મેઘપર બોરીચીની યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું
copy image અંજાર તાલુકાના મેઘપર બોરીચીની એક સોસાયટીમાં રહેનારી યુવતીને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજારાતાં અંજારના શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. મેઘપર બોરીચીની લીલાશાહ કુટિયા નજીક આવેલી એક સોસાયટીમાં રહેનારી યુવતી છેલ્લા છ મહિનાથી આ બનાવનો ભોગ બની હતી. અંજારની યમુના પાર્ક સોસાયટીમાં રહેનારા શખ્સે યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે બળજબરી કરી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું અને બાદમાં લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.
 
                         
                         
                         
                         
                         
                         
                         
                         
                        