Breaking News

Crime News

Election 2022

ભુજના મદનપુરમાં માર્ગ પર ટ્રેલર પલ્ટી મારી જતાં માર્ગ બંધ થતાં લોકોને હાલાકીનો સામનો કરવો  પડી રહ્યો છે

ટ્રેલર હાઈ વોલ્ટેજ વિજલાઈનને અડી ગયું જેથી ટ્રેલર ચાલકને વીજ કરંટ લાગ્યો હતો ગઈકાલે બપોરે ટ્રેલર પલ્ટી મારી ગયું ટ્રેલર...

ફરજ બજાવતા નગરપાલિકાના કર્મચારી પર હુમલો

 શહેરમાં પાણીનો પ્રશ્ર આકરાં પ્રમાણમાં  થયો હોય ત્યારે પાણીના કકળાટને લઈને શનિવારથી અડધી રાતે બોરવેલ ચાલુ કરવાના મુદ્દે નગરસેવકે નગરપાલિકાના કર્મચારી પર હુમલો કરી ફરજમાં રુકાવટ કર્યાની પોલીસ ફરિયાદ નોંધી હતી. રવિવારે રાત્રીના એકાદ વાગ્યે ફાયર સ્ટેશનની બાજુમાં ભુજિયા ટાંકા પાસે થયેલા આ હુમલા અંગે બી-ડિવિઝન પોલીસ મથકે નગરપાલિકામાં વોટર સપ્લાય એન્જિનીયર તરીકે ફરજ બજાવતા  કર્મચારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ કુકમા સમ્પની લાઈન ચાલુ કરીને ભુજિયા સમ્પ પાસે ટીમ સાથે આવતા આરોપીએ ગોરે સેનેટરી ટાંકા પર આવેલો બોરવેલ હમણા ચાલુ કરવા કહ્યું હતું. ફરિયાદીએ કહ્યું કે,કુકમા સમ્પથી ભુજિયા સમ્પ સુધી પાણી આવે તેની રાહ જોઈ રહ્યા છીએ. એક-બે દિવસમાં બોરવેલ ચાલુ કરી દેશું. આથી આરોપીએ તેના વિસ્તારમાં મોટરો ચાલુ રાખવાનું કહી ફરજમાં રુકાવટ કરી ગાળા-ગાળી કરીને જાન લેવા હુમલો કરી   માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ભુજિયાનો ટાંકો 10થી 1પ ફૂટ ઊંચો અને તેની આજુ-બાજુ પથરાળ છે. આવા માર ધક્કાથી ફરિયાદી પડી જાત તો તેની શું હાલત થાત તેવી દહેશત પણ ફરિયાદમાં લખાવી છે. ઉપરાંત આરોપી દારૂના નશામાં હોવાનું પણ ફરિયાદીએ  જણાવ્યુ અને   ફરિયાદમાં લખાવ્યા મુજબ   પોલીસે ફરજમાં રુકાવટ, ધાકધમકી સહિતની કલમો તળે ગુનો દાખલ કરી આગળની  કાર્યવાહી હાથ ધરી છે. 

માંડવી મધ્યે વિનોદભાઈ ચાવડા નું બાઈક રેલી યોજી ભવ્ય સ્વાગત કરાયું….

નવા લક્ષ્યાંકોના નિર્ધારણ અને નવા સંકલ્પ સાથે નવીન આયામો હાંસિલ કરવાની પ્રતિબધ્ધતા સાથે સમાયોજન સાંધવાઆપની વચ્ચે હું હાજર થયો છું....