Breaking News

Crime News

Election 2022

ભુજ તાલુકાના એક ગામમાંથી છોકરો ગુમ થતાં અપહરણની ફરિયાદ નોંધાઈ

ત્રણેક દિવસ પૂર્વે ભુજ તાલુકાના એક ગામમાંથી 14 વર્ષિય સગીર છોકરો ગુમ થતાં અપહરણની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે પધ્ધર પોલીસ મથકે છોકરો ગુમ થતાં તેના પિતાએ ફરીયાદ નોંધાવી હતી કે, ગત તા.26/4ના સવારે છોકરો ઘરેથી નીકળ્યા બાદ  ઘરે પરત ન ફરતા  સગા-સંબંધિઓની પુછપરછ કરી હતી. બીજા દિવસે આજુ-બાજુના ગામો અને હાજીપીરના મેળામાં પણ તપાસ કરી, માઈકમાં છોકરા અંગે જાહેરાત કરી હતી. સગા સંબંધીઓના વોટ્સએપ ગ્રુપમાં પણ ફોટા સાથે ગુમ થયા અંગે પોસ્ટ વાયરલ કરી હોવા છતાં આજદીન સુધી ગુમ થયેલો સગીર દિકરો ન મળતાં કોઈ અજાણ વ્યક્તિએ લોભ-લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયાની શંકા હોઈ ફરીયાદ નોંધાવી છે. પોલીસે કલમ 363 મુજબ ગુનો દાખલ કરી આગળની  તપાસ હાથ ધરી છે. ઉજળાવાન વાળો પાતળા બાંધાના આ છોકરા એ બ્લેક ટી-શર્ટ-લેંઘો પહેર્યો હોવાનું ફરિયાદમાં લખાવાયું છે.

વરસામેડીમાં  રહેતો શરાબના  ધંધાર્થી  ને જેલના હવાલે

copy image મુળ પલાંસવા હાલે વરસામેડી  રહેતો શરાબનો ધંધાર્થી  ને જેલમાં ધકેલી દેવાયો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અન્વયે પશ્ચિમ કચ્છ એલસીબીના પીઆઈ એસ. એમ.  અને પીએસઆઈ એ જિલ્લામાં જાહેરમાં અસામાજીક પ્રવૃતિ ફેલાવતા ભારતીય બનાવટના વિદેશી દારૂનું ગેરકાયદેસર  વેંચાણ કરતા આરોપી વિરૂદ્ધ પદ્ધર પોલીસ મથકે 48 લાખના દારૂના જથ્થા સંબંધિત અને ગાંધીધામ બી-ડીવીઝનમાં 1.70 લાખના શરાબના જથ્થાના ગુનાઓ દાખલ થયા હોઈ તેના વિરૂદ્ધ પાસાની દરખાસ્ત તેયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરને મોકલી અપાતા તે ગ્રાહ્ય રહેતાં ધરપકડ વોરંટની બજવણી કરી આરોપીને ભાવનગર જિલ્લા જેલમાં મોકલી દેવાયો છે.

ભચાઉના બઠટીયગા રોડ ઉપર અસામાજિક  તત્ત્વો દ્વારા  લોખંડની તસ્કરી

copy image ભચાઉ શહેરના નવા બસ સ્ટેશનથી બઠટીયગા રોડ ઉપર અસામાજિક તત્ત્વો દ્વારા લોખંડની ચોરીનું પ્રમાણ વધ્યું   હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. આ ચોરીના કારણે પડેલા ખાડાઓથી અકસ્માતની સંભાવના   સતાવી રહી છે. ભચાઉમાં પોલીસ મથકની સામે જ થતી ચીભડચોરી થતાં તસ્કરોને કાયદો વ્યવસ્થાની કોઈ ધાક જ ન હોવાની છાપ ઊભી થાય છે. ભચાઉ પોલીસ સ્ટેશન માર્ગ ઉપર પાણીના નિકાલ માટે છીપરો મૂકવામાં આવી છે. અસામાજિક તત્ત્વો લોખંડની ચોરી કરવાના હેતુ સાથે આ છીપરો કાઢી નાખતા હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. આ માર્ગ ઉપર રાહદારીઓને ચાલવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, પરંતુ પાણીના નિકાલ માટે નાખવામાં આવેલી છીપર મૂકાઈ હતી, જે ફૂટપાથના વિકલ્પ તરીકે ઉપયોગમાં આવે છે. ચોરી માટે છીપર કાઢી નાખવામાં આવતાં રાત્રિના સમયે કોઈપણ વ્યક્તિ ચાલે, તો ખાડામાં પડી જવાની સંભાવના રહેલી છે. છ માર્ગીય રોડ ઉપર અનેક સ્થળે છીપર કાઢીને સળિયા કાઢી જવાયા હોવાના બનાવ બન્યા છે, ત્યારે પોલીસ મથક સામેથી જ થયેલી ચોરીના બનાવે અનેક સવાલ ઊભા કર્યા છે. આ મામલે જવાબદાર તંત્રો દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ લોકોમાં પ્રબળ બની છે.

મણિનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં દારૂ પીવા માટે પૈસા ન મળતાં પિતાએ પુત્રને છરી મારી

copy image સૂત્રો દ્વ્રારા મળતી માહિતી અનુસાર નોંધાવેલ ફરિયાદ અનુસાર  આદિપુરમાં ઓમ મંદિર પાછળ મણિનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં દારૂ પીવા માટે પૈસા ન મળતાં પિતાએ પુત્રને છરી મારી હતી. . ફરિયાદી યુવાનના પિતા  દારૂ પીવાની ટેવવાળા હોઈ વારંવાર દારૂનો નશો કરી ઘરે આવી બધા સાથે ઝઘડો કરી મારામારી કરતો હતો. ગત તા. 27/4ના આરોપી પોતાની પત્ની સાથે ઝઘડો કરી નીકળી ગયો હતો. બાદમાં બપોરે પરત આવી દારૂ પીવા પૈસા માગ્યા હતા. પૈસા ન હોવાથી તેમની પત્નીએ પૈસા આપવાની ના પાડતાં તેણે પોતાની પત્ની સાથે ઝઘડો, ઝપાઝપી કરી હતી ત્યારે ફરિયાદી યુવાન વચ્ચે આવી સમજાવવા જતાં ઉશ્કેરાયેલા તેના પિતાએ છરી કાઢી પોતાના દીકરાની પીઠમાં ભોંકી દીધી હતી. ઘવાયેલા યુવાનને લોઈલુહાણ હાલતમાં પ્રથમ આદિપુર, બાદમાં વધુ સારવાર અર્થે ભુજની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પોલીસે આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મુંબઇના દીવા અને કોપર રેલવે સ્ટેશન વચ્ચે ચાલુ ટ્રેનમાં મુસાફરી દરમ્યાન પડી જવાથી કચ્છી યુવતીનું મોત

copy image માંડવી તાલુકાના મસ્કા ગામ વાડીવિસ્તારના અને ડોમ્બિવલીમાં વર્ષોથી વસવાટ કરતા શખ્સ મોતાની સંતાનમાં ત્રણ દીકરી પૈકીની સૌથી નાની દીકરી  નું સેન્ટ્રલ મુંબઇના દીવા અને કોપર રેલવે સ્ટેશન વચ્ચે ચાલુ ટ્રેનમાં મુસાફરી દરમ્યાન પડી જવાથી મૃત્યુ થતાં કચ્છી સમાજમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી અને કરુણ સમાચાર વાયુવેગે પ્રસરી જતાં કચ્છી રાજગોર સમાજમાં શોકનું માહોલ જોવા મળ્યો  હતો  અને મૃતકની ડોમ્બિવલીમાં નીકળેલી સ્મશાનયાત્રામાં સમાજ અગ્રણીઓએ જોડાઇને પરિવારને સાંત્વના આપી હતી મુંબઇથી મળેલી જાણકારી પ્રમાણે સ્નાતક સુધી ભણેલી દીકરી  સવારના આરસામાં  લોકલ ફાસ્ટ ટ્રેનમાં થાણાએ નોકરીએ જવા માટે ટ્રેનમાં ગળદીનાં કારણે દરવાજા પાસે ઊભી હતી અને ટ્રેન રવાના થયા પછી દીવા અને કોપર સ્ટેશન વચ્ચે દરવાજા પાસે ઊભેલી યુવતી નું કોઇ કારણસર દરવાજાના હેન્ડલથી હાથ છૂટી જતાં ચાલુ ટ્રેને પડી ગઇ અને હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મૃત્યુને ભેટી હતી.આ  બનાવ   સવારના  આરસા માં બન્યો હતો.  મોટી બે બહેન પરિણીત છે, જ્યારે મૂતક  અપરિણીત હતી. મૂતક ના પિતા સામાન્ય કાપડની દુકાનમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. દીકરીનાં અવસાનથી પરિવાર ઉપર દુ:ખનું આભ ફાટી પડયું હતું.