ખાતે દરિયાલાલ દેવની 851 મી જન્મ જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ
https://www.youtube.com/watch?v=DvILr2zfwmU
કચ્છ એક્સપ્રેસમાં ટ્રોલી બેગમાં દારુની મોંઘી બોટલો લઈને આવી રહેલા યુવાનને રેલવે પોલીસે ઝડપી પાડ્યો
copy image કચ્છ એક્સપ્રેસમાં ટ્રોલી બેગમાં દારુની મોંઘી બોટલો લઈને આવી રહેલા યુવાનને રેલવે પોલીસે ઝડપી પાડ્યો હતો. પોતાની ટ્રોલી...
નીલગાયને બચાવવા જતાં ટ્રક પલટી : ચાલકનું મોત
copy image અબડાસા તાલુકાના ભાનાડા પાસે ગત તા. 16/3ના નીલગાયને બચાવવા જતાં ટ્રક પલટી જતાં તેના ચાલક 34 વર્ષીય યુવાન ઘાયલ થતાં તેનું ગઈકાલે સારવાર દરમ્યાન મોત નીપજયું હતું ભુજમાં રહેતો આ યુવાન ગત તા. 16/3ના રાત્રિના અરસામાં ટ્રક લઈને જામનગર જઈ રહ્યો હતો ત્યારે ભાનાડા બસસ્ટેશન રોડ પર રસ્તા વચ્ચે નીલગાય આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં ટ્રક પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ઘાયલ યુવાનને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પચ્ચીસેક દિવસની લાંબી સારવાર કારગત ન નીવડતાં ગઈકાલે યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દીધો હતો. કોઠારા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આદિપુર અને ગાંધીધામમાં પોલીસે ક્રિકેટના સટ્ટા અંગે કાર્યવાહી કરીને બે શખ્સને ઝડપ્યા
copy image આદિપુર અને ગાંધીધામમાં પોલીસે ક્રિકેટના સટ્ટા અંગે કાર્યવાહી કરીને બે શખ્સને પકડી પાડયા હતા. આ શખ્સો પાસેથી મોબાઈલ જપ્ત કરાયા હતા. આદિપુરના રામબાગ રોડ એસ.આર.સી.ની. ઓફિસ બહાર પોલીસે ગઈકાલે રાત્રે કાર્યવાહી કરી હતી. આ ઓફિસ નજીક બાંકડા ઉપર અંતરજાળનો શખ્સ બેઠો હતો અને પોતાના મોબાઈલમાં ક્રિકેટનો ઓનલાઈન સટ્ટો રમી રહ્યો હતો. તેવામાં અચાનક પોલીસ ત્યાં આવી અને શખ્સને દબોચી લીધો હતો. આ શખ્સ પોતાના મોબાઈલમાં આઈપીએલની ગઈકાલની પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ મેચ ઉપર સટ્ટો રમી રહ્યો હતો. તેની પાસેથી રોકડ રૂા. 1250 તથા એક મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ ગાંધીધામના ચાવલાચોક નજીક શિવમંદિર પાછળ બેઠેલા એક યુવકને પોલીસે પકડી પાડયો હતો. આ શખ્સ લોટસ 365 ડોટ વિન નામની વેબસાઈટમાં બેલવિલ્લે અને કેમલરમટોન વચ્ચેની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી રહ્યો હતો. તેની પાસેથી પોલીસે મોબાઈલ જપ્ત કર્યો હતો.
ધાણીપાસા વળે જુગાર રમતા બે જુગારપ્રેમી પોલીસના સકંજામા
copy image શહેરના ભીડનાકા બહાર ધાણીપાસાનો જુગાર રમતા બે જુગારીને પોલીસે ઝડપી પાડયા હતા.બપોરના અરસામાં ભીડનાકા બહાર રોયલ હોટેલની પાછળ દેશલસર તળાવની ગલીમાં જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમતા બે યુવાનને રોકડા રૂા. 16,800ના મુદ્દામાલ સાથે એ-ડિવિઝન પોલીસે ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભુજની યુવતી સાથે ઓનલાઈન 54 હજારની ઠગાઇ
copy image ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવા વેચવાની મૂકેલી જાહેરાત જોઇ, ભુજની યુવતીએ સંપર્ક કરતાં તેની સાથે 54 હજારની ઓનલાઇન છેતરપિંડી થઇ હતી. જો કે, સાયબર ક્રાઇમ સેલ (એલસીબી)એ મદદરૂપ બની રકમ પરત અપાવી હતી. આ અંગે સાયબર ક્રાઇમ સેલ (એલસીબી)દ્વારા મળેલ માહિતી અનુસાર ભુજની યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર એક જાહેરાત જોઇ હતી, જેમાં જણાવાયું હતું કે, એક આર્મિ ઓફિસરની પોતાનાં વતનમાં બદલી થયેલ છે અને તેમને એક્ટિવા વેચવાનું છે. આથી અરજદારે સામાવાળાનો સંપર્ક કરતાં ચતુર ઠગબાજે વાતોમાં લઇને વિશ્વાસ બેસાડી અરજદાર પાસેથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરાવી કુલ રૂા. 54,143 ઓનલાઇન મેળવી લીધા ત્યાર બાદ એક્ટિવા ન આપી, અરજદારનો સંપર્ક બંધ કરી દીધો હતો. આથી યુવતીએ પોતાની સાથે ફ્રોડ થયાનું જણાઇ આવતાં તેમણે તુરંત સાયબર સેલ (એલસીબી)નો સંપર્ક કરતાં સેલે અરજદારને મદદરૂપ થઇ તાત્કાલિક પત્ર વ્યવહાર તથા ટેકનિકલ રિસોર્સના આધારે અરજદારની ગયેલી પૂરેપૂરી રકમ તેમનાં ખાતાંમાં પરત અપાવી હતી.
સાત આરોપીઓએ એકજૂથ મળી જેલમાં બંધ બુટલેગર પર હુમલો કર્યો, પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
ભરૂચની સબજેલમાં જાસૂસીકાંડમાં બંધ નામચીન બુટલેગર નયન ઉર્ફે બોબડાને જેલમાં સાત આરોપીઓએ હુમલો કરી માર મારવાની ઘટના સામે આવતા ચકચાર...
ભુજ શહેર વિસ્તારમાં આવેલ નાગોર ફાટક પાસેથી માદક પદાર્થ ગાંજા ના જથ્થા સાથે બે પુરુષ તથા એક મહિલાને ઝડપી પાડતી એલ.સી.બી. તથા એસ.ઓ.જી., પશ્ચિમ કચ્છ- ભુજ”
પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિ સાથે સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ કડક કાયદાકીય...
દારૂના જથ્થા સાથે એક ઈશમને પકળી પાડતી પદ્ધર પોલીસ
copy image પદ્ધર પોલીસ સ્ટે.નો સ્ટાફ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન ફરતા ફરતા જાબુડી ગામના બસ સ્ટેશન પાસે આવતા તેમને ખાનગી...