Crime

આદિપુર અને ગાંધીધામમાં પોલીસે ક્રિકેટના સટ્ટા અંગે કાર્યવાહી કરીને બે શખ્સને ઝડપ્યા

copy image આદિપુર અને ગાંધીધામમાં પોલીસે ક્રિકેટના સટ્ટા અંગે કાર્યવાહી કરીને બે શખ્સને પકડી પાડયા હતા. આ શખ્સો પાસેથી મોબાઈલ જપ્ત કરાયા હતા. આદિપુરના રામબાગ રોડ એસ.આર.સી.ની. ઓફિસ બહાર પોલીસે ગઈકાલે રાત્રે કાર્યવાહી કરી હતી. આ ઓફિસ નજીક બાંકડા ઉપર અંતરજાળનો  શખ્સ બેઠો હતો અને પોતાના મોબાઈલમાં ક્રિકેટનો ઓનલાઈન સટ્ટો રમી રહ્યો હતો. તેવામાં અચાનક પોલીસ ત્યાં આવી અને શખ્સને દબોચી લીધો હતો. આ શખ્સ પોતાના મોબાઈલમાં  આઈપીએલની  ગઈકાલની  પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ મેચ ઉપર સટ્ટો રમી રહ્યો હતો.  તેની પાસેથી રોકડ રૂા. 1250 તથા એક મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો હતો.  તેમજ ગાંધીધામના ચાવલાચોક નજીક શિવમંદિર પાછળ બેઠેલા એક યુવકને પોલીસે  પકડી  પાડયો હતો. આ શખ્સ લોટસ 365 ડોટ વિન નામની વેબસાઈટમાં બેલવિલ્લે અને કેમલરમટોન વચ્ચેની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી રહ્યો હતો. તેની પાસેથી પોલીસે મોબાઈલ જપ્ત કર્યો હતો. 

ધાણીપાસા વળે જુગાર રમતા બે જુગારપ્રેમી પોલીસના સકંજામા

copy image શહેરના ભીડનાકા બહાર ધાણીપાસાનો જુગાર રમતા બે જુગારીને પોલીસે ઝડપી પાડયા હતા.બપોરના અરસામાં ભીડનાકા બહાર રોયલ હોટેલની પાછળ દેશલસર તળાવની ગલીમાં જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમતા બે યુવાનને રોકડા રૂા. 16,800ના મુદ્દામાલ સાથે એ-ડિવિઝન પોલીસે ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી હતી.

ભુજની યુવતી સાથે ઓનલાઈન 54 હજારની ઠગાઇ

copy image ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવા વેચવાની મૂકેલી જાહેરાત જોઇ, ભુજની યુવતીએ સંપર્ક કરતાં તેની સાથે 54 હજારની ઓનલાઇન છેતરપિંડી થઇ હતી. જો કે, સાયબર ક્રાઇમ સેલ (એલસીબી)એ મદદરૂપ બની રકમ પરત અપાવી હતી. આ અંગે સાયબર ક્રાઇમ સેલ (એલસીબી)દ્વારા મળેલ માહિતી અનુસાર  ભુજની  યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર એક જાહેરાત જોઇ હતી, જેમાં જણાવાયું હતું કે, એક આર્મિ ઓફિસરની પોતાનાં વતનમાં બદલી થયેલ  છે અને તેમને એક્ટિવા વેચવાનું છે. આથી અરજદારે   સામાવાળાનો સંપર્ક કરતાં ચતુર ઠગબાજે વાતોમાં લઇને વિશ્વાસ બેસાડી અરજદાર પાસેથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરાવી કુલ રૂા. 54,143 ઓનલાઇન મેળવી લીધા ત્યાર બાદ એક્ટિવા ન આપી, અરજદારનો સંપર્ક બંધ કરી દીધો હતો. આથી યુવતીએ પોતાની સાથે ફ્રોડ થયાનું જણાઇ આવતાં તેમણે તુરંત સાયબર સેલ (એલસીબી)નો સંપર્ક કરતાં સેલે અરજદારને મદદરૂપ થઇ તાત્કાલિક પત્ર વ્યવહાર તથા ટેકનિકલ રિસોર્સના આધારે અરજદારની ગયેલી પૂરેપૂરી રકમ તેમનાં ખાતાંમાં પરત અપાવી હતી.

સાત આરોપીઓએ એકજૂથ મળી જેલમાં બંધ બુટલેગર પર હુમલો કર્યો, પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

ભરૂચની સબજેલમાં જાસૂસીકાંડમાં બંધ નામચીન બુટલેગર નયન ઉર્ફે બોબડાને જેલમાં સાત આરોપીઓએ હુમલો કરી માર મારવાની ઘટના સામે આવતા ચકચાર...

ભુજ શહેર વિસ્તારમાં આવેલ નાગોર ફાટક પાસેથી માદક પદાર્થ ગાંજા ના જથ્થા સાથે બે પુરુષ તથા એક મહિલાને ઝડપી પાડતી એલ.સી.બી. તથા એસ.ઓ.જી., પશ્ચિમ કચ્છ- ભુજ”

પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિ સાથે સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ કડક કાયદાકીય...

દારૂના જથ્થા સાથે એક ઈશમને પકળી પાડતી પદ્ધર પોલીસ

copy image પદ્ધર પોલીસ સ્ટે.નો સ્ટાફ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન ફરતા ફરતા જાબુડી ગામના બસ સ્ટેશન  પાસે આવતા તેમને ખાનગી...

આડેસર પો.સ્ટે.નાં ગુનામાં નાસતા ફરતા પ્રોહી.બુટલેગ૨ને પકડી પાડતીલોકલ ક્રાઇમ બ્રાન્ચ,પુર્વ –કચ્છ, ગાંધીધામ

આગામી લોકસભા ચુંટણી -૨૦૨૪ અનુસંધાને મ્હે.પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ,ગાંધીધામ નાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા...

રૂ! 55,520ના મુદામાલ સાથે આરોપી ઇસમની અટક કરાઇ

ગાંધીધામ પોલીસ સ્ટાફ પોતાની પ્રાઈવેટ ગાડી થી રાત્રિના આરસામા પેટ્રોલિંગમા હતી જ્યારે ફરતા ફરતા ગાંધીધામ નગરપાલિકા પાસે આવતા એક ઈસમ...

 ઝાડેશ્વર ગામે એક સાથે ત્રણ મોબાઈલ ની ચોરી

 ઝાડેશ્વર ગામે આવેલ  પટેલ નગરમાં આવેલાં સુમિત્રા પીજીમાં રહેતાં એક યુવાન તેમજ તેમના મિત્રનો  મોબાઇલ સવારના આરસામા  કોઇએ મકાનના ખુલ્લા...

કચ્છમાથી 1.9 લાખનો દારૂ ઝડપાયો

copy image આજે સવારે પોલીસ નવી મોટી ચીરઇ નજીક વાહન ચેકિંગમાં હતી, તે દરમ્યાન ભચાઉ બાજુથી આવતા ટ્રેઇલરને રોકતાં વાહન ચાલકે પોતાનું વાહન બુંગી કંપની બાજુ બાવળની ઝાડીમાં હંકારી દીધું હતું.  દર વખતની  જેમ  વાહનની ચાવી ટ્રેઇલરમાં જ મૂકી  બાવળની ઝાડીનો લાભ લઇને નાસી  જવામાં સફળ રહ્યો હતો. આ ટ્રેઇલરની તપાસ કરાતા તેમાં ફેલ્ડસ્પર પાઉડરની થેલીઓ નીચેથી દારૂની પેટીઓ નીકળી  હતી. વાહનમાંથી  બિયર તથા દારૂની 358 બોટલ જેની કુલ  કિંમત રૂા. 93,020નો શરાબ ઝડપાયો હતો. બિલ્ટીમાં જણાવ્યા મુજબ  પાઉડરનો જથ્થો બ્યાવર રાજસ્થાનથી મોરબી બાજુ જઇ રહ્યો હતો, પરંતુ દારૂ અહીં આવ્યો હતો. દારૂ મોકલનાર કોણ છે ? મગાવનાર કોણ છે તથા વાહન ચાલક કોણ છે  પોલીસે તેની આગળની શોધખોણ...