Breaking News

Crime News

Election 2022

તમાકુ ની અસર બાબતે યુવાનોમાં જાગૃતતા લાવવા માટે પીએચસી કેરા મધ્યે “વિશ્વ તમાકુ નિષેધ દિવસ” અંતર્ગત શિબિર નું આયોજન કરવામાં આવ્યું.

EMO શ્રી ડો.કેશવ કુમાર સાહેબ ના માર્ગદર્શનમાં તથા ડો.ચાંદ મેડમ ના અધ્યક્ષ સ્થાને વિશ્વની સૌથી ઘાતક બીમારી એવી કેન્સરના જનક...

ભુજમાં 11 માસ પૂર્વે થયેલ ચોરીનો ભેદ ઉકેલતી LCB

copy image 11 માસ પૂર્વે ભુજની ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલ પાસેથી કારમાંથી રોકડ-મોબાઇલ કુલ કિમત રૂા. 24,000ના મુદ્દામાલના પર્સની ચોરી થઇ હતી, જેમાં બળદિયાના આરોપીને    એલસીબીએ ઝડપી આ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો . શાકભાજીના વેપારી  ગત તા. 26/6/23ના ઇન્દ્રાબાઇ ગર્લ્સ સ્કૂલ પાસે પોતાની કાર ઊભી રાખી હતી અને ખાલી સાઇડના દરવાજાનો કાચ થોડો ખુલ્લો રહી ગયો હતો, જેનો અજાણ્યા ચોરે લાભ ઉઠાવી કારમાંથી પર્સની ચોરી કરી હતી, જેમાં રોકડા રૂા. 16,000 તથા મોબાઇલ ફોન કિં. રૂા. 8000 એમ કુલે રૂા. 24,000ની ચોરી ફરિયાદ એ-ડિવિઝનમાં જે તે સમયે નોંધાવી હતી. એલસીબીની ટેકનિકલ સર્વેલન્સના આધારે બાતમી મળી કે આ ચોરીમાં ગયેલો મોબાઇલ બળદિયાનો શખ્સ  વાપરે છે અને હાલ તે મિરજાપર પાસે પરિશ્રમ કોમ્પ્લેક્સ નજીક ઊભો છે. આથી ચોરાઉ મોબાઇલ સાથે આરોપીની અટક કરવામાં આવી હતી.  આગળની કાર્યવાહી અર્થે એ-ડિવિઝન પોલીસને સોંપ્યો હતો

અંજારના ખારા પસવારિયા માર્ગ પર 77.88 લાખનો ચોરાઉ ભંગાર જપ્ત

copy image અંજારના ખારા પસવારિયા માર્ગ  પર  આવેલા એક ખુલ્લા પ્લોટમાંથી પોલીસે ચોરાઉ કે છળકપટથી  મેળવાયેલ રૂા. 77,88,000નો ભંગારનો જથ્થો હસ્તગતકર્યો હતો. . અંજારની સ્થાનિક પોલીસે   કાર્યવાહી કરી હતી. અંજાર  જીઆઈડીસીથી ખારા પસવારિયા રોડ,  ક્રેસા સ્ટીલ પાસે પ્લોટનંબર પાંચ,  નવકાર ફીડર ખુલ્લા પ્લોટમાં પોલીસ ધસી ગઈ હતી. ગાંધીધામનો શખ્સ  કંડલાથી નીકળતી ગાડીઓ સામખિયાળીની સ્ટીલ કંપનીમાં જાય તે પહેલાં ચાલકોનો સંપર્ક કરી આ પ્લોટમાં બોલાવી લોખંડનો ભંગાર ઉતરાવી લેતો હતો અને વાડામાં આ ચોરાઉ કે છળકપટથી મેળવાયેલ માલ રાખવામાં આવતો હતો. પોલીસે અહીં દોરડો પાડી  બે ડમ્પર, એક ટ્રક તથા વાડામાંથી કુલ રૂા.77,88,000નો લોખંડનો  ભંગાર હસ્તગત કર્યો હતો. સાથોસાથ બે ડમ્પર, ટ્રક, ટ્રેકટર લોડર, બાઈક, વજનકાંટો પણ કબજે  લેવામાં  આવ્યા હતા તથા અહીં હાજર મળેલા બે શખ્સોને  પકડી પાડવામાં આવ્યા  હતા . મુખ્ય આરોપી...

 ભુજપુરમાં 24 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભર્યું

copy image માંડવીની દીકરી અને ભુજપુર 24 વર્ષીય પરણેલી  પરિણીતાએ  બપોરના આરસામાં  પોતાના ઘેર ભુજપુર મધ્યે કોઈ અગમ્ય કારણોસર પંખામાં દોરી વડે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું  હતું ખેતીવાડીનો વ્યવસાય કરતા તેમના પતિ  અને કુટુંબીજનોએ  પરિણીતાને  સારવાર માટે માંડવીની ખાનગી હોસ્પિટલમાં લઈ જતાં   ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી તેમને પોસ્ટમોર્ટમ માટે માંડવીની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ધારાસભ્યને બનાવની જાણ થતાં તેઓએ શોક વ્યકત કરી હોસ્પિટલ અને પોલીસ પ્રક્રિયા તુરંત કરાવવા સૂચન કર્યું હતું. . આ બનાવ અંગે તપાસ કરતાં અઢી વર્ષ પહેલાં પરિણીતા તથા તેની બહેનનાં લગ્ન સાથે થયાં હતાં. તેમના બે નાના ભાઈ માંડવી રહે છે. હજુ બે દિવસ પહેલાં પરિણીતા પોતાના માતા પિતાનાં ઘેર આવી હતી, ત્યારે એકદમ બરાબર હતી. અચાનક આ સમાચાર મળતાં કુટુંબ અને પરિવારમાં શોકનું મોજું ફેલાઈ ગયું. સમાજના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં હોસ્પિટલે દોડી આવ્યા હતા. 

ચેક પરતના કેસમાં ભુજના ઓટો એડવાઇઝર એક વર્ષ માટે જેલના હવાલે

copy image ભુજના  ઓટો એડવાઇઝરને  ચેક પરતના કેસમાં  એક વર્ષની જેલની સજાનો આદેશ આપવામાં આવ્યો હતો આ કેસની ટૂંક માહિતી અનુસાર ફરિયાદીએ  મુસ્તાક ઓટો  એડવાઇઝરના માલિક  ને ધંધા માટે રૂા. 70 હજાર ઉછીના આપ્યા હતા અને આ પેટે આરોપીએ આપેલો ચેક અપૂરતાં નાણાં ભંડોળનાં કારણે પરત ફરતાં  ફરિયાદીએ ભુજની કોર્ટમાં ફરિયાદ કરી હતી, જેમાં આરોપીએ  હપ્તાની માગણી કરતાં રૂા. 10 હજાર ચૂકવ્યા બાદ બાકીની રકમ ન ચૂકવતાં ફરિયાદ આગળ ચાલી જતાં આરોપી ને એક વર્ષની સદી કેદની...

વરસામેડીમાં પોલીસે ત્રણ જુગારિઓને ઝડપી પાડ્યા

copy image અંજાર તાલુકાના વરસામેડી ગામમાં જાહેરમાં ધાણીપાસા વડે જુગાર ખેલતા ત્રણ  શખ્સોને  પોલીસે પકડી પાડી રોકડ રૂા. 89,000 હસ્તગત કર્યા   હતા. વરસામેડી ગામમાં આવેલા રામ મંદિરની બાજુમાં ખુલ્લી જગ્યામાં  બપોરના આરસામાં   જાહેરમાં જુગાર ચાલી રહ્યો હતો. તેવામાં પૂર્વ બાતમીના આધારે પોલીસ  આવી પહોંચી હતી. પોલીસને જોઈ ખેલીઓ ભાગવા લાગ્યા હતા પરંતુ પોલીસે  ત્રણ  શખ્સોને પકડી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 89,000 તથા ત્રણ મોબાઈલ એમ કુલ રૂા. 1,04,000નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો

ગાંધીધામમાં ચેક પરતના કેસમાં આરોપીને છ માસની કેદ  

copy image ગાંધીધામની એક કંપની પાસે માલ લીધા બાદ ચેક પરત ફરવાના કેસમાં આરોપીને છ માસની સજા ફટકારવામાં આવી હતી. ગાંધીધામની એસ.પી. ઇમ્પેક્ષમાંથી જે.કે. ટિમ્બર ટ્રેડર્સના માલિકે  રૂા. 25,50,591ના લાકડાં લીધા હતા. જે પૈકી રૂા. 19,93,117 બાકી નીકળતાં આરોપીએ ફરિયાદીને રૂા. 7,18,117નો ચેક આપ્યો હતો, જે બેંકમાં જમા કરવા  જતાં ચેક પરત ફર્યો હતો. દરમ્યાન આરોપી વિરુદ્ધ કોર્ટમાં કેસ કરાયો હતો. બંને પક્ષોને સાંભળ્યા બાદ ન્યાયાધીશએ આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો અને છ માસની સાદી કેદ તથા વળતર પેટે ફરિયાદીને રકમ ચૂકવી આપવા હૂકુમ કરાયો હતો.