Kutch

મોખા-ગુંદાલા ધોરીમાર્ગ પર ત્રેવડા ભારે વાહનનો અકસ્માત : ગંભીર ઇજાના પગલે  યુવાનનું મોત

copy image મુંદરા તાલુકાના મોખા-ગુંદાલા ધોરીમાર્ગ પર રતાડિયાની સીમમાં શિવમ હોટલની સામે સોમવારના  રાતના આરસામાં  બે ડમ્પર અને એક ટ્રેઇલર એમ ત્રણ ભારે વાહનના ત્રેવડા અકસ્માતમાં ડમ્પર  ચાલક એવા મૂળ કોટડા  (ચકાર)ના હાલે  કેરા રહેતા 21 વર્ષીય યુવાનનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું.આ ત્રેવડા અકસ્માત અંગે પ્રાગપર પોલીસ મથકે કેરા મૂળ કોટડા (ચ.)નાએ નોંધાવેલ ફરિયાદ મુજબ આરોપી ટ્રેઇલરના ચાલકએ તેના કબજાનું ડમ્પર પૂરઝડપે-બેદરકારીથી ચલાવી ઓચિંતા બ્રેક મારતાં તેની પાછળ આવતા ફરિયાદીના પુત્રનું ડમ્પર તેની પાછળ ઘૂસી જતાં યુવાનને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્યું હતું. આ માર્ગે આવતાં અન્ય ટ્રેઇલરના ચાલકે અકસ્માત થયેલા યુવાનના ડમ્પરમાં પાછળ અથડાતાં તેને પગ તથા શરીરે ઇજા પહોંચાડી હતી. પ્રાગપર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી   

ભારાપરમાં સૂતેલા આધેડ ઉપર પાઇપ વડે જીવલેણ હુમલો

copy image ભારાપરમાં વાડીએ સૂતેલા એક આધેડ ઉપર લોખંડના પાઇપથી આડેધડ હુમલો કરી બાદમાં તેમને મારી નાખવાના ઇરાદે પાણીના કૂવામાં ફેંકી દેવાતાં એક શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.કિડાણાની શ્રીરામ સોસાયટીમાં રહેતા મૂળ  ભીમાસરના શખ્સ  ભારાપરના શખ્સ  પાસે ડ્રાઇવિંગનું કામ કરે છે. ફરિયાદીને શેઠના અન્ય ટેન્કર ચલાવતા શખ્સે  શેઠએ મને નોકરીમાંથી કાઢી મૂક્યો છે, જેમાં તારો હાથ છે. નવા ડ્રાઇવરને પણ જોઇ લઇશ તેમ કહી ફરિયાદીને જાતિ અપમાનિત કર્યા બાદ રાત્રે ભારાપરમાં સૂતા હતા ત્યારે રાતના આરસામાં આરોપી ત્યાં લોખંડના પાઇપ લઇ આવી સૂઇ  રહેલા  આધેડ  ઉપર આડેધડ હુમલો કરી ફરિયાદીનો મોબાઇલ પણ લઈ  ગયો હતો. જેથી આધેડ કોઇનો સંપર્ક  કરી શકતા  નહોતા અને પીડાના કારણે કણસતી હાલતમાં સૂઇ રહ્યા હતા. તે દરમ્યાન સવારના  સાતેક વાગ્યે આ આરોપી પાછો ત્યાં આવ્યો  હતો અને પીડાથી કણસતા આધેડને ઢસડીને પાણી ભરેલા કૂવામાં  મારી નાખવાના ઇરાદે...

ભચાઉના યશોદાધામમાં બોગસ તબીબ ઝડપાયો

copy image ભચાઉ તાલુકાના યશોદાધામમાં ડિગ્રી વગર લોકોની દવા કરતા શખ્સની પોલીસે  તેની ધરપકડ કરી  હતી. આ શખ્સ  પાસેથી મેડિકલને લગતો રૂા. 11,193નો સામાન હસ્તગત કરાયો હતો. પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ની ટીમ  ભચાઉ  બાજુ   રાત્રે  પેટ્રોલિંગમાં હતી,તે દરમ્યાન યશોદાધામમાં બસ સ્ટેન્ડ પાછળ એક શખ્સ ડોકટર ન હોવા છતાં ડોકટરની પ્રેકટીસ કરતો  હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ ત્યાં ધસી ગઇ હતી.  નામ વગરની દુકાનમાં ડોકટર તરીકે પ્રેકટીસ કરતા મૂળ પશ્ચિમ બંગાળ હાલે એક શખ્સના મકાનમાં રહેતા શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. 12 પાસ આ શખ્સ પાસેથી ડોકટરની  ડિગ્રી  કે નોંધણી અંગે પુછપરછ કરાતા આવો કોઇ આધાર પોતાની પાસે ન...

માધાપરના મહાપ્રભુનગરમાંથી બોલેરો જીપ ચોરાઇ

માધાપરમાં ભવાની હોટલ પાછળ આવેલ મહાપ્રભુનગરમાંથી બોલેરો ગાડીની  ચોરી થઈ હતી. ન્યુ રીગન કંપનીના મેનેજર એવા ફરિયાદી જણાવ્યું કે, કંપની...

 નોકરીમાંથી નામ કાઢવાની શંકા રાખી વેલસ્પનના કર્મચારી  પર હુમલો

copy image અંજારના વરસામેડીની સીમમાં આવેલી વેલસ્પન કંપનીમાં નોકરી કરતા કર્મચારી ઉપર તે મને નોકરીમાંથી કેમ કાઢ્યો કહીને હુમલો કરાયો...

રતાડિયા પાસે  ટ્રેઈલર-ડમ્પરના અકસ્માતમાં યુવાનનું કરૂણ મોત

copy image મુન્દ્રા તાલુકાના રતાડિયા નજીક ટ્રેઇલર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કોટડા ચકારનો નવલોહિયો યુવાન મોતને ભેટ્યો હતો.પોલીસ...

અંજારમાં બે ચોરાઉ બાઇક સાથે એક ઈસમ ઝડપાયો  

copy image અંજારના હોથી ફળિયામાં ઇસમને પુર્વ કચ્છ પોલીસે બાતમીના આધારે ચોરી કે છળકપટથી મેળવેલા બે બાઇક સાથે પકડી લઇ...

ભુજના ASIની  લાશ રાજસ્થાનની નદીમાંથી મળતા ચકચાર

copy image પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષથી જી.ઇ.બી.ના કમ્પાઉન્ડમાં આવેલા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (જી.યુ.વી.એન.એલ.) એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા યુવા પોલીસ કર્મચારીનું  સવારના આરસામાં  માદરે વતન રાજસ્થાનના  સૈલારી ગામના ટાપુ ગામની નદીમાં મૃતદેહ મળ્યાના સમાચાર કચ્છમાં મળતાં અરેરાટી  પ્રસરી ગઇ હતી . ભુજના  પ્રમુખસ્વામી નગરમાં રહેતા અને ધાર્મિક-સામાજિક પ્રવૃત્તિમાં ભાગ લઇને બહોળું મિત્રવર્તુળ ધરાવતા પોલીસ કર્મી ના પિતા પણ પોલીસ ખાતામાં ફરજ બજાવતા હતા. પ્રાપ્ત માહિતી મુજબ  સન 1996માં પોલીસ ખાતામાં ભરતી  થયા અને 28 વર્ષથી ફરજ બજાવતા હતા. આકસ્મિક મૃત્યુ અંગે પુચ્છા કરતાં હજુ ચોક્કસ કારણ સામે નથી આવ્યું,  પણ જમીન  બાબત અને અંગત અદાવતના કારણે ખૂન થયું હોવાની ચર્ચા થવા મંડી હતી. 10 દિવસની રજામાં  અને  પરિવારના વડીલ સદસ્યની મરણવિધિમાં આ પોલીસ કર્મી સામેલ થવા વતન ગયા હતા. મોટાભાઇ ...

માનકૂવાના દંપતીના નામે લોન કરાવી  3.20 લાખની ઠગાઇ

copy image લોન પાસ કરાવી દેવાના બહાને ઠગાઇ કરવાના બનાવો વધ્યા છે, ત્યારે આવી રીતે માનકૂવાના દંપતીની રૂા. 3,20,690ની લોન મંજૂર કરાવી બારોબાર ખાતાં ખોલી નાણાં ચાઉં કરી લેવાતા ભુજના ત્રણ શખ્સ વિરુદ્ધ  ફરિયાદ  નોંધાઇ છે. જૂન-2022થી 24/9/23 દરમ્યાન થયેલી આ છેતરપિંડી અંગે  માનકૂવા પોલીસ મથકે માનકૂવા-નવાવાસના શખ્સે  નોંધાવેલ ફરિયાદ મુજબ આરોપીએ ફરિયાદી તથા ફરિયાદીના  પત્નીના નામે ઇલેક્ટ્રોનિકા  ફાયનાન્સ લિ. કંપનીમાં સરકારની મુદ્રા યોજના હેઠળ લોન મંજૂર કરાવી આપશે, તેવો ભરોસો આપી તેમની પાસેથી  અસલ દસ્તાવેજો મેળવી લીધા હતા. આ દસ્તાવેજોના આધારે ફરિયાદીની જાણ બહાર જ રૂા. 3,20,690ની લોન મંજૂર  કરાવી તેમજ ફરિયાદીના નામનું એક્સિસ બેંક-કેરામાં ખાતું ખોલાવી લીધું હતું. લાઇવ ફોટામાં  ફરિયાદીની  જગ્યાએ  આરોપી  ઊભો રહી ફોટો પડાવી લીધો અને ખાતું ખોલાવવાના ફોર્મમાં ફરિયાદીના  મો.નં.ની જગ્યાએ  આરોપીના  નંબર નાખી ખોટી સહીઓ કરીને ફરિયાદીના નામનું ખોટું ખાતું ખોલાવી નાખ્યું હતું. આ ખાતામાં ફરિયાદીની જાણ બહાર ...

ગાંધીધામમાં વેપારીને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા પત્રકાર સહિત આઠ સામે ફરિયાદ

copy image ગાંધીધામની મુખ્ય બજાર નજીક વોર્ડ 12-બી વિસ્તારમાં આવેલી એક દુકાનમાં સુરક્ષાના સાધનો રાખેલાં નથી,  તેવું  કહી  ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાંચ માગનારા આઠ શખ્સ વિરુદ્ધ  પોલીસ મથકે  ફરિયાદ  નોંધાઇ  હતી  મેઘપર બોરીચીમાં રહેનારા વેપારીએ  પત્રકાર અને અન્ય સાત  શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ  નોંધાવી  હતી.   ગાંધીધામના વોર્ડ 12-બીમાં પ્લોટ નં. 327, આઇકન કોમર્શિયલ બિલ્ડિંગમાં યશ સેલ્સ નામની ભાડાની દુકાન...