Breaking News

Crime News

Election 2022

નવી દુધઈમાં રખડતા પશુઓની રોજિંદી સમસ્યાથી  ગ્રામજનો હેરાન

નવી દુધઈમાં રખડતા પશુઓની રોજિંદી સમસ્યાથી  ગ્રામજનો હેરાન થયા છે. તાજેતરમાં આખલાયુદ્ધમાં યુવાનને ઈજા પહોંચી હતી.    આખલા યુદ્ધમાં હડફેટે ચડેલા યુવાનને  ઈજા પહોંચી હતી, તેમને  દુધઈના સરકારી આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.  શારીરિક રીતે અશક્ત આ યુવાનને મણકાના ભાગ તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીરની  ઈજાઓ પહોંચી હોવાની  જાણકારી મળેલી  આમ  અગાઉ આ જ પ્રકારે હડફેટે આવેલા  તલાટીને પણ ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી. બાદમાં તેઓ ઊભા જ  થઈ શક્યા ન હતા અને મૃત્યુ પામ્યા હતા. રખડતા પશુઓની સમસ્યા નિવારવા માટે તંત્ર દ્વારા  યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો   દ્વારા કરવામાં આવી હતી  નોંધનીય છે કે, થોડા સમય  અગાઉ રાપરમાં નંદીઓના કારણે  એક જણનું મૃત્યુ થયું હતું. આ પ્રકારના બનાવોમાં અનેક માનવ જિંદગી હોમાઈ ચૂકી છે. તેમજ વહીવટીતંત્ર દ્વારા  આ સમસ્યા નિવારવા નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.  

કોટડા ગામમાં  નશાયુક્ત પ્રવાહીનું વેચાણ કરતાં   શખ્સ ની ધરપકડ કરી રૂ11,150 નો મુદ્દામાલ કબ્જે કરાયો

copy image કોટડા ગામમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતાં નશાયુક્ત પ્રવાહીનું વેચાણ કરતા ગામના જ  શખ્સ ને પદ્ધર પોલીસે ધરપકડ કરી  તેની પાસેથી માદક પ્રવાહીનો જથ્થો  કુલ રૂા. 11,150નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે હાજર ન મળેલા રાજકોટના યુવાનની  શોધ આદરી હતી. પોલીસે  દ્વારા માલ;ટી માહિતી અનુસાર , પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં કોટડાનો આરોપી  હેત એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં નશાયુક્ત પ્રવાહી બનાવી વેચાણ કરતો હતો. પોલીસે છાપો મારી  તેની પૂછપરછ કરતાં તે કોઈ આધાર-પુરાવા આપી શક્યો નહોતો. ગેરકાયદેસર નશાયુક્ત પ્રવાહી બનાવી તેનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરતી પ્રવૃત્તિ કરતા આ શખ્સની ધરપકડ  કરી તેના કબજામાં રહેલા પ્રવાહી ભરવાની 123 નંગ બોટલ કિ. રૂા. 6150, સેનેટાઈઝર તરીકે વપરાયેલા પ્રવાહીનો 500 એમએલનો જથ્થો, સાધન-સામગ્રી તથા મોબાઈલ ફોન કિ. રૂા. 5000 મળી કુલ  11,150નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હાજર ન મળેલા આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા...

ભરૂચની ગાયત્રીનગર સોસાયટીમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતાં વીજળી ડૂલ થઈ ગરમીથી લોકો ત્રાહિમામ

મનુબર ગામે આવેલ હાફેજ કોલોની પાછળ આવેલ બાવળની ઝાડીમાંથી ગૌવંશનો કેસ શોધી કાઢતી ભરૂચ રૂરલ પોલીસ