Breaking News

Crime News

Election 2022

જીવાપર ગામે લક્ષ્મીનારાયણ મંદિર નો અને મહાદેવ મંદિરનો ત્રણ દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ

મુન્દ્રા ખાતે ધારાસભ્ય અનિરુદ્ધ દવેના હસ્તે ભાજપ કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યું

માધાપર જૂનાવાસમાં ભાજપના કાર્યલયને ખુલ્લું મુકાતા ક્ષત્રિય સમાજના કાર્યકર્તાએ વિરોધ પ્રદર્શન કર્યો

ક્ષત્રિય નારી અસ્મિતા ની લડાઈ ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ ની ભચાઉ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

માધાપર નવાવાસમાં ભાજપના કાર્યલયને ખુલ્લું મૂકાતા ક્ષત્રિય સમાજના કાર્યકર્તાએ વિરોધ પ્રદર્શન કર્યો

લાખોંદના નવયુવાનએ  ઝેરી દવા ગટગટાવીને પોતાનો જીવન ટૂંકાવ્યું

copy image માધાપરના ધોરીમાર્ગ પર ભુડિયા ફાર્મ હાઉસમાં કામ કરતા લાખોંદના એક  યુવાનએ ઝેરી દવા પી પોતાનો જીવ ગુમાવી  દીધો હતો.માધાપર ધોરીમાર્ગ પર આવેલા ભુડિયા ફાર્મ હાઉસ પર કામ કરતા લાખોંદના નવયુવાન એ રાતે ફાર્મ હાઉસ પર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવીને પોતાનો જીવ ગુમાવ્યો હતો. યુવાનના પિતા પણ ભુડિયા ફાર્મ હાઉસ પર કામ કરતા હતા. માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી મરવા પાછળનાં કારણો અંગે તપાસ હાથ ધરી છે.

નખત્રાણાના નવાનગરમાં એક બંધ ઘરને ચોરએ નિશાન બનાવ્યું

નખત્રાણાના નવાનગરમાં  રાતે 8થી 12.30 વાગ્યા દરમ્યાન એક બંધ ઘરને ચોર એ નિશાન બનાવી ઘરનાં તાળાં તોડી કબાટમાંથી સોનાં-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ  રૂા. 84,900ના મુદ્દામાલની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે નખત્રાણા પોલીસ મથકે નવાગરમાં રહેતી પરિણીતા એ નોંધાવેલી ફરિયાદ અનુસાર સસરાનાં ઘરે મહેમાન આવ્યા હોવાથી ફરિયાદી અને તેના પતિ સાંજે 7 વાગ્યે જમવા ગયા હતા. રાત્રે 8 વાગ્યે પાણી ભરવા મહિલા  પરત ઘરે આવ્યા બાદ પરત સસરાનાં ઘરે ગયા હતા અને મધ્ય રાત્રે 12.30 વાગ્યે પાછા ઘરે આવતાં ઘરનાં તાળાં તૂટેલાં હતાં. ઘરની લોખંડની તિજોરી તૂટેલી હાલમાં હતી. આ તિજોરીમાંથી એક જોડી સોનાંના બુટિયા કિં. રૂા. 30,000, ત્રણ સોનાંની વીંટી કિં. રૂા. 30,000, ચાંદીના પાટલા કિં. રૂા. 3000, બે જોડી ચાંદીના પટ્ટા કિં. રૂા. 12,000, બે ચાંદીની પોંચી કિં. રૂા. 8000 એક ચાંદીની પેંડલવાળી ચેઈન કિં. રૂા. 700 તથા રોકડા રૂા. 1200 એમ કુલે રૂા. 84,900ના મુદ્દામાલની કોઈ અજાણ્યો  ઈસમ ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી છે. નખત્રાણા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી આગળ ની  તપાસ હાથ ધરી છે.