Breaking News

Crime News

Election 2022

તુણાના વાડીવિસ્તારમાં વીજમોટર થકી વીજશોક લાગતાં વૃદ્ધનું મોત

copy image અંજાર તાલુકાના તુણા ગામના વાડીવિસ્તારમાં વીજ મોટર ચાલુ કરવા જતાં વીજશોક લાગતાં વૃદ્ધ  નું મોત થયું હતું, તુણા ગામના વાડીવિસ્તારમાં વાડી ધરાવનારા  વૃદ્ધ સવારના આરસામાં  પોતાની વાડીએ હતા.  વૃદ્ધ  પાણી માટે વીજ મોટર ચાલુ કરવા ચાંપ દબાવવા જતાં તેમને વીજશોક લાગ્યો હતો. આ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા  વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા  ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી  હાથ ધરી હતી . 

ભચાઉમાં અકસ્માતના જુદા-જુદા બનાવમાં બે યુવાનોના મોત

copy image  ભચાઉ માર્ગ પર  અકસ્માતના જુદા-જુદા બનાવમાં જૂની મોટી ચીરઈ રેલવે બ્રિજ પર ટ્રેઈલરની ટક્કરે યુવાન નું મોત થયું હતું. જ્યારે વાંઢિયાથી લખાપર જતા રોડ ઉપર ટ્રેક્ટર ચાલકે બાઈકને હડફેટે લેતાં શખ્સને કાળ ભરખી  ગયો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી  મુજબ તા. 22/5ના બપોરના અરસામાં આ બનાવ બન્યો હતો. જૂનાવાડા ખાતે રહેતા એક શખ્સનો   પુત્ર ભઠ્ઠામાં મજૂરીકામ કરતો હતો. ઓવરબ્રિજ પાસે ટ્રેક્ટરમાં પંચર થતાં પાછળ ઊભા હતા.  તે દરમિયાન  ટ્રેઈલરના ચાલકે યુવાનને હડફેટે લેતાં ગંભીર ઈજાથી યુવાનનું મોત નીપજ્યું હતું. અકસ્માતની અન્ય ઘટના વાંઢિયા ખાતે એક...

વેકરાની બે વાડીમાંથી બોરના વાયરની તસ્કરી

copy image માંડવી તાલુકાના વેકરાની બે વાડીમાંથી પાણીના બોરના વાયર કિં. રૂા. 12 હજારની તસ્કરી  થતાં ફરિયાદ નોંધાવાઇ હતી ગઢશીશા પોલીસ મથકે રામપર (વેકરા)માં  રહેતા ખેડૂતએ નોંધાવેલી ફરિયાદ અનુસાર  વેકરાની સીમમાં સ્વામિનારાયણ મંદિરની જમીનમાં  ફરિયાદી 10 વર્ષથી વાવેતર કરે છે. રાત  થી  સવાર સુધી આ વાડીમાંથી પાણીના બોરના 40 મીટર વાયર કિં. રૂા. 8000 અને બાજુની વાડીના માલિકની વાડીમાંથી બોરનો 20 મીટર વાયર કિં. રૂા. 4000 એમ કુલે રૂા. 12,000ના વાયરની કોઇ અજાણ્યો ચોર ચોરી કરી લઈ ગયો છે  . પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી  હાથ ધરી હતી...

ભારાસરમાં પરિણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કાર્યો

copy image ભારસર ગામે  પરિણીતા  એ ગળેફાંસો ખાઇ મોત વ્હાલું કર્યું હતું.  . આ અંગે માનકૂવા પોલીસ મથકે  પરિણીતાના પતિએ નોધાવેલ ફરિયાદ  મુજબ  સવારના આરસમાં તેઓ પોતાના ઘરે સૂતા હતા ત્યારે દીકરાએ માતા અંગે પૂછતાં ફરિયાદી ઊઠીને ઘરની બહાર  ગોદામમાં તપાસ કરતાં તેમના પત્ની  પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃત લટકતા મળ્યા હતા. રાતે  બાર વાગ્યાથી સવારના આઠ વાગ્યા દરમ્યાન કોઇ પણ સમયે પરણીતાએ  કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધાનું  માનકૂવા પોલીસને...

ગાંધીધામમાં જાહેરમાં પત્તા ટીંચતા ચાર શખ્સોની  ધરપકડ 

copy image ગાંધીધામના  જૂની સુંદરપુરીમાં જાહેરમાં પત્તા ટીંચતા ચાર ખેલીઓ ને  પોલીસે ઝડપી પડ્યા  રોકડ રૂા. 15,300 હસ્તગત કર્યા હતા.  ગાંધીધામના જૂની સુંદરપુરીમાં ખેતરપાળ ફળિયામાં જાહેરમાં જુગાર ચાલી રહ્યો હતો તેવામાં અચાનક  પોલીસ ત્રાટકી  હતી અને અહીં બેઠેલા  શખ્સોને ઝડપી પડ્યા હતા. પત્તા ટીંચતા અને પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રૂા. 15,300 તથા એક મોબાઇલ હસ્તગત  કરવામાં આવ્યો હતો. 

લક્ષ્મીનારાયણ મંદિરને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવ આનંદ ઉત્સાહ અને રંગેચંગે થયો સંપન્ન