Breaking News

Crime News

Election 2022

ધાણેટી અને મોટી ચરોપડીમાંથી સગીરાનાં અપહરણ

copy image ભુજ તાલુકાના જૂના ધાણેટી તથા અબડાસા તાલુકાના મોટી ચરોપડીમાં સગીરાનાં અપહરણ થતાં  તેના  વાલીઓએ  અલગ -અલગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તા. 29-6ના સાંજના  જૂની ધાણેટીમાંથી  આરોપી  કરણ  અમરશીભાઇ સોઢા (રહે. તિરુપતિનગર, રાપર) અને મોટી ચરોપડીમાંથી આરોપી ભરત  રાયશી કોલી  (રહે. સોમાણી વાંઢ તા. રાપર) સગીરાઓનાં લગ્ન કરવાના ઇરાદે લાલચ આપી ફોસલાવી  ફરિયાદીઓના  કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવી હતી. ધાણેટીના  બનાવમાં પદ્ધર  પોલીસે અને મોટી ચરોપડરીના બનાવમાં વાયોર પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી  તપાસ હાથ ધરી...

ડીઝલ ચોરીના ગુનામાં બે માસથી ફરાર માધાપરનો આરોપી ઝડપાયો

copy image દુધઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ડીઝલ ચોરીના ગુનામાં બે માસથી ફરાર માધાપરના ઈસમને પકડી પાડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી...

મોટા દિનારામાં સાત શખ્સોનો  બે ભાઈ પર ઘાતક હથિયારો વડે હુમલો

copy image ભુજ તાલુકાના મોટા દિનારા ગામે સાત શખસોએ ઘાતક હથિયારોથી યુવાન પર હુમલો કર્યો હતો. આરોપીઓએ કૌટુંબિક દીકરી સાથેના...

ગાંધીધામના મચ્છુનગરમાં જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા

copy image ગાંધીધામના મચ્છુનગરમાં જુગાર રમી રહેલા છ શખ્સોને પોલીસે જુગાર રમતા 19,700ના મુદામાલ સાથે ઝડપી પકડી પાડ્યા  હતા. પ્રાપ્ત...

ગાંધીધામમાં વીજપોલનો તાર અડી જતા વૃદ્ધનું મોત નિપજ્યું

copy image ગાંધીધામના ખોડીયારનગરમાં વૃદ્ધનો   હાથ થાંભલાના તાર સાથે ચોટી જતા શોક લાગતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. ગાંધીધામના એ ડિવિઝન...

ભુજના બે ઇસમો મુંબઈના ચર્ચગેટમાં રૂ.૪૦ લાખની નકલી નોટ સાથે પકડાયા

copy image મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે  રાતના અરસામાં  ચર્ચગેટના રેલવે સ્ટેશન પાસેથી ભુજના બે યુવાનને 40 લાખની  નકલી નોટ  સાથે  ઝડપી નકલી નોટોના બદલામાં અસલી નોટ મેળવવાના  કારસાનો પર્દાફાશ કર્યો છે. મુંબઇના સામાજિક કાર્યકર બિનુ વર્ગીસને માહિતી મળતાં તેમણે મુંબઇ ક્રાઇમ બ્રાંચને જાણ કરી હતી કે કેટલા લોકો નકલી ચલણી નોટો સાથે મુંબઇના ચર્ચગેટના રેલવે સ્ટેશન પાસે ઊભા છે. આ બાતમીના આધારે ત્યાં મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્રાટકી હતી અને પકડાયેલા બે યુવાનો પાસેથી 40 લાખની નકલી નોટો મળી આવી હતી. ત્યાં તપાસ માં આ બંને યુવાન ભુજના વતની  હોવાનું જાણવા  મળ્યું હતું. આ બંને યુવાન મુંબઇમાં કોઇ દલાલ સાથે સંપર્કમાં આવ્યા બાદ 40 લાખની 500-500ની નકલી  નોટોના  બદલામાં 10 લાખની અસલી નોટોનો સોદો કર્યો હતો. નકલી નોટો પઇરાવાની રાહ જોઇ રહ્યા હતા ત્યારે જ પકડાઈ  ગયા હતા. આ નકલી નોટના કાંડમાં કચ્છના અન્ય પણ સંડોવાયેલા હોવાની પૂરતી સંભાવના છે. ઝડપાયેલા યુવાનોના નામ સહિત અન્ય વિગતો મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળી શકી નથી, પરંતુ ત્યાં થયેલી કાર્યવાહીના વીડિયો મીડિયામાં વાયરલ થયા હતા.

પ્રેરણા ફાઉન્ડેશન અને લોહાણા સમાજ ગાંધીધામ દ્વારા મોટીવેશનલ અને ગાઈડન્સ સેમિનારનું આયોજન કરાયું