Breaking News

Crime News

Election 2022

પૂર્વ સાંસદ રાજ્યસભા તેમજ અબડાસા  વિધાનસભાના  પૂર્વ  ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે  પવિત્ર અષાઢી  બીજ અને કચ્છી માડુઓના નવા વર્ષ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ 

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા, પૂર્વ સાંસદ રાજ્યસભા તેમજ અબડાસા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે પવિત્ર અષાઢી બીજ અને કચ્છી માડુઓના નવા વર્ષ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. કચ્છની ધરતી અને મેઘરાજા વચ્ચેના સબંધો એ મહામુલ્ય છે. શ્રી ગોહિલે જણાવ્યું હતું કે, ઈશ્વરને પ્રાર્થના કરીએ કે અષાઢી બીજના પવિત્ર દિવસે કચ્છની ધરતી પર મેઘરાજાના અમી છાંટણા થાય. આગામી વર્ષ ખેડૂતો અને પશુપાલકો તેમજ કચ્છી માડુઓ માટે સુખ, શાંતિ અને સમૃધ્ધિથી ભરપૂર બની રહે. અષાઢી બીજનું મહત્વ કચ્છી કહેવત “અષાઢી બીજ વંડર કા વીજ”  પરથી જ સમજી શકાય છે. અષાઢ મહિનામાં મેઘરાજાના આગમનથી કચ્છની ધરતી સ્વર્ગ સમાન બની જતી હોય છે. આ વર્ષે પણ ભરપૂર વરસાદ કચ્છની ધરતી પર આવે અને કચ્છની ધરતી હરિયાળી બને તેવી પ્રભુને પ્રાર્થના.  મીઠો અસાંજો કચ્છ, મીઠા અસંજા માંડું, મીઠી અસાન્જી કચ્છી બોલી, અને મીઠી અસાન્જી પ્રીત, ‘હેપી અષાઢી બીજ’ મડીકે નયે વરેજી વધાયું!!!

ગુજરાતમાં ચાંદીપુરાથી 11 બાળકનાં મોત

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર ઝડપથી ફેલાઇ રહ્યો છે. અત્યાર સુધી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી ચાંદીપુરા વાયરસ અને તેના શંકાસ્પદ લક્ષણોના...

નાગરિકતાનો ફેંસલો નિષ્પક્ષ રીતે થવો જોઇએ : સુપ્રીમ

 સુપ્રીમ કોર્ટે સોમવારે એક ધ્યાન ખેંચે તેવા મહત્ત્વના નિર્દેશમાં કહ્યું હતું કે, કોઇ વ્યક્તિની નાગરિકતા અથવા વિદેશી હોવાનો ફેંસલો નિષ્પક્ષ, કાનૂની અને...

20 જુલાઇથી થશે ચોમાસું સક્રિય

દેશમાં ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી નબળું પડેલું ચોમાસું 20 જુલાઇથી ફરી ગતિ પકડશે. સૂત્રો માંથી...

હોર્મુઝને કમાણીનો માર્ગ બનાવવા માગે છે ટ્રમ્પ !

copy image અમેરિકા અને ઈરાનનું યુદ્ધ હવે ખતરનાક વળાંકે આવી ગયું છે. ઈરાને અમેરિકાનાં 140 ઠેકાણાઓને નિશાન બનાવ્યા બાદ અમેરિકાએ વહેલી સવારે...

ફરી છેતરપિંડીના 15.16 લાખનાં નાણાંનો રેલો ભુજ સુધી આવ્યો

અલગ-અલગ રાજ્યોમાંથી ઓનલાઈન છેતરપિંડીનાં નાણાં કચ્છના વિવિધ બેન્ક ખાતામાં આવતાં ફરિયાદો દાખલ થાય છે, ત્યારે વધુ એક આવી ફરિયાદ નોંધાઈ છે....

ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે વિસ્તારમાંથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પુર્વ-કચ્છ, ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષકથી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં દારૂની...

શિણાય અંજાર રોડ ઉપર પાણીના ખાડામાં ધક્કો મારીને મહિલાની હત્યાની આશંકા

ગાંધીધામના  શિણાય થી અંજાર જતા રોડ ઉપર આવેલા પાણીના ખાડામાં પગ ધોવા માટે ગયેલા મહિલાને ધક્કો મારીને પાડી દેતા મહિલા...

અજાણ્યા શખ્સની કોહવાયેલી લાશના ઓળખીતાને પોલીસનો સંપર્ક કરવા અપીલ

ભુજ માં ગઇકાલે નાગોર રોડ પાસેથી અજાણ્યા પુરુષની કોહવાયેલી લાશ મળતાં આ શખ્સના કોઇ ઓળખીતા હોય તો પોલીસનો સંપર્ક કરવા...

સમાધાન ન કરતાં પરિણીત પુત્રીને પિતાની ધાકધમકી

copy image ભુજમાં પરિણીત પુત્રીએ મહિલા પોલીસ મથકમાં પિતા વિરુદ્ધ અરજી કરી હતી, જેનું સમાધાન પુત્રીએ ન કરતાં પિતાએ ધાકધમકી કર્યાની...