Month: April 2024

ભુજની રામનગરીમાં ઘરઆંગણામાં કપડાં ધોઇ રહેલી મહિલાને વીજશોક લગતા મોત નીપજયું…

 ભુજની રામનગરીમાં ઘરઆંગણામાં કપડાં ધોઇ રહેલી યુવતી  ને વીજતાર વડે લાગેલો શોક તેને ભરખી ગયો હતો. ભુજના ભુજિયાની તળેટીમાં આવેલ રામનગરીમાં હનુમાન મંદિર પાસે રહેતા મહિલા  આજે સવારે તેના ઘરના આંગણામાં કપડાં ધોઇ રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થતા જીવંત વીજતારમાં તેનો હાથ અડકી જતાં જોરદાર લાગેલા વીજશોકથી તે દૂર પટકાયાં હતાં. આ વીજશોકના પગલે તેમના પતિ તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ કરુણ બનાવનાં પગલે રામનગરીમાંથી અનેક શ્રમજીવીઓ હોસ્પિટલ ધસી આવ્યા હતા અને રુદનના પગલે વાતાવરણ ગમગીન બન્યું હતું. હતભાગી મૃતકના 12 વર્ષનાં લગ્નગાળામાં ત્રણ દીકરા છે. બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. બીજો બનાવ  ભચાઉ-સામખિયાળી વચ્ચે આડશ વગર પાર્ક કરેલી ટ્રકમાં પાછળથી બુલેટ ભટકાતાં તુણા રામપરના  એક વ્યક્તિ એ જીવ ખોયો હતો . જીવલેણ બનાવ ભચાઉ-સામખિયાળી માર્ગ ઉપર  રાત્રિના ભાગે બન્યો હતો. તુણા-રામપર રહેનાર   યુવાન ઘરેથી બુલેટ  લઇને મોરબી બાજુ જઇ રહ્યો હતો. તે ભચાઉ-સામખિયાળી વચ્ચે ખેમાબાપા હોટેલની આગળ પહોંચ્યો હતો ત્યારે આગળ ટ્રક  વાળી ઇશારો કે આડશ આપ્યા વગર ત્યાં રાહદારીઓને અડચણરૂપ થાય તેવી રીતે પડી હતી. તે દરમ્યાન બુલેટ આ વાહનમાં ભટકાતાં યુવાનને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અગે   એ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ  હતી.  બીજીબાજુ અંજારના ભીમાસરમાં ...

અંજાર-મુંદ્રા  ધોરીમાર્ગ ઉપર આગળ ઊભેલાં ટ્રક-ટ્રેઇલરમાં પાછળથી ટ્રેઇલર ભટકાતાં પાછળના વાહનના ચાલકનું મોત

copy image અંજારના વીડી નજીક અંજાર-મુંદ્રા  ધોરીમાર્ગ ઉપર આગળ ઊભેલાં ટ્રક-ટ્રેઇલરમાં પાછળથી ટ્રેઇલર ભટકાતાં પાછળના વાહનના ચાલક  નું મોત થયું હતું.  મુંદરાની સ્ટાર લોજિસ્ટિકમાં કામ કરનાર યુવાન  મુંદરાથી ટ્રેઇલર  લઇને મોરબી બાજુ જઇ રહ્યો હતો. તે વીડી નાકા નજીક પુલિયા પાસે પહોંચ્યો હતો ત્યારે આગળ ઊભેલા ટ્રક-ટ્રેઇલર  માં ધડાકાભેર અથડાતાં યુવાનને ગંભીર પ્રકારની ઇજાઓ થઇ હતી જેમાં તેનું મોત થયું હતું. જ્યારે આગળના વાહનચાલકને પણ ઇજાઓ પહોંચી હતી. બનાવ આ બનાવ અંગે  પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. વધુ એક જીવલેણ બનાવ ભચાઉ સામખિયાળી વચ્ચે ગોલ્ડન હોટેલ પાસે ધોરીમાર્ગ ઉપર સર્જો હતો. તેમજ ભચાઉ નજીક ધોરીમાર્ગ ઓળંગતા શખ્સે  ને અજાણ્યા વાહને હડફેટમાં લેતાં આ યુવાનનું મોત થયું હતું.  ગજોડમાં રહેનાર વ્યક્તિ  મુંદરાથી રાજકોટ જવા નીકળ્યા હતા. બાદમાં ભચાઉ નજીક ગોલ્ડન હોટેલમાં જમવા માટે રોકાયા બાદ તેમનો  મિત્ર...

ગાંધીધામમાં બે જગ્યાએ પોલીસે કાર્યવાહી હાથ ધરીને ક્રિકેટનો ઓનલાઇન સટ્ટો રમતા બે શખ્સની ધરપકડ

copy image ગાંધીધામ શહેરમાં બે જગ્યાએ પોલીસે કાર્યવાહી હાથ ધરીને ક્રિકેટનો ઓનલાઇન સટ્ટો રમતા બે શખ્સને પકડી પાડયા હતા. આ બે શખ્સ પાસેથી બે મોબાઇલ હસ્તગત કરવામાં આવ્યા હતા. શહેરના બેન્કિંગ સર્કલ વિસ્તારમાં ફોન બુક નામની દુકાનની સામે ઉભેલો એક શખ્સ પોતાના મોબાઇલમાં ક્રિકેટનો સટ્ટો રમતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં દોડી આવી હતી અને અહીં જાહેરમાં સટ્ટો રમતાં મેઘપર બોરીચી સ્વામિનારાયણ સોસાયટીના  શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ શખ્સે ગૂગલ ક્રોમમાં ક્રિક અડ્ડા ડોટ કોમ નામની વેબસાઇટ ખોલી તેમાં 2024-ટી-20 ક્રિકેટની મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ ઉપર સટ્ટો રમી રહ્યો હતો. ઓનલાઇન આઇ.ડી. મેળવી સટ્ટો રમતા આ શખ્સ પાસેથી રૂા. 35,000નો એક મોબાઇલ જપ્ત કરવામાં આવ્યો હતો.  તેમજ બીજી કાર્યવાહી શહેરના ઓમ સિનેમા પાસે કરવામાં આવી હતી. અહીંથી આદિપુરના નર્મદા ભવનમાં રહેનાર શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સે 11 એક્સ પ્લેયમાં ઓનલાઇન આઇ.ડી. મેળવી  રાત્રે 2024 ક્રિકેટની ટી-20ની લખનઉ જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સની મેચ ઉપર જાહેરમાં સટ્ટો રમી રહ્યો હતો. દરમ્યાન પોલીસે તેની આટક કરી  આ શખ્સ પાસેથી રૂા. 25,000નો એક મોબાઇલ જપ્ત કરવામાં આવ્યો હતો.

નખત્રાણા પોલીસે ગામની ઘરફોડી અને ભડલીમાં એરંડાની ચોરીના ભેદ ઉકેલાયા…..

નખત્રાણા પોલીસે ગામની ઘરફોડી અને ભડલીમાં એરંડાની ચોરીના ભેદ ઉકેલાયા . નખત્રાણાના નવાનગરમાં બે દિવસ પૂર્વે રાતે ઘરના તાળા તોડી કબાટની તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ સહિત રૂા. 84,900ના મુદ્દામાલની ચોરી કરનારા આરોપી  ને નખત્રાણા પોલીસે ગણતરીના કલાકોમાં ચોરી ના મુદામાલ સાથે ઝડપી આ ઘરફોડીનો ભેદ ઉકેલ્યો છે તેમજ ભડલી ગામની સીમતળમાં એક શખ્સની વાડીમાં પડેલા એરંડા કિં. રૂ. 75 હજારના માલની ચોરી થતા કરાયેલી ફરિયાદ અરજી બાદ પોલીસ તંત્રે આરોપીને  ભરેલ ટેમ્પામાં મુદામાલ સહિત પોલીસ તંત્રે પકડી પાડયો હતો. ચોરીના મુદામાલ સાથે પકડાયેલા ટેમ્પાનો માલિક  હોવાનું સામે આવ્યું છે.

ભારતીય કોસ્ટગાર્ડની દરિયામાં મોટી કાર્યવાહી પોરબંદર દરિયામાં ફરી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો  90 કિલો હેરોઈન સાથે 14 પાકિસ્તાની પકડાયા ગુજરાત ATS, NCB અને કોસ્ટગાર્ડનું ઓપરેશન થયું સફળ

 ભારતીય કોસ્ટગાર્ડની દરિયામાં મોટી કાર્યવાહી પોરબંદર દરિયામાં ફરી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો  90 કિલો હેરોઈન સાથે 14 પાકિસ્તાની પકડાયા ગુજરાત ATS,...

માંડવી તાલુકાના ગોડીયાસર ગામે બે યુવાનો ગામની રૂકમાવતી નદી માં ડૂબી જવાથી મોતને ભેટ્યા…

પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ… માંડવી તાલુકાના ગોડીયાસર ગામની રૂકમાવતી નદી માં બે યુવાનોના ડૂબી જવાની ઘટનાથી પરિવારમાં શોકની લાગણી...

પાલેઝ ગામથી ભુજ ટ્રેનમાં આવી રહેલા યુવાનની ઊંઘનો લાભ લઇ એક યુવતીએ તેની ટ્રોલી બેગની ચોરી

પાલેઝ ગામથી ભુજ ટ્રેનમાં આવી રહેલા યુવાનની ઊંઘનો લાભ લઇ એક યુવતીએ તેની ટ્રોલી બેગની ચોરી કરી હતી, જે અંગે રેલવે પોલીસે તપાસ હાથ ધરી આ યુવતીને મુદ્દામાલ સાથે પકડી પાડી હતી. નખત્રાણાના કોટડા રોહામાં રહેનાર  યુવાન પાલેઝ ગામે હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે. તે ત્યાંથી ભુજ આવવા માટે  રાત્રે સયાજીનગરી ટ્રેનમાં બેઠો હતો. મોડીરાત્રે તેને ઊંઘ આવતાં તે ઊંઘી ગયો હતો. ગાંધીધામ રેલવે મથક આવતાં જાગીને જોતાં તેની ટ્રોલી બેગ ગુમ જણાઇ હતી. બેગમાં કપડાં, બૂટ વગેરે મળીને કુલ રૂા. 7950ની મતા હતી. જે અંગે રેલવે પોલસને જાણ થતાં રેલવેના બગીચામાં શંકાસ્પદ હાલતમાં બેઠેલી મૂળ મુંબઇ હાલે માધાપરમાં રહેનાર યુવતી ની પૂછપરછ કરવામાં આવી હતી. આ યુવતી પાસેથી ફરિયાદી યુવાનની તમામ વસ્તુઓ તથા  એક વ્યક્તિનો નો પાસપોર્ટ, અન્ય ડોક્યુમેન્ટ, રોકડા રૂા. 12,500, મોબાઇલ વગેરે રૂા. 21,900થી વધુ અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મીઠીરોહરની સીમમાં પાર્કિંગમાં ઊભેલા બે ટ્રેઇલરમાંથી રૂા. 2,88,000ના આઠ પૈડાં, ડિશની તસ્કરોએ કરી ચોરી

copy image મીઠીરોહરની સીમમાં પાર્કિંગ વિસ્તારમાં ઊભેલા બે ટ્રેઇલરમાંથી રૂા. 2,88,000ના આઠ પૈડાં, ડિશની તસ્કરોએ ચોરી  કરી હતી. શહેરના ભારતનગર વિસ્તારમાં રહેનાર ફરિયાદીએ મીઠીરોહરની સીમમાં પ્રત્યક્ષ રાજ લોજિસ્ટિક એલ.એલ.પી. નામની ટ્રાન્સપોર્ટની પેઢી ચલાવે છે. આ ફરિયાદીનાં વાહનો બાજુમાં આવેલા ગઢવી પાર્કિંગમાં પાર્ક કરવામાં આવે છે. આ ખુલ્લા પાર્કિંગમાં ટ્રેઇલર પાર્ક કરવામાં આવ્યા હતા. આ બંને વાહનોમાંથી નિશાચરોએ આઠ પૈડાં અને આઠ ડિશ એમ કુલ રૂા. 2,88,000ની મતાની ચોરી કરી હતી. રાત્રિ દરમ્યાન આ બનાવ બન્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

શિરવાના વૃદ્ધ ખેડૂત સાથે  રૂા. 1.42 લાખની છેતરપીડી 

copy image માંડવી તાલુકાના શિરવાના વૃદ્ધ ખેડૂત સાથે મિત્રતા કેળવી પાર્ટી પ્લોટમાં લઇ જઇ દારૂની બોટલ સાથે ફોટા પાડી લીધા બાદ પોતે પોલીસ હોવાનું કહી દારૂના કેસમાં ફિટ કરી દેવાનો ડારો આપી વ્યવહારના મુદે  વારંવાર ટુકડે-ટુકડે રૂા. 1.42 લાખ ત્રણ શખ્સે ખંખેર્યા હતા. અંતે આ કેસમાં નકલી પોલીસ બનેલા ત્રગડીના શખ્સને પોલીસે પકડી પાડયો છે. આ સમગ્ર બાબત અંગે શિરવાના વૃદ્ધ  ખેડૂત  એ માંડવી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર   અંદાજે એકાદ વર્ષ પૂર્વે તેઓ ખરીદી માટે માંડવી આવતા ત્યારે ચાની કિટલી પર  અવારનવાર મળતાં મિત્રતા થઇ હતી. થોડા દિવસો બાદ તે તેના મિત્રના પાર્ટી  પ્લોટના ઓપાનિંગમાં મસ્કા રોડ પર લઇ ગયો હતો. જ્યાં અંદરથી દારૂની બોટલ લઇ આવ્યો હતો અને થોડીવારમાં બે અજાણ્યા શખ્સ આવ્યા હતા અને કહ્યું કે, અમે પોલીસમાં છીએ, તારા પર દારૂનો કેસ કરશું અને એકે ફરિયાદીનો દારૂની બોટલ સાથે ફોટો પાડી લીધો હતો.  તે શખ્સે  કહ્યું કે, આ પોલીસવાળા છે. તમને દારૂના કેસમાં ફસાવી દેશે. જેથી રૂા. 60 હજારનો વ્યવહાર કરવો પડશે. આથી બીજા દિવસે આરોપીને ને 60 હજાર રૂપિયા ફરિયાદીએ આપ્યા હતા. આ બાદ આજથી એકાદ માસ પૂર્વે   પોલીસવાળો બોલું છું અને તમારી ઉપર પોલીસે દારૂની રેડ કરી હતી તેમાં બે આરોપી પકડાઇ ગયા છે, હવે તમારું નામ ખૂલેલ છે. જેથી વ્યવહાર કરવો પડશે નહીંતર તમારી અટક થશે. તમારે એક લાખ આપવા પડશે. રકઝકના અંતે 30 હજાર આપવાનું નક્કી થયું અને શક્તિસિંહ લઇ ગયો હતો. તેના સપ્તાહ બાદ ફરી નકલી પોલીસ નો ફોન આવ્યો... ભુજ પોલીસ અને મોટા સાહેબને ખબર પડી ગઇ છે....