Kutch

નખત્રાણાના નવાનગરમાં એક બંધ ઘરને ચોરએ નિશાન બનાવ્યું

નખત્રાણાના નવાનગરમાં  રાતે 8થી 12.30 વાગ્યા દરમ્યાન એક બંધ ઘરને ચોર એ નિશાન બનાવી ઘરનાં તાળાં તોડી કબાટમાંથી સોનાં-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ  રૂા. 84,900ના મુદ્દામાલની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે નખત્રાણા પોલીસ મથકે નવાગરમાં રહેતી પરિણીતા એ નોંધાવેલી ફરિયાદ અનુસાર સસરાનાં ઘરે મહેમાન આવ્યા હોવાથી ફરિયાદી અને તેના પતિ સાંજે 7 વાગ્યે જમવા ગયા હતા. રાત્રે 8 વાગ્યે પાણી ભરવા મહિલા  પરત ઘરે આવ્યા બાદ પરત સસરાનાં ઘરે ગયા હતા અને મધ્ય રાત્રે 12.30 વાગ્યે પાછા ઘરે આવતાં ઘરનાં તાળાં તૂટેલાં હતાં. ઘરની લોખંડની તિજોરી તૂટેલી હાલમાં હતી. આ તિજોરીમાંથી એક જોડી સોનાંના બુટિયા કિં. રૂા. 30,000, ત્રણ સોનાંની વીંટી કિં. રૂા. 30,000, ચાંદીના પાટલા કિં. રૂા. 3000, બે જોડી ચાંદીના પટ્ટા કિં. રૂા. 12,000, બે ચાંદીની પોંચી કિં. રૂા. 8000 એક ચાંદીની પેંડલવાળી ચેઈન કિં. રૂા. 700 તથા રોકડા રૂા. 1200 એમ કુલે રૂા. 84,900ના મુદ્દામાલની કોઈ અજાણ્યો  ઈસમ ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી છે. નખત્રાણા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી આગળ ની  તપાસ હાથ ધરી છે.

આસંબિયા સીમની વાડીમાં બનેવીની યાદમાં   સાળાએ તેની જેમ જ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું

copy image  આસંબિયા સીમની વાડીમાં બનેવીના વિયોગમાં  સાળાએ તેની જેમ જ ગળેફાંસો ખાઈ મોતને વહાલું કરી લીધું હતું કોડાય પોલીસ મથકે,  યુવાનના પિતા એ  નોંધાવેલી ફરિયાદ અનુસાર સાંજે  આસંબિયાની સીમમાં એક શખ્સની વાડીમાં આવેલા મુરઘા ફાર્મમાં તેમના  પુત્ર એ  પતરાની   આડી સાથે રસ્સો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવાન ના સગા બનેવીએ આશરે દસેક દિવસ પહેલાં ગળેફાંસો ખાઈ જીવ  દીધો હતો  આ બનાવ...

પોલીસે એક દુકાનમાંથી પ્રતિબંધિત વેપ ઈ-સિગારેટ જેની કિમત રૂા. 56,000ના મુદામાલ સાથે શખ્સની  ધરપકડ 

copy image શહેરનાં બેન્કિંગ સર્કલ વિસ્તારમાં આવેલી પાનની એક દુકાનમાંથી પ્રતિબંધિત વેપ ઈ-સિગારેટ જેની કિમત  રૂા. 56,000ના મુદામાલ સાથે શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. સિગારેટ આપનારનું નામ બહાર આવ્યું હતું, પરંતુ આરોપી પોલીસ પકડથી દૂર રહ્યો છે. શહેરના બેન્કિંગ સર્કલ વિસ્તારમાં  રાત્રે પોલીસે કાર્યવાહી કરી હતી. આ વિસ્તારમાં આવેલ ફલેવર પાન પાર્લર નામની દુકાનમાં પ્રતિબંધિત ઇ-સિગારેટનું વેચાણ થતું હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે આ દુકાનમાં દોરડો પડ્યો હતો. આ દુકાનમાં કાઉન્ટર ટેબલ નીચે તપાસ કરાતાં ઇ- સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. આ પ્રતિબંધિત વસ્તુનો વેચાણ કરનાર દુકાનદાર  ની પોલીસે ધરપકડ કરી હતી. દુકાનમાંથી એલ્ફબાર લેમનમિન્ટ, સ્ટ્રોબરી આઇસ, જ્યુસી પીચ, પીચ આઇસ, પીચ ઓલોન્ગ, બ્લુરેઝ આઇસ, રાસ્પબેરી, પેશન ફૂટ ઓરેંજ, પિન્ક લેમન, પીચ આઇક્રીમ, કોલા આઇસ, એલોંગ્રેપ, સ્ટ્રોબરી આઇક્રીમ, બિગ બોક્સની કોકિન કોફી, ક્રેઝી મેંગો, કોલાસોડા, ગમ્મીબેઅર તથા યૌટો થાનોસની એનર્જાડ્રિંક આઇસ, ડબલ એપલ, મિન્ટ આઇસ, પીચ આઇસ, પેશન ફ્રૂટ, બ્લુબેરી આઇસ, મિલ્ક કોફી વગેરે મળીને કુલ્લ 43 વેપ (બોક્સ) કિંમત રૂા. 56,000નો મુદામાલ  હસ્તગત કરવામાં આવ્યો હતો. આ શખ્સે ગુરુકુળ વિસ્તારમાં રહેતા શખ્શ ની પાસેથી આ જથ્થો લીધો હતો, પણ તે શખ્શ  હાથમાં આવ્યો ન હતો. શહેર સંકુલની આવી અનેક દુકાનોમાં ઇ-સિગારેટ મળતી હોવાનું સૂત્રો  દ્વારા...

ફરી એક વખત ઓનલાઇન ઠગાઈ

copy image શહેરના ગુરુકુળ વિસ્તારમાં રહેનારા એક  મહિલાની બસની ટિકિટ બૂકિંગ ન થતાં પૈસા પરત મેળવવા જતાં મહિલા સાથે  રૂા. 2,89,258ની છેતરપિંડી ઠગબાજોએ કરી હતી.શહેરના ગુરુકુળ વિસ્તારમાં રહેનારા મહિલા એ આ ઘટના  અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે  ફરિયાદીએ  પોતાના મોબાઇલમાં મેક માય ટ્રિપ એપ્લિકેશન ખોલી ફેલ્કોન ટ્રાવેલ્સમાં ગાંધીધામથી અમદાવાદની એક ટિકિટ બૂક કરાવી હતી, જેના રૂા. 706 કપાયા હતા, પરંતુ ટિકિટ બૂક ન થતાં મહિલાએ મેક માય ટ્રિપ એપ્લિકેશનમાં જઇ કસ્ટમર કેર પર ફોન કર્યો હતો. સામા છેડેથી ઠગબાજે વીડિયો કોલ કરી હું જેમ કહું તેમ કરવાનું કહ્યું હતું. બાદમાં ફરિયાદીએ સ્ક્રીન શેરિંગ નામનું બટન દબાવી ડેબિટકાર્ડ વગેરેની વિગતો, ઓટીપી આ ઠગબાજને આપી દીધા હતા.  થોડીવાર બાદ તેમના બેંક ખાતાંમાંથી પૈસા નીકળવાનું શરૂ થઇ ગયું હતું. જુદા જુદા ટ્રાન્જેક્શન થકી આ ઠગબાજોએ મહિલાના ખાતામાંથી કુલ રૂા. 5,29,151 સેરવી લીધા હતા. પોતાની સાથે છેતરપિંડી થઇ...

નખત્રાણા તાલુકાના મથલ ગામમાં રહેતી 25 વર્ષીય બીમાર મહિલાએ એસીડ પી લેતા તેનું મોત તેમજ કોઠારાના જોગી વાસમાં રહેતા 18 વર્ષીય યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યો

copy image નખત્રાણા તાલુકાના મથલ ગામમાં રહેતી 25 વર્ષીય માનસિક બીમાર મહિલાએ એસીડ પી લેતા સારવાર દરમિયાન તેનું મોત નીપજયું...

કચ્છના અલગ અલગ ત્રણ અકસ્માતમાં ત્રણ યુવનના મોત તેમજ એક ઘાયલ

copy image પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી મુજબ   અલગ અલગ ત્રણ અકસ્માતમાં ત્રણ યુવનના મોત તેમજ એકને ઇજાઓ પોહચી હતી ભુજ તાલુકાના ખાવડા માર્ગ પર અવાંતરે બનતા અકસ્માતની ઘટનામાં ઉમેરો કરતા વધુ એક જીવલેણ અકસ્માતમાં મૂળ બિહારના  19વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું,  ખાવડા ધોરીમાર્ગ પર ટ્રક ચલાવીને જઈ રહેલા યુવકે...

દારૂની મહેફિલ જમાવી દારૂ પિતા ચાર ઈસમોને પકડી પાડતી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ

copy image ગાંધીધામ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમા હતા. તે દરમિયાન ફરતા ફરતા તેઓ બેંકિંગ સર્કલ પાસે આવતા તેઓને ખાનગી રાહે બાતમી...

કિડાણાની સીમમાં આવેલા મીઠાનાં કારખાનાંમાં રમતાં રમતાં અર્થિંગના ખીલાને અડી જતાં 12વર્ષીય કિશોરીનું  મોત 

copy image કિડાણાની સીમમાં આવેલા મીઠાનાં કારખાનાંમાં રમતાં રમતાં અર્થિંગના ખીલાને અડી જતાં 12વર્ષીય કિશોરીનું  મોત થયું હતું.  કિડાણાની સીમમાં આવેલા  મીઠાના કારખાનામાં ગઇકાલે ઢળતી બપોરે આ ઘટના બની હતી. કારખાનામાં મજૂરી કરતા કાકા પાસે બાળકી  આવી હતી, જ્યાં તે રમતી હતી. રમતાં રમતાં તે જમીનમાં દાટેલા અર્થિંગના ખીલાને ઉપાડવા જતાં તેને વીજશોક લાગ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલ આ બાળકીને હોસ્પિટલ ખસેડતા ફરજ પરના તબીબે  મૃત જાહેર કરી હતી. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

લેબર કોલોનીથી હટડી ગામ તરફ આવતા બે યુવાનોને અકસ્માત નડતાં બંને યુવાનના મોત

copy image મુંદરા તાલુકાના હટડી પાસે ગઈકાલે રાત્રે દર્દનાક અકસ્માત સર્જાયો હતો. મૂળ ઝારખંડના બે શ્રમિક યુવાન બાઈકચાલક  અને પાછળ બેઠેલ યુવાન  બાઈક લઈ લેબર કોલોનીથી હટડી ગામ તરફ આવતા હતા, ત્યારે કોઈ અજાણ્યા ભારે  વાહનની ટક્કરમાં  તીક્ષ્ણ વસ્તુથી  બન્ને યુવકોનાં માથાં ચીરાઈ  જતાં  બન્નેનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં.મુંદરા મરીન પોલીસ મથકે નોંધાયેલી વિગતો અને કેસના તપાસકર્તા પીએસઆઈ  પાસેથી મળેલી વિગતો મુજબ મૂળ ઝારખંડ રાજ્યના  બન્ને યુવાનો હટડી  પોર્ટમાં મજૂરી  કરતા હતા  અને લેબર...

રાપર તાલુકા ના સુરબાવાઢ સામુહિક હત્યાકાંડ નો આરોપી એલસીબી એ ઝડપ્યો.

બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ની સુચના થી પૂર્વ કચ્છ જિલ્લા મા નાશતા-ફરતાં...