Breaking News

Crime News

Election 2022

ત્રંબૌમાં મુંબઈગરાના બંધ મકાનમાં નિશાચરો ત્રાટકયા

copy image રાપર તાલુકાના ત્રંબૌ ગામમાં આવેલા મુંબઈગરાના એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો તેમાંથી 15,800ની મતા ઊઠાવી ગયા હતા. નવા ત્રંબૌમાં રહેનારા ફરિયાદ  છેલ્લા 45 વર્ષથી મુંબઈમાં રહી ગાદલાંની દુકાન ચલાવતા હતા. છેલ્લા એકાદ વર્ષથી નિવૃત્ત જીવન ગાળતા હોવાનું બહાર આવ્યું હતું. ત્રંબૌમાં આવેલા તેમના મકાનમાં ગત તા.9/5થી 11/6ના અરસામાં ગમે ત્યારે તસ્કરોએ ખાતર પાડયું હતું. આ મકાનમાં ભાડે રહેતા શખ્સ  પોતાના વતન ગયા બાદ પરત આવતાં  મકાનમાં ચોરી થયાનું બહાર આવ્યું હતું. આ બંધ પડેલાં મકાનમાં કોઈ રીતે તસ્કરો અંદર ઘૂસ્યા હતા અને અંદર રૂમમાં કબાટમાંથી રોકડ રૂા.10,000 તથા માળિયાં ઉપર રાખેલી વીજ મોટર તેમજ એરકૂલર, પંખો, બાથરૂમમાંથી ગીઝર, નળ, ફુંવારા વગેરે મળીને કુલ રૂા. 15,800ની મતાની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા.  પૂર્વ કચ્છમાં વધતા જતા  ચોરીના  બનાવોથી  સ્થાનિક લોકોની સાથે હવે મુંબઈગરાઓમાં પણ ભયની લાગણી પ્રસરી હતી. અત્રે નોંધનીય  છે કે,  થોડાક દિવસો પેલા પણ ગામમાં એકી સાથે અનેક મુંબઈગરાના  બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી ઈલેક્ટ્રોનિક ઉપકરણો,  ઘરવખરીની ચોરી કરી ગયાના બનાવ બન્યા સામે આવ્યા હતા. 

ભુજના ડાડા બજારમાં જુગારના અડ્ડા પરથી નવ જુગારી પકડાયા

copy image ભુજના ડાંડા બજારના એક રહેણાંક મકાનની અગાસી પર ચાલતા જુગારના અડ્ડા પર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી પાંચ મહિલા સહિત નવ ખેલીઓને 58 હજારના મુદ્દામાલ સાથે ઝડપી સપાટો બોલાવ્યો હતો. એ-ડિવિઝનના કર્મીને બાતમી મળી હતી કે એક શખ્સ  બહારથી જુગારીઓ બોલાવી પોતાના મકાન ઉપર ખુલ્લી છત પર જુગાર રમાડી રહ્યો છે.  આ બાતમીના પગલે પોલીસે દરોડો પાડતાં તીનપતીનો જુગાર રમતા પાંચ મહિલા સહિત નવ ખેલીઓને રોકડા રૂા. 15,540, સાત મોબાઇલ કિં. રૂા. 12,500 અને એક ટુ-વ્હીલર કિ. રૂા. 30,000 એમ કુલે રૂા. 58,040ના મુદ્દામાલ  સાથે  ઝડપી  કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી. 

ચોબારીમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા નિપજાવાઇ

ભચાઉ તાલુકાના ચોબારી ગામમાં યુવતી સાથેના સંબંધ અને તેને મળવા જવા મુદ્દે બે શખ્સો એ  યુવાન  ઉપર  છરી વડે હુમલો કરી તેની હત્યા નિપજાવી હતી. હત્યાના  બનાવને પગલે ભારે અરેરાટી  પ્રસરી હતી.  ચોબારી  ગામના મોમાયમોરામાં રહેનારા યુવાનની ગત રાતના અરસામાં  દરમ્યાન ગમે ત્યારે  હત્યા  કરવામાં  આવી  હતી.  જે યુવાનની હત્યા કરાઇ છે તેની સગાઇ ચારેક મહિના અગાઉ કરવામાં આવી હતી. ખેતી કામ સાથે સંકળાયેલો  આ યુવાનનો પરિવાર ગત રાતના  વાળુ-પાણી કરીને રાત્રે અગ્યારેક વાગ્યા સુધી  પરિવારના સભ્યો  સાથે વાતચીત  કરતા હતા, બાદમાં યુવાન  પોતાના ઘરના ધાબા ઉપર સૂવા માટે ચાલ્યો ગયો હતો, જ્યારે તેના માતા-પિતા અને  બહેન આંગણામાં  તથા બનાવના ફરિયાદી અને આ યુવાનના મોટા ભાઇ  પોતાના રૂમમાં સૂવા માટે ગયા હતા. તે...

ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાની ઘટનાઓ વચ્ચે કચ્છની રણ સીમાએથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો છે

નખત્રાણા વિકાસ અધિકારી એ મોટી વિરાણી ગામે આકસ્મિક મુલાકાત લઇ ગ્રામ પંચાયતનું રેકર્ડ નિરીક્ષણ કર્યું

બળદિયામાં પરિણીતા એ શરીરે આગ ચાંપી તો સેખપીર પાસે કિશોરે અને બિદડામા યુવાને ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યો