Breaking News

Crime News

Election 2022

રાજકોટ થી પ્રસ્થાન કરી કચ્છમા 55 ખડીયા યાત્રાળુઓ ના સંઘ નુ આગમન મહેશ્વરી સમાજે માનભેર સન્માન કર્યું

ભુજ થી મુન્દ્રા વચ્ચે આવેલા બાબિયા ગામ પાસે મારૂતિ સ્વિફ્ટ ગાડી માં લાગી આગ જેમાં કોઈ જાનહાનિ નહિ

દારૂની મહેફિલ જમાવી દારૂ પિતા પાંચ ઈસમોને પકડી પાડતી મુન્દ્રા પોલીસ

copy image મુન્દ્રાની મોમાઈ કૃપા સોસાટીનાં  મકાનમાં  શરાબની મહેફિલ માણતા પાંચ શખ્સોને પોલીસે પકડી  કાયદેસરની કાર્યવાહી કરી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ  પોલીસ  કર્મચારીઓ  પેટ્રોલિંગમાં હતા, ત્યારે પોલીસ  કર્મચારીને સંયુકત ખાનગી બાતમી મળી હતી કે, મોમાઈ કૃપા સોસાયટી મકાન નંબર 16માં અમુક શખ્સો શરાબની મહેફિલ માણે છે. આ બાતમીના આધારે દરોડો પાડી મકાનમાં રહેતા શખ્સોને શરાબની મહેફિલ માણતા 10 બિયરના ખાલી ટીન અને બે અડધા ભરેલા તથા નમકીન્સ અને પાંચ મોબાઈલ  કિં. રૂા. 60,000ના મુદ્દામાલ સાથે મુન્દ્રા પોલીસે પકડી  કાયદેસરની કાર્યવાહી કરી હતી.

મેઘપરમાં ચોરાઉ ભંગાર સાથે એક ઈસમ ઝડપાયો

copy image અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાંથી પોલીસે એક શખ્સને ચોરાઉ અથવા છળકપટથી મેળવાયેલા ભંગારના  સાથે પકડી પાડયો હતો. અંજારની સ્થાનિક પોલીસ  મેઘપર બોરીચી બાજુ પેટ્રોલિંગમાં હતી,તે  દરમ્યાન આનંદ નમકીન લખેલો ટેમ્પો નંબર શંકાસ્પદ  જણાતાં તેને પોલીસે રોકાવ્યો હતો. ટેમ્પોની તપાસ  કરતાં  તેમાંથી એલ્યુમિનિયમ, કોપર, સ્ટીલ, લોખંડનો ભંગાર મળી આવ્યો હતો. આ ભંગાર અંગે વાહનચાલક  પાસેથી આધાર-પુરાવા માગતા તે આપી શક્યો ન હતો,  તેની પાસેથી રૂા. 1,53,750નો ભંગાર હસ્તગત  કરવામાં આવ્યો હતો. તેણે આ માલ ક્યાંથી મેળવ્યો તેમજ કોને આપવા જવાનો હતો અને તેની સાથે અન્ય કોણ-કોણ સામેલ છે તે સહિતની આગળની કાર્યવાહી પોલીસે  હાથ ધરી હતી .

ભુજમાં યુવાને ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુકાવ્યું

copy image ભુજના જીઆઈડીસીમાં આશાપુરા ઓઈલ મિલમાં કામ કરતા અને પાસે રહેતા  યુવાનએ ગળેફાંસો ખાઈ મોત ને વ્હાલું કર્યું હતું. મૂળ ભચાઉ તાલુકાના મનફરાના હાલે ભુજના જીઆઈડીસી આશાપુરા ઓઈલ મિલમાં રહેતો 24 વર્ષીય યુવાન  આશાપુરા ઓઈલ મિલમાં મજૂરી કામ કરતો હતો. તા.26/5ના રાતના એકથી સવારના છ વાગ્યા વચ્ચે યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમના લોખંડના એગલમાં દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ લેતાં તેમના પિતા   તેમને સારવાર  અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની  કાર્યવાહી  હાથ ધરી હતી

વાગડ પંથકમાં વધુ બે શખ્સો દેશી બંદૂક સાથે ઝડપાયા

copy image  ભચાઉ-રાપરમાં પોલીસે બે શખ્સોને બે દેશી બંદૂક સાથે  પકડી પડ્યા. ભચાઉના જૂની બંધડી  વાડીવિસ્તાર તથા રાપરના ધાડધ્રોમાં પોલીસે તપાસ હાથ ધરી  હતી. તે દરમિયાન નેરના મેવાડાનગરમાં રહેનાર શખ્સ  એ જૂની બંધડી ગામે એક શખ્સની વાડી ભાગમાં રાખી ખેતીકામ કરે છે અને આ વાડીમાં બાવળોની ઝાડીમાં દેશી  દારૂનું વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમીના આધારે એલ.સી.બી.એ કાર્યવાહી કરી હતી. દેશી દારૂ શોધવા ગયેલી  પોલીસે વાડીમાં ઓરડી પાસેથી આ શખ્સ ની ધરપકડ કરી હતી. તેને સાથે રાખી બાવળની ઝાડીમાં દારૂની શોધખોળ વચ્ચે અહીંથી દેશી ...

કેરા ગામથી પસાર થતાં ભારે ભરખમ વાહોનોથી ટ્રફિક જામ : ગામ લોકો તેમજ વાહન ચાલકો પરેશાન

કેરા ગામ વચ્ચેથી અવાર નવાર પસાર થતાં ભારે ભરખમ વાહોનોથી ગામ લોકો તેમજ વાહન ચાલકો પરેશાન ગઈ કાલે રાત્રે આ...