Crime

ત્રંબૌ-સરવાવાંઢમાં  દેશી બંદૂક સાથે એક વૃદ્ધની ધરપકડ

copy image રાપરના ત્રંબૌ-સરવાવાંઢના એક શખ્સને પોલીસે ઝડપી  પાડી તેની પાસેથી દેશી બંદૂક હસ્તગત  કરી  હતી. રાપરની સ્થાનિક પોલીસ ગત રાત્રે પેટ્રોલિંગમાં હતી, તે સમય દરમ્યાન ત્રંબૌ- સરવાવાંઢ નજીક નર્મદા  કેનાલ પરથી પસાર થનાર શખ્સ પાસે બંદૂક હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી,  તેવામાં સફેદ ધોતિયું, સફેદ શર્ટ પહેરીને આવતા  પોલીસે 70 વર્ષીય  વૃદ્ધની ધરપકડ કરી હતી  વૃદ્ધ પાસેથી રૂા.5000ની હાથ બનાવટની દેશી બંદૂક હસ્તગત  કરવામાં આવી હતી. આ વૃદ્ધ બંદૂક કયા  ઉપયોગમાં લેતો હતો તથા કોની પાસેથી બંદૂક લીધી હતી તે બહાર આવ્યું નહોતું.જે  અંગે...

અંજાર આદિપુર અને ગાંધીધામમાં ખુલ્લે આપ દેશી તથા વિદેશી દારૂ નો વેચાણ

અંજાર આદિપુર અને ગાંધીધામમાં ખુલ્લે આપ દેશી તથા વિદેશી દારૂ નો વેચાણ આ કોની મહેરબાનીથી અનેક રજૂઆતો છતાં આ હાટડાઓ...

કચ્છમાં  અપમૃત્યુના અલગ-અલગ  ચાર બનાવો

નખત્રાણાના આણંદસર બાઇક પરથી આકસ્મિક રીતે પડી ગયા  બાદ ઇજાના પગલે શખ્સનું મોત થયું : નખત્રાણાના આણંદસર શખ્સ ગત તા. 5  2ના બાઇક પરથી આકસ્મિક રીતે પડી ગયા  બાદ ઇજાના પગલે પથારીવશ  થયા  બાદ  તેમનું મોત થયું  હતું આણંદસર  ખાતે રહેતા  શખ્સ ગત તા. 5-2ના મોટર સાઇકલ લઇને આવતા હતા દેશલપર  પાસેની શાળા  નજીક આકસ્મિક રીતે પડી જતા  તેઓને શરીરમાં ગંભીર ઇજાઓ પહોચતાભુજની  ખાનગી હોસ્પિટલમાં દોઢેક માસસુધી દાખલ રહી સારવાર બાદ પથારી પર આરામ કરવા ...

ભુજની ઓરિએન્ટ કોલોનીમાં બે કારમાંથી બેટરીઓની  તસ્કરી

copy image ભુજના પોશ વિસ્તારમાં ચોરીના બનાવો વધ્યાની ફરિયાદ  ઓરિએન્ટ કોલોનીમાં બે કારમાંથી બેટરી જેની  કિં. રૂા. 10,000ની તસ્કરી થયાની ફરિયાદ નોંધાઈ હતી ઓરિએન્ટ કોલોનીમાં રહેતા વેપારીએ  નોંધાવેલી ફરિયાદ અનુસાર  તા. 17/5ના મધ્ય રાતે બે અજાણ્યા ઈસમોએ મોટર સાઈકલથી આવીને જનરલ પાર્કિંગમાં  રાખેલી ફરિયાદીની બે કારમાંથી બેટરીઓ  જેની કિં. રૂા. 10,000વાળી કાઢીને ચોરી કરી હતી. જ્યારે આ...

દુધઈના ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતાં રંગે હાથ ઝડપાયો

copy image  દુધઈના ગ્રામ પંચાયતમાં વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કરાર આધારિત  નોકરી કરનારા કર્મચારીને રિશ્વત વિરોધી બ્યૂરોએ રૂા. 2000ની લાંચ લેતાં પકડી  પાડયો હતો. આ બનાવના ફરિયાદીને તેમના માતા-પિતા દ્વારા વારસાઈમાં જમીન મળી હતી અને  ફરિયાદી જમીનના ખેડૂત ખાતેદાર હોવાથી ભારત સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના સહાય મેળવવા માટે દુધઈ ગ્રામ પંચાયતના વી.સી.ઈ. ને મળ્યા હતા. આ આક્ષેપિત  આરોપીએ ફરિયાદી પાસે તેમનું ફોર્મ ભરી આપી અને કાર્યવાહી કરવાની અવેજીમાં ફરિયાદી પાસેથી રૂા.2000ની લાંચની માંગ કરી હતી, પરંતુ ફરિયાદી ખેડૂત લાંચની આ રકમ આપવા ન માગતા હોવાથી તેમણે ગાંધીધામમાં પૂર્વ કચ્છ એસીબીનો સંપર્ક કરી  પોતાની ફરિયાદ આપી હતી જેના આધારે એસીબીએ આજે લાંચનું છટકું ગોઠવ્યું હતું. ફરિયાદીએ   કરાર આધારિત કર્મચારીનો સંપર્ક કરી હેતુલક્ષી વાત કરી તેમનું ફોર્મ ઓનલાઈન ભરી આપવા જણાવ્યું હતું. દુધઈ ગ્રામ પંચાયતના ઈ-ગ્રામ કેન્દ્ર કોમ્પ્યુટર રૂમમાં હાજર આક્ષેપિત આરોપીએ કામ કરવાની અવેજીમાં લાંચના રૂા. 2000 સ્વીકારતાં એસીબીએ આ કર્મચારીને રંગે હાથ ઝડપી લીધો  હતો.  

ગુજરાત એ.ટી.એસની સફળ કામગીરી : અમદાવાદ એરપોર્ટ પર ચાર આતંકવાદીઓની અટકાયત

ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષકને ગત તા.18/5ના ખાનગી રાહે બાતમી મળેલ કે, મોહમ્મદ નુસરથ, મોહમ્મદ નફરાન,મોહમ્મદ રસદીન અને મોહમ્મદ ફારિસ આમ...

ભચાઉમાં ધોળા  દિવસે   મકાનનાં તાળાં તોડી કુલ રૂા. 47,000ની ચોરી  

copy image ભચાઉના ફૂલવાડી વિસ્તારમાં આવેલા એક બંધ મકાનનાં બપોરના આરસામાં   તસ્કરોએ તાળાં તોડી મકાનમાંથી રૂા. 47,000ના દાગીના, રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી. ભચાઉના ફૂલવાડી વિસ્તારમાં રહેતા અને શહેરમાં એસ માર્ટ નામનો મોલ  ચલાવતા શખ્સનાં  મકાનમાં  ઇસમોએ  હાથ માર્યો હતો. ગત તા. 11/5ના ફરિયાદી અને તેમના પત્ની  બપોરના અરસામાં બહાર ગયા હતા અને ફરિયાદી મોલ ઉપર ગયા હતા, જ્યારે તેમના પત્ની પરત આવતાં તેમનાં બંધ મકાનના રસોડાનો દરવાજો ખુલ્લો જણાતાં તેમણે પોતાના પતિને ફોન કરતાં તે પોતાનાં ઘરે દોડી આવ્યા હતા. મકાનના મેઇન દરવાજાનાં તાળાં તોડી અંદરથી  ચોરી કરનારા તસ્કરોએ અંદરથી મેઇન  દરવાજો બંધ કરી નાખ્યો હતો અને બાદમાં રસોડાના દરવાજા ખોલીને નાસી ગયા હતા. દિવસના બપોરના આરસમાં  અંદર ઘૂસેલા તસ્કરોએ કબાટ અને તિજોરીનાં ખાનાં તોડી તેમાંથી રોકડ રૂા. 15,000 તથા ચાર ગ્રામની સોનાની લેડિઝ વીંટી, ચાંદીનું મંગળસૂત્ર તથા બે જોડી ચાંદીના સાંકડા એમ કુલ રૂા. 47,000ની ...

ધ્રોબાણાનાં ખેતરમાં ઝાડમાં યુવાને ફાંસો ખાઇ આપઘાત

copy image ભુજના સરહદી ગામ ધ્રોબાણાના હુસેનીવાંઢમાં રહેતા 20 વર્ષીય યુવાનએ ખેતરમાં જારના ઝાડમાં ફાંસો ખાઇ મોતને વ્હાલું કર્યું હતું. ખાવડા પોલીસ મથકે મૃતકના પિતાએ જાહેર કરેલી વિગતો અનુસાર   બપોરે 12 વાગ્યે જમીને યુવાન  સૂવા માટે ગયો હતો. બપોરના  ત્રણેક વાગ્યે તેના પિતાએ યુવાનને  ખેતરમાં જારના ઝાડમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોયો હતો, આથી યુવાન ને સારવાર માટે ખાવડાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતો . ખાવડા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી યુવાન ના મરણ પાછળના કારણો જાણવા કાર્યવાહી હાથ ધરી હતી .

અબડાસામાં પવનચક્કીના ટાવર્સમાંથી 17 હજારના વાયરની ચોરી

copy image અબડાસાના ઐડાની સીમમાં એનટીપીસી કંપનીની પવનચક્કીના ટાવર્સમાંથી રૂા. 17,410ની કિંમતના વાયરની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ હતી . ગત તા. 8/4/24થી 8/5/24 આ ચોરી અંગે  આર્મ ટ્રેક સિક્યુરિટી સર્વિસના સુપરવાઇઝર ઓફિસરે વાયોર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર પવનચક્કીના બે ટાવરમાંથી અલગ-અલગ વાયર જેની કિં. રૂા. 17,410ની કોઇ અજાણ્યો ઈસમ  ચોરી કરી લઇ ગયો હતો . પોલીસે ચોરીની ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી .

કણખોઈ ગામમાં દેશી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો

copy image ભચાઉના કણખોઈ ગામની એક વાડીમાંથી પોલીસે દેશી બંદૂક સાથે શખ્સને  પકડી પડ્યો હતો કણખોઈ ગામના વાડી વિસ્તારમાં રહેનાર શખ્સેપોતાની વાડીમાં બંદૂક સંતાડી રાખી હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે આ વાડીમાં કાર્યવાહી કરી હતી. આરોપીને સાથે રાખી કાચા મકાનના પાછળના ભાગે ખુલ્લા વાડામાં કોથળામાં તપાસ કરતાં  રૂા. 3000ની દેશી બંદૂક જપ્ત કરવામાં આવી હતી. આરોપીએ પાસે  બંદૂક કોની પાસેથી લીધેલ હતી તથા તેણે કેવા ઉપયોગ માટે બંદૂક રાખી હતી? , તે કાંઈ બહાર આવ્યું નહોતું. જેની આગળની  કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી .