Breaking News

Crime News

Election 2022

આદિપુરમાં બાઇકના શોરૂમમાં  એક શખ્સ  વિરુદ્ધ રૂા.3,25,000ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ 

આદિપુરમાં બાઇકના શોરૂમમાં એક ગ્રાહકને બાઇક વેચી તેની રકમ પોતે રાખી  તથા અન્ય એક ગ્રાહક પાસેથી એડવાન્સ લઇ શોરૂમમાં જમા ન કરાવી પોતે રકમ રાખી લેતાં એક શખ્સ વિરુદ્ધ રૂા.3,25,000ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. આદિપુરમાં  આવેલ કાર્ગો મોટર સાઈકલ એલએલપી જનરલ મેનેજરએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી  જાવા યેઝડીના આ શોરૂમમાં હતા, ત્યારે રાપરના એક શખ્સ અને અન્ય વ્યક્તિ ત્યાં આવ્યા હતા અને સેલ્સ મેનેજર  કયાં છે અમારી બાઇકની લોન તમે શા માટે અટકાવો છો ? તેવા પ્રશ્નો કર્યા હતા. આ વ્યકિતએ રૂપિયા આપી દીધા હોવા છતાં આવું થતાં ફરિયાદીએ તપાસ કરી હતી. આ વ્યક્તિએ સેલ્સ મેનેજર ને રૂા.2.85 લાખ આપ્યા હતા. ફરિયાદીએ તે દિવસના સીસીટીવી ફૂટેજ તપાસતાં સેલ્સ મેનેજર પૈસા લેતો અને પોતાના ખિસ્સામાં નાખતો નજરે પડયો હતો. આ શખ્સને ફોન કરાતાં તેનો ફોન બંધ આવ્યો હતો. બાદમાં ફરિયાદી તેના ઘરે જતાં તેણે પૈસા લીધેલાનું જણાવી અને અચાનક પૈસાની જરૂરિયાત ઊભી થતાં પોતે વાપરી નાખ્યા હોવાનું કહ્યું હતું. બનાવ બહાર આવતાં ફરિયાદીએ અન્ય ગ્રાહકોનો પણ સંપર્ક કર્યો હતો, જેમાં એક વ્યક્તિને બાઇકની ડિલિવરી જોઇતી હોવાથી તેમણે પણ એડવાન્સમાં પૈસા આપ્યા હતા. જે કુલ રૂા.40,000 આ સેલ્સ મેનેજર પોતાની પાસે રાખી લીધેલાનું સીસીટીવીમાં જોવા મળ્યું આ શખ્સ વિરુદ્ધ કુલ  રૂા. 3,25,000 ની છેતરપિંડી ની ફરિયાદ પોલીસે નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સલમાન ખાન ના ઘર પર ફાયરિગ કરનાર લોરેન્સ બિશ્નોઈ ગેગ ના બે આરોપીઓનેLCB, પશ્ચિમ કચ્છ-ભુજ એ ઝડપી પાડ્યા

રાતા તળાવ ખાતે શતચંડી મહાયજ્ઞ અને મેગા મેડિકલ કેમ્પ અનુસંધાને ગાંધીધામથી વિશાળ રથ યાત્રાનુ પ્રસ્થાન

રાતા તળાવ ખાતે શતચંડી મહાયજ્ઞ અને મેગા મેડિકલ કેમ્પ અનુસંધાને ગાંધીધામથી વિશાળ રથ યાત્રાનુ પ્રસ્થાન

રાતા તળાવ ખાતે મહા મેગા મેડિકલ કેમ્પમાં સુરતથી સુથરી સુધીના દર્દીઓએ લાભ લીધો

કચ્છ લોકસભા બેઠક કોંગ્રેસ ઉમેદવાર નિતેશ લાલણની આશા કે કચ્છની જનતા કોંગ્રેસને જીતાડશે

ભારતીય જનતા પાર્ટી વતી કચ્છ લોકસભા બેઠક ઉપર વિનોદ ચાવડાએ ઉમેદવારી ફોર્મ ભર્યુ

મનબુદ્ધિ બાળકોનું ભવિષ્ય સુધારવા માટે શિક્ષણનો પાયો મજબૂત કરવામાં આવશે કે કેમ