Breaking News

Crime News

Election 2022

કમાગુના ગામેથી દેશી બનાવટની ગેરકાયદેસર હથિયાર સાથે એક ઇસસમને પકડી પાડતી માનકુવા પોલીસ

ગાંધીધામ એ ડીવી પો સ્ટે વિસ્તારમાંથી ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનો કેસ શોધી કાઢતી એલ સી બી ગાંધીધામ

સ્વામિનારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અંજારમાં ટ્રાફિક નિયમન માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું.

અંજાર શહેરમાં શ્રી સ્વામીનારયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા કથાનું આયોજન રાધે રિસોર્ટ સામે,અંજાર ખાતે પ્રારંભ થયો છે. શ્રી સ્વામીનારાયણ...

ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનારી 25 વર્ષીય એક  યુવતી પર બળાત્કાર આચરતા શખ્સ વિરુદ્ધ પોલીસ  મથકે ફરિયાદ  નોંધાઇ

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજ્બ શહેરના એક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનારી યુવતીને  પોતાના છૂટાછેડા થઇ ગયાનું કહી  લગ્નની  લાલચ આપી બળાત્કાર આચરતા શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. શહેરના મહેશ્વરીનગર નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં  રહેનારા મૂળ મેરાઉ તા. માંડવી ના એક યુવક વિરુદ્ધ આજે પોલીસ મથકે ફરિયાદ નોધવામાં આવી  હતી. આરોપીએ 25 વર્ષીય એક  યુવતીને પોતાના  છૂટાછેડા થઈ ગયાનું જાળાવી...

 ચિત્રોડમાં પાંચ બળદની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ

  ચિત્રોડમાં રહી કરિયાણાની દુકાન તથા દૂધ ડેરી ચલાવતા યુવાને ગામના પાચ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ ગત તા. 22/3ના વથાણમાં પોતાના બે બળદ રાખ્યા હતા જે જોવામાં ન આવતાં તેમણે પોતાની  દુકાનના સી.સી.ટી.વી.ના ફૂટેજ તપાસ્યા હતા. જેમાં પાંચ શખ્સો વથાણમાંથી બળદ લઈ  આવતા  જોવા મળ્યા હતા. બાદમાં એક ગાડી  આવી હતી. આ શખ્સો  ત્રણ લોકોના પાંચ બળદ બાંધીને તસ્કરી કરી હતી . જેમાં ફરિયાદીના એક બળદને માર મારતાં તેને અસ્થિભંગ  સહિતની ઈજાઓ પહોંચી હતી. આરોપીઓને પકડી પાડવા  પોલીસે આગળની કાયદેસરની...

સૂરજ શિક્ષણધામ હરીપર(ભુજ)ની વિધાર્થિનીઓ દ્વારા SVEEP અંતર્ગત  “ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ”  થીમ ઉપર વિશાળ માનવ સાંકળ રચના કરાઇ

લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ અંતર્ગત આ વખતે ભારતના ચૂંટણી પંચ દ્વારા "ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ" ની  થીમ  આપવામાં આવેલ છે...

ભચાઉમાં પડી જતાં યુવાન એ પોતાનો જીવ ગુમાવ્યો

ભચાઉમાં પડી જતાં યુવાન એ પોતાનો જીવ ગુમાવ્યો હતો.  ભચાઉમાં અપમૃત્યુનો બનાવ બન્યો હતો.  યુવાન ગત તા. 26/3ના પોતાના ઘર પાસે હતો, ત્યારે તેને અચાનક ચક્કર આવતાં તે બેભાન થઇને પડી ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે તેને પ્રથમ ભચાઉ,  ગાંધીધામ, ભુજ અને વધુ  સારવાર અર્થે અમદાવાદ લઇ જવાયો હતો,  જ્યાં  સારવાર દરમ્યાન તેણે છેલ્લા શ્વાસ લીધા  હતા.

અંજાર તાલુકાના પાંતિયા ગામની સીમમાં વાડી વિસ્તારમાં વીજશોક લાગતાં યુવાનનું મોત

copy image અંજાર તાલુકાના પાંતિયા ગામની સીમમાં વાડી વિસ્તારમાં વીજશોક લાગતાં યુવાનનું મોત નીપજયું હતું.   પાંતિયા ગામમાં રહેનાર યુવાન ગઇકાલે સવારના અરસામાં  પોતાની વાડીએ કામ કરી રહ્યો હતો. તે દરમ્યાન, ઇલેક્ટ્રિક રૂમમાં મોટર  સ્ટોરમાં કામ  કરવા જતાં  તેને અકસ્માતે વીજશોક લાગ્યો હતો.જે અંગે યુવાનને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયો  હતો, જ્યાં ફરજ પરના  તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.  પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. યુવાનનું અકાળે મોત થતાં ભારે  ચકચાર...

અંજારના નિંગાળમાં હાથ બનાવટની દેશી બંદૂક સાથે એક ઈશમ પોલીસના સકંજામાં

અંજારના નિંગાળમાં આવેલા એક વાડાની અંદર જમીનમાં સંતાડેલી બંદૂક પોલીસે શોધી કાઢી શખ્સની ધરપકડ કરી હતી  અંજારની સ્થાનિક પોલીસ ગઈરાત્રે  પેટ્રોલિંગમાં  હતા ત્યારે નિંગાળ ગામના દરબારવાસમાં રહેનારા યુવાન પોતાના કબ્જાના વાડામાં બંદૂક છૂપાવી હોવાની જાણકારી  આ ટીમને મળી હતી. મળેલ જાણકારીના   આધારે પોલીસે પોતાની તૈયારી કરી આ શખ્સના વાડામાં છાપો માર્યો હતો. વાડામાં આવેલ ઓરડી પાછળ તપાસ કરાતા તાજો ખોદાયેલ ખાડો જોવા મળતા . ત્યાં  ખાડો ખોદીને તપાસ કરતા અંદરથી હાથ બનાવટની દેશી બંદૂક મળી આવી હતી. રૂા. 2000ની આ બંદૂક પોલિસે પોતાના હસ્તગત   કરી તેમજ  આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સ બંદૂક ક્યાંથી લઈ આવ્યો અને કેવા ઉપયોગ માટે તેણે રાખી હતી તેની આગળની  વધુ તપાસ...