વરસામેડીમાં 2.88 લાખના અંગ્રેજી શરાબના જથ્થા સાથે એક ઝડપાયો
copy image અંજાર તાલુકાના વરસામેડી સીમમાં આવેલી એક સોસાયટીના ખુલ્લા પ્લોટમાં ટ્રકમાંથી દારૂનું કટિંગ થાય તે પહેલાં પોલીસ ત્રાટકી હતી અને એક શખ્સને પકડી પાડી રૂા. 2,88,985નો શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો. અંજારની સ્થાનિક પોલીસ એરપોર્ટ રોડ બાજુ હતી, તે દરમ્યાન વરસામેડીના અંબિકા નગર-1 વિસ્તારમાં મકાન નંબર 261 પાસે ખુલ્લા પ્લોટમાં ઊભેલી ટ્રકમાં દારૂ ભરેલો છે, જેને સગેવગે કરવાની હિલચાલ થતી હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ ત્યાં દોડી ગઈ હતી. પોલીસને જોઈ ટ્રકમાંથી કૂદી નાસવા જતાં બકુલ દલસિંઘ વસૈયા નામના શખ્સને પોલીસે દબોચી લીધો હતો. પકડાયેલો આ શખ્સ પોતે દારૂ ઊતારવાની મજૂરી કરવા આવ્યો હોવાનું અને આ દારૂનો જથ્થો ભારતનગર ગાંધીધામના પ્રકાશ ઉર્ફે ટકો મહેશ્વરીનો હોવાનું જણાવ્યું હતું. અહીં ઊભેલી ટ્રક ની તપાસ લેવાતાં ઠાંઠામાંથી દારૂની પેટીઓ નીકળી હતી. ટ્રકને અંજાર પોલીસ મથકે લઈ જઈ તેમાંથી 8 પીએમ 750 એમએલની 36, 8 પીએમની 375 ...
પાકની હોસ્પિટલમાં 15 નવજાતનાં મૃત્યુ
ગેટસ:‘દુનિયા AIના ઝડપી બદલાવ માટે તૈયાર નથી’તાત્કાલિક કંઈક કરવું પડશે
અમેરિકા જવાનું સપનું જોનારાને મોટો ઝટકો
મુંદરામાં એઇડ્સ મુક્ત સમાજ માટે લોકજાગૃતિ અને લોકભાગીદારીના મહાઅભિયાનની શરૂઆત