માળીયાના નવલખી પોર્ટમાં ટ્રક લોડીંગ મામલે માથાકૂટમાં આધેડની હત્યા
માળીયા મિયાણાના મોટા દહીંસરા ગામે આધેડને તેના જ ગામમાં તેના પાડોશમાં રેહતા બે શખ્સો સાથે નવલખી પોર્ટ પર કોલસાના ટ્રક...
માળીયા મિયાણાના મોટા દહીંસરા ગામે આધેડને તેના જ ગામમાં તેના પાડોશમાં રેહતા બે શખ્સો સાથે નવલખી પોર્ટ પર કોલસાના ટ્રક...
વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી એટીએમને નિશાન બનાવવાના બનાવો વધી રહ્યા છે . વલસાડ જિલ્લાના વાંકલમાં જાહેર રસ્તા પર આવેલા બેંક ઑફ બરોડાના એટીએમને તોડવાનો પ્રયાસ થયો હતો . રાત્રે બેંક ઑફ બરોડાનું એટીએમ રાખ્યું હતું તે દુકાનમાં તસ્કર દાખલ થયો હતો . મોઢે કપડું બાંધી તસ્કરે દુકાનમાં ઘૂસી સાધનો વડે એટીએમને તોડવાનો પ્રયાસ કર્યો હતો . જોકે , મશીન ન તૂટતા તે થોડીવારમાં એટીએમ કેબિનમાંથી બહાર નીકળી ગયો છે . આ દરમિયાન નાઈટ પેટ્રોલિંગમાં રહેલા પોલીસના જવાનોએ શંકાસ્પદ હાલતમાં જોવા મળેલા વ્યક્તિની પૂછપરછ કરી હતી . ત્યારબાદ શંકા જતા તેની અટકાયત કરી હતી . વ્યક્તિની આગવી ઢબે પૂછપરછ કરતા તેણે છ્સ્ તોડવાનો પ્રયાસ કર્યો હતો હોવાની કબૂલાત કરી હતી . આથી પોલીસે તેની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો હતો . પોલીસે તેની પાસેથી મશીન તોડવાના સાધન સહિત અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે . આરોપીની ધરપકડ સાથે જ બેંક ઑફ બરોડાના એટીએમ માં બેંક દ્વારા લોડ કરવામાં આવેલા રોકડા રૂ પિયા ૫ લાખથી વધુની રકમ બચી ગઈ છે . વલસાડ પોલીસે આરોપીની ધરપકડ કરી તેના ગુનાહિત ભૂતકાળ અંગે પણ તપાસ હાથ ધરી છે . મહત્ત્વપૂર્ણ છે કે થોડા દિવસ અગાઉ વાપી સેલવાસ રોડ પર પણ એક ખાનગી બેંકના એટીએમને તોડવાનો પ્રયાસ થયો હતો . જોકે , એ વખતે પણ આરોપીઓ એટીએમ તોડવામાં નિષ્ફળ રહ્યા હતા . આથી બેક્નના એટીએમ માં લોડ કરવામાં આવેલા કરોડો રૂ પિયા બચી ગયા હતા . આ કેસમાં બે આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા . આ દરમિયાન ચોંકાવનારી વાત એ પણ બહાર આવી છે કે બંને ઘટનાઓમાં બેક્નો દ્વારા લાખો અને કરોડો રૂ પિયા એટીએમમાં ભરેલા હોવા છતાં પણ એટીએમ ને રાત્રે સિક્યુરિટી ગાર્ડ વિના જ રેઢા મૂકી દેવામાં આવે છે . આ કારણે જ એટીએમ તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે . પોલીસ વિભાગ દ્વારા એટીએમને રામ ભરોસે છોડી દેતી બેંકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે .
જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી ટાણે ડુંગરા પોલીસે હાથ ધરેલા ખાસ પેટ્રોલિંગ દરમિયાન તેમણે 12 બોરની બંદુક અને 3 જીવતા...
રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે...
કચ્છમાં કોવીશીલ્ડની ૧૧૫૩૨ હેલ્થકેર વકર્સનું ૯૭ ટકા અને ૧૮૨૬૭ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સનું ૮૭ ટકા પ્રથમ ડોઝનું રસીકરણ થયેલ છે. તા.૧૫/૨/૨૧થી...
કૃમિ મુકત બાળક તંદુરસ્ત બાળકના વિચાર સાથે રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને કચ્છજિલ્લા પંચાયત આરોગ્ય પરિવાર કલ્યાણ શાખા...
પેટમાં ઝીણો દુખાવો થવો, વારંવાર ભૂખ લાગવી, ખાવાનું પૂરતું ખાવા છતાં વજન વધે નહીં, ગળ્યું ખાવાનું બહુ મન થયા કરે,...
હાલ રાજ્યમાં ચુંટણી નો માહોલ ચાલી રહ્યો છે ત્યારે નગરપાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણી ને અનુલક્ષીને પુર્વ...
મહેસાણા જિલ્લાની જોટાણા તાલુકા પંચાયતમાંથી ચોરાયેલા ૧૦ ચેક પૈકી એક ચેકમાં ટીડીઓની ખોટી સહી કરી રૂ.૨,૧૯,૬૦૦ની રકમ મહાલક્ષ્મી માર્બલ નામની...
ભુજમાં કચ્છ કલેકટરશ્રીના નિવાસ સ્થાન પાસેના સ્વયંભૂ શિવલીંગ વાળા દ્વિધામેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં બીરાજમાન વાઘેશ્વરી માતાજીનો ચોથા જીર્ણોદ્ધાર પછી અગીયારમોં...