ઓબ્ઝર્વર્સશ્રી ઓ જિલ્લા માહિતી કચેરી ખાતે કાર્યરત MCMC કંટ્રોલ રૂમની મુલાકાતે
https://www.youtube.com/watch?v=9GGrrOFdNCk
માનવજ્યોત ભુજ દ્વારા રામનવમી તહેવાર નિમિતે અનોખી ઉજવણી કરાઇ
https://www.youtube.com/watch?v=xKVKXOprEZw
આજરોજ રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે દરેક મંદિરોમાં રામધૂન મહા આરતી તેમજ ભજન કીર્તન નું કરાયું આયોજન
આજરોજ રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે દરેક મંદિરોમાં રામધૂન મહા આરતી તેમજ ભજન કીર્તન નું કરાયું આયોજન જેમાં કેરા ખાતે સ્વામિનારાયણ...
રાપર તાલુકામાં માતાએ ચાર સંતાનો સાથે ઝેરી દવા ગટગટાવી
copy image રાપર તાલુકાના આણંદપર ગામે ચાર સંતાન સાથે માતાએ ઝેરી દવા પી લેતાં તમામને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. મળેલી વિગતો મુજબ રાપર તાલુકાના આણંદપર ગામમાં રહેતા દંપતી વચ્ચે પારિવારિક કલેહ થયો હતો, જેથી કંટાળીને સાંજના પાંચેક વાગ્યાના અરસામાં સીમમાં આવેલા ખેતરમાં મહિલાએ પોતાના ચાર સંતાન સાથે ઝેરી દવા પી લીધી હતી. બનાવની જાણ થતાં માતા તેમજ ચાર સંતાનને તાત્કાલિક રાપરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં બાળકોની હાલત સ્વસ્થ હોવાનું જ્યારે મહિલાને અન્ય હોસ્પિટલમાં દાખલ કરાયાનું જાણવા મળ્યું હતું. બનાવ સંદર્ભે બાલાસર પોલીસ મથકના પીએસઆનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, પતિ, પત્ની વચ્ચે ખટરાગ થતાં મહિલાએ ચાર સંતાન સાથે દવા પી લીધી હતી, જેમાં મહિલાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઘટના અંગે હજુ સુધી કોઈ નોંધ થઈ નથી. તેમ છતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ વાગડ પંથકમાં ચાર સંતાન સાથે માતાએ ઝેરી દવા પી લેવાનો બનાવ સામે આવતાં ચકચાર મચી ગઇ હતી.
નખત્રાણામાં ધાણીપાસા વડે જુગાર રમતા બે દરોડામાં 11 જુગારીને પકડી પાડયા હતા, જ્યારે ત્રણ ખેલી ભાગી ગયા
copy image નખત્રાણા પોલીસે દેશલપર ની પૂર્વ બાજુ ધાણીપાસા અને ગંજીપાના વડે બે પડ જમાવી જુગાર રમતા બે દરોડામાં 11 જુગારીને પકડી પાડયા હતા, જ્યારે ત્રણ ખેલી ભાગી ગયા હતા, નખત્રાણા પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન મળેલી માહિતીના આધારે દેશલપર ની પૂર્વ બાજુ બાવળની ઝાડીમાં ગંજીપાના વડે જુગાર રમતા વ્યક્તિઓને રોકડા રૂા. 16,150ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી જ્યારે ભચાઉ તાલુકાના નાની ચીરઇમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ખેલીને રોકડા રૂા. 11,800 સાથે પકડી પાડયા હતા. આ જ વિસ્તારમાં બીજીતરફ નદીપટમાં ધાણીપાસા વડે જુગાર રમતા વ્યક્તિઓ નાસી છૂટયા હતા. આ દરોડા દરમ્યાન પોલીસે રોકડા રૂા. 13,110નો મુદ્દામાલ જપ્ત કરી નવ જુગારી વિરુદ્ધ ફરિયાદ કરી આગળ...
કવિશા પદવીદાનમાં પહોંચે તે પહેલાં જ કલ બન્યો અકસ્માત
“પોષડોડા તથા એમ.ડી.ડ્રગ્સ * ના જથ્થા સાથે. ત્રણ ઈરામો ને પકડી પાડતી સામખીયારી પોલીસ
ગાંધીધામથી ઘરવિહોણા લોકોની ભુજ તરફ પગપાળા હિજરત