Month: June 2024

કેરા કુંદનપુર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ દ્વારા કરાઈ યોગ દિવસની ઉજવણી

કેરા કુંદનપુર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ ખાતે કરાઈ યોગ દિવસની ઉજવણી તારીખ ૨૧ જૂન ૨૦૨૪ શુક્રવાર એટલે કે વિશ્વ યોગ...

ધાણેટી પાસેના અકસ્માતમાં કિશોરનું સારવાર હેઠળ મોત

copy image ધાણેટી પાસેના અકસ્માતમાં કિશોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પદ્ધર પોલીસ મથકે નોંધાવેલ  ફરિયાદ મુજબ ગત 4 મૈના...

ભુજ- મુન્દ્રામાં વધુ 18 વાહન ચાલકોએ  નિયમભંગ કરતાં 1.26 લાખનો દંડ

copy image કચ્છ જિલ્લામાં સ્કૂલ વાહનોની તપાસ ગુરુવારે પણ યથાવત રહી હતી. માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા ભુજ ઉપરાંત મુન્દ્રા...

આદિપુરમાં પોલીટેકનીક કોલેજની પાર્કિંગમાં સ્કુટી ચોરાઈ

copy image આદિપુરમાં પોલીટેકનીક કોલેજની પાર્કિંગમાં સ્કુટી ચોરી થઈ ગયાની ઘટના બની હતી. આદિપુર પોલીસ સ્ટેશનમાં ભાનુચંદ્ર ગડુપાલીએ અજાણ્યા વ્યક્તિ...

ભચાઉમાં દેશી બંદૂકનો સરસામાન લઈ જતા બે ઝડપાયા

copy image ભચાઉના જુનાવાડા વિસ્તારમાંથી પોલીસે બે શખ્સને પકડી પાડી તેમની પાસેથી બંદૂક બનાવવાના સાધનો હસ્તગત  કર્યાં હતા.  ભચાઉના હિંમતપુરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલી  પોલીસને આનંદ ઉર્ફે કાળુ કરશન કોળી  તથા સોયબ  કાસમ ભટ્ટી નામના શખ્સો કોથળામાં દારૂ ભરીને જુનાવાડાથી હાઈવે રોડ તરફ આવી રહ્યા હોવાની પૂર્વ બાતમી મળી  હતી. જેથી હાઈવેથી જુનાવાડા ગણેશટીંબી તરફ જતાં આ બંને શખ્સો પગપાળા આવતા જણાયા હતા. બંનેને પકડી પાડી તેમની પાસે રહેલ કોથળાની તપાસ  લેતા. તે માંથી લોખંડની બંદૂકની ગોળાકાર કાળાશ પડતી નાળ,  દારૂગોળો  ખાંડવા નો  લોખંડનો સળિયો, બંદૂકમાં બેસાડવાની ચાંપ (ટ્રીગર), પિત્તળ જેવી કાળાશ પડતી ધાતુના ચાર  કાર્ટિસ, લોખંડના  નાના મોટા 30 છરા, કાળા રંગનો 100 ગ્રામ ગન પાઉડર મળીને કુલ રૂા. 1700નો સામાન કબ્જે  કરવામાં આવ્યો હતો...

તુણામાં પ્રૌઢે અને અંજારની યુવતીએ ફાંસા ખાઇ જીવ ગુમાવ્યા

copy image અંજાર તાલુકાના તુણા ગામમાં રહેનાર પ્રૌઢ એ ગળેફાંસો ખાઈ જીવ દીધો હતો. તો  બીજીબાજુ અંજારના રાઘવનગર  વિસ્તારમાં યુવતીએ ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું જ્યારે માંડવી તાલુકાના બિદડાની યુવતીએ વાની  બીમારીથી કંટાળી એસિડ પી લેતાં સારવાર દરમ્યાન મૃત્યુ પામી હતી. તુણા ગામમાં બહારના વાસમાં  રહેનાર કાસમ  બાપડા  નામના પ્રૌઢે ગત તા. 18/6ના પોતાના ઘરે હતા ત્યારે તેમના પત્ની  આઇશાબાઇ ભુજ ગયા હતા.  આ મહિલા  રાતના  11 વાગ્યે પરત ઘરે પહોંચતાં તેમના પતિ લટકતી હાલતમાં મળી આવ્યા હતા.  આધેડે પોતાના ઘરના  રસોડામાં  રસ્સી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. બનાવ પાછળનું કારણ જાણવા પોલીસે આગળની તપાસ  હાથ ધરી હતી . બીજી...

ભાચુંડામાં નદીમાંથી થઇ બેફામ રેતીચોરી

copy image અબડાસા તાલુકાના ભાચુંડા ગામે આવેલી નદીમાંથી અમુક ભૂમાફિયાઓ દ્વારા રેતીની ચોરીઓ થઈ રહી છે. દિવસ હોય કે રાત આ લોકો દ્વારા ખુલ્લેઆમ ચોરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત  ભાચુંડા ગામે જમીન દબાણના કિસ્સાઓ  પણ  બહાર  આવી રહ્યા છે. સરકારી ટાવર્સ પૈકીની શ્રીસરકાર જમીનમાં  પણ ગેરકાયદેસર રીતે વાવેતર કરવામાં  આવે  છે તેમજ  ગૌચર  જમીન ઉપર દબાણ કરવામાં આવી રહ્યા છે. આ બાબતે અમુક લોકો ઉપર કેસો પણ  કરવામાં આવેલ  હતા પણ રેવન્યુ ખાતાવાળાએ આવા કેસોને ધોઈને પી ગઈ હોય એવું લાગી રહ્યું છે. આ લોકો ઉપર  કોઈ જાતની  કાર્યવાહી કરવામાં આવતી નથી. ગૌચર જમીન જ્યારે ખુલ્લી હતી ત્યારે અમે લોકોએ માપણી કરાવી હતી પણ દબાણ થયા બાદ સરકાર પોતાના ખર્ચે માપણી કરાવે તેવી  ગામ લોકો દ્વારા માગ...

મુંદરામાં આંકડા લેતો શખ્સ ઝડપાયો   

copy image મુંદરાના હસનપીર ચોકમાં આંકડાનો જુગાર રમી-રમાડતા શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો. મુંદરા પોલીસ સવારના અરસામાં  પેટ્રોલીંગમાં હતી ત્યારે ખાનગી બાતમીના આધારે હસનપીર ચોકમાં ચાની દુકાન  પાસે મીલન  બજારનો વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમીરમાડતા ગોવિંદ ભીમા કોલીને રોકડા 750 તથા પોકેટબુક, પેન સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી

ચોબારી હત્યા પ્રકરણમાં બે ઇસમની ધરપકડ

copy image ભચાઉ તાલુકાના ચોબારીના કબિરનગર વિસ્તારમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવાના પ્રકરણમાં પિતા પુત્રની પોલીસે વિધિવત રીતે ધરપકડ કરી હતી.ચોબારી ગામમાં રહેનાર  વિષ્ણુ ઉર્ફે વિશન  સવજી મણવર નામના  યુવાનને છરીના ઘા ઝીંકી તેની હત્યા નિપજાવવામાં આવી હતી. આ પ્રકરણમાં પોલીસે તપાસ હાથ ધરી આરોપી માદેવા રણછોડ અમરા ઢીલા તથા વિપુલ માદેવા રણછોડ ઢીલાની ધરપકડ કરી હતી.  બંને પાસેથી લોહીવાળા કપડા તથા  છરી  જપ્ત  કરવામાં  આવી હતી. આ બન્નેને રિમાન્ડની માંગ સાથે  કોર્ટમાં રજૂ કરાશે તેવું  પી.આઈ. એસ. પી.  ગોજીયાએ  જણાવ્યું હતું. 

ભુજ તાલુકાના માધાપરમાં સરકારી જમીન પર મંજૂરી વગર બાંધકામની ફરિયાદ

copy image ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસ ગ્રામ પંચાયતની હદના વિસ્તારમાં સરકારી જમીન ઉપર મંજૂરી વગર હોટેલ  અને શોપિંગ કોમ્પલેક્સનું નિર્માણ થઇ રહ્યા હોવાના આરોપ સાથે આ બાબતે ઉચ્ચ સ્તરે ફરિયાદ-અરજી અપાઇ હતી.  ભુજના મહેશ ઇશ્વરલાલ પંડયાએ સામાજિક કાર્યકરની રૂએ સમાહર્તાને આ લેખિત અરજી કરી જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માગણી કરી હતી. અરજીમાં તેમના આક્ષેપ મુજબ પૂર્ણતાના આરે પહોંચી રહેલાં આ બાંધકામ માટે ગ્રામ પંચાયતની મંજૂરી લેવાઇ નથી અને આ જમીન પણ સરકારી હોવાનું તેમણે ઉમેર્યું હતું.